સ્ટડી / એન્ડ્રોઇડની ટોપ 5000 ફ્રી એપ્સની બેક-એન્ડ સિસ્ટમમાં સિક્યોરિટી બગ છે

Bugs found in backend systems of top 5,000 free Android apps

  • આ બગને કારણે હેકર્સ આરામથી યુઝર્સનો પર્સનલ ડેટા ચોરી શકે છે

Divyabhaskar.com

Aug 14, 2019, 12:17 PM IST

ગેજેટ ડેસ્ક: સાયબર સિક્યોરિટી રિસર્ચર્સે ગૂગલ પ્લે સ્ટોરમાં 5000 ફ્રી એપ્સની બેક-એન્ડ સિસ્ટમમાં સિક્યોરિટી બગ હોવાની વાત જાહેર કરી છે. જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી અને ઓહિઓ સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચર્સે ગૂગલ પ્લે સ્ટોરની સ્ટડી કરીને આ તારણ કાઢ્યું છે. તેમણે કુલ 1600 વીક પોઇન્ટની ઓળખાણ કરી છે. જો કે, શોધકર્તા પ્રમાણે આઈઓએસનાબેક-એન્ડ-સિસ્ટમમાં પણ બગનો પ્રશ્ન હોઈ શકે છે.

આ સિક્યોરિટી બગની મદદથી હેકર્સ યુઝર્સના ફોનનો ડેટા આરામથી ચોરી શકે છે. સંશોધકની ટીમ પોતાની શોધ અને સ્ટડીને યુસેનિક્સ સિક્યોરિટી સિમ્પોઝીયમ 2019માં પ્રસ્તુત કરશે. જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના અસિસટન્ટ પ્રોફેસર બ્રેડને કહ્યું કે, એપ્સની સિક્યોરિટીમાં રહેલા બગ, જે યુઝર્સનો ડેટા સેવ થાય છે તેમને પ્રભાવિત કરી શકે છે. અહીં હેકર્સ માટે અટેક કરવા માટે ઘણા રસ્તા ખુલ્લા થઈ જાય છે. હાલ પણ સંશોધકો એપ્સમાં બગને લઈને વધારે શોધખોળ કરી રહ્યા છે. હેકર્સ કોઈ પર્સનલ ફોનની મદદથી ડેટા સર્વરમાં જઈ શકે કે કેમ તેની પર હાલ સ્ટડી કરી રહ્યા છે.

X
Bugs found in backend systems of top 5,000 free Android apps
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી