કન્ફર્મ / 16 જૂને ઝેનફોન 6 સ્માર્ટફોન ભારતમાં આસુસ 6Zના નામે લોન્ચ થશે, ફોનમાં 48 MP+13 MPનો રોટેટિંગ કેમેરા છે

Asus ZenFone 6 to Launch in India as Asus 6z on June 19, Company Confirms
Asus ZenFone 6 to Launch in India as Asus 6z on June 19, Company Confirms

  • આ ફોનની કિંમતને લઈને હજુ સુધી કંપનીએ કોઈ ખુલાસો નથી કર્યો.
     

Divyabhaskar.com

Jun 09, 2019, 01:21 PM IST

ગેજેટ ડેસ્ક: તાઇવાનની ટેક કંપની આસુસે હાલમાં જ કન્ફર્મ કર્યું છે કે, તેઓ પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન આસુસ ઝેનફોન 6ને આ મહિનામાં જ ભારતમાં લોન્ચ કરશે. કંપનીના કહ્યાં પ્રમાણે, 16 જૂનના રોજ આ ફોન ભારતના માર્કેટમાં લોન્ચ થશે, જેનું નામ ઝેનફોનની જગ્યાએ આસુસ 6Z હશે. જો કે, નામ સિવાય ફોનના બીજા ફીચર્સમાં કોઈ ચેન્જ નહીં હોય.

દિલ્લી હાઇકોર્ટે તરફથી ઝેન અને ઝેનફોનની પ્રોડક્ટના વેંચાણ પર રોક લગાવ્યા બાદ કંપનીએ તેને નવા નામથી લોન્ચ કરવાનો નિર્ણય લીધો હતો.

સ્માર્ટ કસ્ટમાઇઝ બટન
ફોનની જમણી બાજુ પર પાવર અને વોલ્યુમ સરખું કરવા માટેનું કસ્ટમાઇઝ બટન આપેલું છે. આ નાનું બટન ઘણું કામનું છે. આ બટનને ફોનના કેટલાક ફીચર્સની શોર્ટકટ ચાવી પણ કહી શકાય તેમ છે. એકસાથે આ બટન જેટલી વાત દબાવવામાં આવે છે, તે પ્રમાણે ફીચર્સ કામ કરે છે. જેમ કે, એકસાથે બે વખત બટન દબાવવાથી ટોર્ચ ઓન થાય છે. ફરી બે વાર બટન દબાવવા પર ટોર્ચ બંધ થઈ જાય છે. યુઝર્સ આ બટનનાં ફીચર્સ બદલી પણ શકે છે.

રોટેટિંગ કેમેરા
આસુસ કંપનીનો રોટેટિંગ કેમેરાવાળો આ પ્રથમ ફોન છે. ફોનમાં રિઅર અને ફ્રન્ટ કેમેરા એમ બંને રોટેટ થાય છે. ફોનમાં ડ્યુઅલ કેમેરા છે, જેમાં રિઅર કેમેરામાં એક કેમેરા 48 મેગાપિક્સલ અને બીજો કેમેરા 13 મેગાપિક્સલનો છે. તેમાં લેસર ઓટો-ફોકસ અને ડ્યુઅલ એલઈડી ફ્લેશ પણ આપી છે. જ્યારે તમે પેનોરામા ફોટો ક્લિક કરો છો, ત્યારે કેમેરા રોટેટ થઈને શોટ લે છે. એટલે કે ફોટો પાડવા માટે યુઝર્સના કેમેરાને મૂવ થવાની કોઈ જરૂર પડતી નથી.

5000 mAhનીબેટરી
આસુસ કંપની હંમેશાં તેના ફોનમાં જોરદાર બેટરી આપે છે. આ સ્માર્ટફોનમાં 5000 mAhનીબેટરી અને 18 વૉટનું ફાસ્ટ ચાર્જર પણ મળશે, જે ક્વિકચાર્જ 4.0ને સપોર્ટ કરે છે. ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે, ફોનની બેટરી પણ પાવરબેન્કની જેમ કામ કરે છે. આ બેટરી 10 વૉટના રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

સ્પેસિફિકેશન

ડિસ્પ્લે 6.4 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ HD પ્લસ,IPS સ્ક્રીન
રેઝોલ્યુશન 1080X2340 પિક્સલ
પ્રોસેસર ઓક્ટાકોર સ્પેનડ્રેગન 855
રેમ 6 GB, 8 GB
સ્ટોરેજ 64GB, 128GB, 256 GB(એક્સપેન્ડેબલ 2 TB)
કેમેરા 48 MP+13MP(ડ્યુઅલ રેટિંગ)
બેટરી 5000 mAh, ક્વિક ચાર્જ 4.0
ડાયમેંશન 59.1x75.11x8.1-9.1 mm
વજન 190 ગ્રામ

જો કે, આ ફોનની કિંમતને લઈને હજુ સુધી કંપનીએ કોઈ ખુલાસો નથી કર્યો.

X
Asus ZenFone 6 to Launch in India as Asus 6z on June 19, Company Confirms
Asus ZenFone 6 to Launch in India as Asus 6z on June 19, Company Confirms
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી