અપકમિંગ / રિઅલમી X માટે 14 જુલાઈ સુધી બ્લાઈન્ડ ઑર્ડર કરી શકાશે, ₹ 500નું ડિસ્કાઉન્ટ મળશે

Blind order can be ordered by July 14 for Realme X, Rs 500 will be discounted

  • સેલમાં ભાગ લેવા માટે ગ્રાહકોએ રૂપિયા 1000ની બુકિંગ રકમ ચૂકવવી પડશે
  • બુકિંગ કેન્સલ કરાવનાર ગ્રાહોને રિફ્ડ ચૂકવી દેવામાં આવશે

Divyabhaskar.com

Jul 12, 2019, 01:17 PM IST

ગેજેટ ડેસ્ક. ભારતમાં Realme x આગામી 15 જુલાઈના રોજ લોન્ચ થવાનો છે. કંપનીએ તેના માટે ગ્રાહકોને બ્લાઈન્ડ ઓર્ડર બુક કરાવવાની જાહેરાત કરી છે. સેલમાં ભાગ લેનારા ગ્રાહકો પ્રિ-બુકિંગ કરાવી શકે છે. આ સેલ 14 જુલાઈ સુધી ચાલવાનો છે. realme xનો પ્રથમ સેલ 22 જુલાઈના રોજયોજાવાનો છે.

રજીસ્ટ્રેશન કેવિરીતે કરશો?

બ્લાઈન્ડ ઓર્ડર સેલમાં ભાગ લેવા માટે યુઝરે રિયલમી realme.com પર જવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા પછી યુઝરે 1000ની રકમ ચૂકવવી પડશે. આ રજીસ્ટ્રેશન પછી જ 22 જુલાઈના રોજ યોજાનારા સેલમાં ભાગ લઈ શકાશે. આ સેલમાં વહેલા તે પહેલાના ધોરણે માત્ર બે હજાર ગ્રાહકોને જ સ્માર્ટફોન આપવામાં આવશે. જ્યારે realme x સ્પાઈડરમેન ગિફ્ટ બોક્સ માત્ર 300 ગ્રાહકોને જ મળશે.

બોનસ રૂપે ગ્રાહકે અગાઉ ચૂકવેલી 1000 રૂપિયાની બુકિંગ રકમ 1500 રૂપિયામાં ફેરવાઈ જશે. પ્રિ-બુકિંગ કરનાર ગ્રાહકો 22 જુલાઈ અને 26 જુલાઈની વચ્ચે ફોન ખરીદી શકશે. ગ્રાહકોએ બોનલ મેળવ્યા પછી માત્ર ફોનની બાકી રહેતી કિંમતનાં જ નાણાં ચૂકવવાના રહેશે. કંપની દ્વારા સ્પાઈડરમેન એડિશનનું શિપિંગ 25 જુલાઈના રોજથી શરૂ થશે. બુકિંગ કેન્સલ કરવા પર યુઝરને સંપૂર્ણ રકમ રિફન્ડ કરી દેવામાં આવશે.

સ્પેસિફિકેશન્સ

ડિસ્પ્લે સાઈઝ 6.53 ઈંચ
ડિસ્પ્લે ટાઈપ

ફુલ એચડી+ AMOLED ડિસ્પ્લે , ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન

રિઝોલ્યૂશન 2080*2340 પિક્સેલ
OS કલર OS 6.0 બેઝ્ડ એન્ડ્રોઈડ 9 પાઈ
પ્રોસેસર ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 710
રેમ 8GB
સ્ટોરેજ 128GB
રિઅર કેમેરા 48+5MP(ડ્યુઅલ કેમેરા)
ફ્રન્ટ કેમેરા 16MP (પોપ-અપ કેમેરા)
કનેક્ટિવિટી

4G LTE, વાઈફાઈ, બ્લૂટુથ, GPS, USB C Type, ડોલ્બી એટોમ્સ

બેટરી 3,765mAh, VOOC 3.0 ફાસ્ટ ચાર્જિંગ
X
Blind order can be ordered by July 14 for Realme X, Rs 500 will be discounted
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી