તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફ્લિપ કેમેરા સાથેનો Asus 6z સ્માર્ટફોન આજે ભારતમાં લોન્ચ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્ક. Asus 6Z એટલે કે ZenFone 6 આજે ભારતમાં લોન્ચ થવાનો છે. દિલ્હી ખાતે યોજાનારી એખ ઈવેન્ટ દરમિયાન આ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે. આ ફોનની ખાસિયત એ છે કે, તેમાં ફ્લિપ કેમેરા લગાવ્યા છે. ફોટોગ્રાફી અને સેલ્ફી એમ બંને માટે એક જ કેમેરાનો ઉપયોગ થશે. આ ફોનમાં ફ્લેગશિપ સ્નપડ્રેગન 855 પ્રોસેસર આપ્યું છે.

Asus 6Z નાં લોન્ચિંગ ઈવેન્ટનું લાઈ સ્ટ્રીમિંગ 12:30pm ISTથી કરવામાં આવશે. જેને Asusની ઓફિસિયલ વેબસાઈટ, ફેસબુક એકાઉન્ટ, ટ્વિટર અને યુટ્યૂબ પરથી જોઈ શકાશે. સાથોસાથ તેને ફ્લિપકાર્ટ પરથી પણ જોઈ શકાશે. લોન્ચ થવાના અવસરે ફોનની કિંમત અંગે ખુલાશો થશે. હાલ યુરોપિયન માર્કેટમાં તેની કિંમતની વાત કરીએ તો 6GB+64GB વેરિઅન્ટ માટે EUR 499 (અંદાજે 39,000 રૂપિયા), 6GB+128GB વેરિઅન્ટની EUR 559 (અંદાજે 43,600 રૂપિયા) અને ટૉપ વેરઇઅન્ટ 8GB+256GBની કિંમત EUR 599 (અંદાજે 46,700 રૂપિયા) રાખવામાં આવી છે. 

રોટેટિંગ કેમેરા

આસુસ કંપનીનો રોટેટિંગ કેમેરાવાળો આ પ્રથમ ફોન છે. ફોનમાં રિઅર અને ફ્રન્ટ કેમેરા એમ બંને રોટેટ થાય છે. ફોનમાં ડ્યુઅલ કેમેરા છે, જેમાં રિઅર કેમેરામાં એક કેમેરા 48 મેગાપિક્સલ અને બીજો કેમેરા 13 મેગાપિક્સલનો છે. તેમાં લેસર ઓટો-ફોકસ અને ડ્યુઅલ એલઈડી ફ્લેશ પણ આપી છે. જ્યારે તમે પેનોરામા ફોટો ક્લિક કરો છો, ત્યારે કેમેરા રોટેટ થઈને શોટ લે છે. એટલે કે ફોટો પાડવા માટે યુઝર્સના કેમેરાને મૂવ થવાની કોઈ જરૂર પડતી નથી.

5000 mAhનીબેટરી

આસુસ કંપની હંમેશાં તેના ફોનમાં જોરદાર બેટરી આપે છે. આ સ્માર્ટફોનમાં 5000 mAhનીબેટરી અને 18 વૉટનું ફાસ્ટ ચાર્જર પણ મળશે, જે ક્વિકચાર્જ 4.0ને સપોર્ટ કરે છે. ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે, ફોનની બેટરી પણ પાવરબેન્કની જેમ કામ કરે છે. આ બેટરી 10 વૉટના રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

સ્પેસિફિકેશન્સ

ડ્યુઅલ સીમ નેનો સપોર્ટ વાળા આ સ્માર્ટફોનમાં 6.4- ઈંચની ફુલ HD+(1080x2340 પિક્સેલ) IPS ડિસ્પ્લે આપી છે. આ સ્માર્ટફોન Android Pie બેઝ્ડ Zen UI 6 પર ચાલે છે. આ ફોનમાં Adreno 640 GPU અને 8GB સુધીની રેમ સાથે ઓક્ટાકોર ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર આપ્યું છે. Asus 6Z નું સ્ટોરેજ 256GB (UFS 2.1)નું છે જેને કાર્ડની મદદથી 2TB સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી માટે USB Type-C, NFC, Wi-Fi, બ્લુટૂથ અને GPSનો સપોર્ટ મળશે.