• Home
  • Gadgets
  • Latest
  • BSNL Rs 1699 plan will provide 455 days validity, to the recharge from August 14 to September 13.

BSNL / 1699 રૂપિયાના પ્લાનમાં 455 દિવસની વેલિડિટી, 14 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર દરમિયાન રિચાર્જ કરાવનારને ફાયદો થશે

BSNL Rs 1699 plan will provide 455 days validity, to the recharge from August 14 to September 13.

Divyabhaskar.com

Aug 10, 2019, 01:51 PM IST

ગેજેટ ડેસ્ક: ભારતીય સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ પોતાના 1699 રૂપિયાના લોન્ગ ટર્મ પ્લાનને વધારે એક્ટિવ બનાવ્યો છે. હવે આ પ્લાનની વેલિડિટી 365 દિવસથી વધારીને 455 દિવસ કરવામાં આવી છે. એટલે કે હવે 90 દિવસની વધુ વેલિડિટી મળશે.

આ પ્લાનનો ફાયદો ગ્રાહકોને ત્યારે જ મળશે જ્યારે તેઓ 14 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર દરમિયાન રિચાર્જ કરાવશે. લોન્ગ વેલિડિટીની બાબતમાં આ પ્લાન દેશનો સૌથી સસ્તો પ્લાન બની ગયો છે. આ પ્લાનની આગળ જિઓ, એરટેલ, વોડાફોન-આઈડિયા જેવી કંપનીઓ હવે પાછળ ધકેલાઈ ગઈ છે.

BSNLના આ પ્લાનમાં ગ્રાહકોને 1 વર્ષ અને 3 મહિનાની વેલિડિટી મળશે. 1699 રૂપિયાવાળા આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલિંગની સાથે રોજ 100 SMSની સુવિધા પણ મળશે. તેમજ પ્રતિદિન 2GB 4G ડેટા પણ મળશે. 455 દિવસના આ પ્લાનમાં કુલ 910GB ડેટા મળશે. દિવસની ડેટા લિમિટ પૂરી થઇ જતાં ઇન્ટરનેટની સ્પીડ 80 kbps થઈ જશે. BSNLએ હવે નવું સિમકાર્ડ ખરીદવા માટેની ફી ઘટાડીને 50 રૂપિયા કરી દીધી છે, જે અગાઉ 100 રૂપિયા હતી.

અન્ય કંપનીઓના પ્લાનને ટક્કર

કંપની કિંમત (રૂપિયામાં) ડેટા પ્રતિદિવસ વેલિડિટી (દિવસમાં)
BSNL 1699 2 GB 455
JIO 1699 1.5 GB 365
VODAFONE 1699 1.5 GB 365
AIRTEL 1699 1.4 GB 365


X
BSNL Rs 1699 plan will provide 455 days validity, to the recharge from August 14 to September 13.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી