રિસર્ચ / આઈફોનના ફેસ આઈડી ફીચરમાં બગ, ચશ્માં અને કાળી ટેપ લગાવીને અનલોક કરી શકાય છે

Apple FaceID by Putting Taped Glasses on Unconscious People

  • ચાઈનીઝ કંપની ટેન્સેન્ટના રિસર્ચર્સે ‘બ્લેક હેટ સિક્યોરિટી કોન્ફરન્સ’માં દાવો કર્યો
  • રિસર્ચર્સે ફોન અનલોક કરા માટે ‘લાઈવનેસ’ નામના ઓથેન્ટિક ફીચરને બાયપાસ કર્યું 
     

Divyabhaskar.com

Aug 11, 2019, 11:21 AM IST

ગેજેટ ડેસ્ક: એપલ ડિવાઈસના ફેસ આઈડી ફીચરને સૌથી સુરક્ષિત ગણવામાં આવે છે, પરંતુ એક રિસર્ચ મુજબ આ ફેસ આઈડી ફીચરનો દૂરપયોગ કરી શકાય છે. ચીનની રિસર્ચ કંપની ટેન્સેન્ટના રિસર્ચર્સે બ્લેક હેટ સિક્યોરિટી કોન્ફરન્સ દરમિયાન એપલના ફેસ આઈડી ફીચરમાં બગ હોવાની વાત જણાવી હતી. તેમાના અનુસાર ચશ્માં અને ટેપની મદદથી એપલ ફેસ આઈડી ફીચરને સરળતાથી છેતરી શકાય છે.

આવી રીતે અનલોક કરી શકાય છે
રિપોર્ટ મુજબ, ફેસ આઈડીમાં રહેલા બગની મદદથી ડિવાઇસ અનલોક કરવા માટે રિસર્ચર્સે 'લાઈવનેસ' નામના ઓથેન્ટિક ફીચરને બાયપાસ કર્યું હતું. આ ફીચર આઈફોનના ફેસાઇડીને સમજી શકે છે કે, યુઝર અસલી છે કે નકલી. લાઈવનેસ ફીચર બેકગ્રાઉન્ડ નોઇઝ, રિસ્પોન્સ ડિસ્ટોર્શન અને ફોકસ બ્લરને પણ સમજે છે. તે યુઝરની આંખોને પણ સ્કેન કરી શકે છે, જો કોઈ યુઝરે ચશ્માં લગાવ્યા હશે તો તેની પ્રોસેસમાં ફેરફાર આવે છે.

એપલ ડિવાઇસ અનલોક થવા માટે યુઝરના ફેસના ડેટાને કેપ્ચર કરે છે. એવામાં જો કોઈ યુઝરે ગોગલ પહેર્યા હશે તો તે આંખો અને તેની આસપાસની 3D ડિટેઇલને સમજી શકતું નથી. આ જ બગને કારણે ચશ્મા અને કાળી ટેપના માધ્યમથી એપલના ફેસ આઈડીને છેતરી શકાય છે. તેના માટે ચશ્માંની અંદરના ભાગમાં કાળી ટેપ લગાવવાની રહેશે. ત્યારબાદ યુઝરને પહેરાવીને સહેલાઈથી આઈફોન અનલોક કરી શકાય છે.

બેભાન યુઝર માટે જોખમ
આ રિપોર્ટ અનુસાર, કોઈ આઈફોન યુઝરને બેહોશ કરીને આ ટેક્નીક અપનાવીને તેના ફોનને અનલોક કરી શકાય છે, જેથી ફોનને એક્સેસ સહેલાઈથી મળી શકે. સાંભળવામાં આ જેટલું સરળ લાગે છે તેટલું ખેરખરમાં છે નહીં. આ બગને લઈને એપલ તરફથી કોઈ જાણકરી આપવામાં આવી નથી.

15 હજાર એન્જિનિઅર્સે 6 વર્ષ કામ કરીને આ ફીચર બનાવ્યું હતું
આઈફોનના ફેસ આઈડી ફીચરને બનાવવામાં 15 હજાર એન્જિનિઅર્સે 6 વર્ષ સુધી મહેનત કરી હતી. આ ફીચર રિયલ ટાઈમમાં 50 મસ્લસને રેક્ગ્નાઈઝ કરે છે. ચેહેરાના ઓછામાં ઓછાં 25 મસ્લસ રેક્ગ્નાઈઝ થાય તો જ ફોન અનલોક થઇ શકે છે. આ એટલું સુરક્ષિત છે કે યુઝરના જોડિયાં ભાઈ બહેન પણ તેને અનલોક કરી શકતાં નથી. નવાઈની વાત તો એ છે કે અંધારામાં પણ આ ફીચરથી યુઝર ફોન અનલોક કરી શકે છે.

X
Apple FaceID by Putting Taped Glasses on Unconscious People

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી