રિપોર્ટ / ભારતમાં બની રહેલા iPhone ઓગસ્ટમાં માર્કેટમાં આવી શકે, કિંમત ઘટવાની શક્યતા

Apple: India made iPhones expected to Indian marcket In August

  • ફૉક્સકૉન કંપની ભારતમાં એપલ માટે આઈફોનનું એસેમ્બલિંગ કરે છે
  • લોકલ મેન્યુફેક્ચરિંગ કંપનીના કારણે એપલને આયાતમાં 20 ટકા નાણાંની બચત થશે      
  • ભારતમાં આઈફોન XRની પ્રારંભિક કિંમત 55,700 રૂપિયા, XSની કિંમત અંદાજે 1 લાખ રૂપિયા

Divyabhaskar.com

Jul 12, 2019, 02:56 PM IST

ગેજેટ ડેસ્ક. એપલે ભારતમાં જ આઈફોનનું ઉત્પાદન શરૂ કર્યું છે. હવે આગામી મહિને કંપની ભારતીય માર્કેટમાં આ ફોન લાવી શકે છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સે ગુરૂવારે આ અંગેનો અહેવાલ પ્રસ્તુત કર્યો હતો. તેના અહેવાલ મુજબ આ ફોન માર્કેટમાં લોન્ચ કરતાં પહેલાં કેન્દ્રમાંથી કેટલીક મંજુરી મેળવવાની બાકી છે. પરંતુ આશા છે કે, આઈફોન XR અને XS ઓગસ્ટ મહિનામાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવી શકે છે. ફોક્સકૉન કંપની એપલ માટે ભારતમાં નવા આઈફોનનું ઉત્પાદન કરી રહી છે. ભારતમાં આઈફોન XRની પ્રારંભિક કિંમત અંદાજે રૂપિયા 56 હજારની આસપાસ જ્યારે XSની કિંમત અંદાજે 1 લાખ હોઈ શકે છે.

આઈફોન મોંઘા હોવાથી ભારતમાં એપલનું માર્કેટ શેરિંગ માત્ર 1 ટકા

ભારતમાં અત્યારસુધી આઈફોન માત્ર ઇમ્પોર્ટ કરીને વેચવામાં આવતા હતા. તેની આયાત પર 20 ટકા આયાત ડ્યુટી લાગતી હતી. જેના કારણે તેનું ભારતમાં માર્કેટ શેરિંગ માત્ર 1 ટકા જ હતું. હવે તેનું ઉપ્તાદન ભારતમાં જ થઈ રહ્યું હોવાથી કંપનીનો આયાત ખર્ચ બચી જશે. જેના પગલે ફોનની કિંમતમાં પણ ઘટાડો થશે. સાથે એપલ લોકલ સોર્સિંગના નિયમોને પણ પૂરા કરશે.

ભારત દુનિયાનું બીજું સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ છે. અહીં એપલનાં ડિવાઈસ લોકોને ખૂબ પસંદ છે, પરંતુ કિંમત વધુ હોવાના કારણે દરેક વ્યક્તિ ખરીદી શકતી નથી. જેના પગલે માર્કેટમાં તેની ભાગીદારી ઓછી રહે છે.

એપલના સસ્તા મોડલ SE, 6S અને આઈફોન 7નું એસેમ્બલિંગ ભારતમાં જ કરવામાં આવી રહ્યું છે. વિસ્ટ્રોન કૉર્પ કંપનીના બેંગ્લોર યુનિટમાં તેનું એસેમ્બલિંગ કરવામાં આવે છે. રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટના અહેવાલ મુજબ ભારતમાં એસેમ્બલ થયેલા આઈફોન યુરોપમાં એક્સપોર્ટ કરવામાં આવી શકે છે.

X
Apple: India made iPhones expected to Indian marcket In August
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી