તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Amazon Most Trusted Among Internet Brands In India Say TRA Research

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતમાં ઈન્ટનેટ પર સૌથી વિશ્વસનીય બ્રાન્ડ એમેઝોન, લિસ્ટમાં ફેસબુક ત્રીજા અને વોટ્સએપ 10મા સ્થાન પર છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્ક: ડેટા લીક અને પ્રાઇવસીની સમસ્યા હોવા છતાં પણ ઈ-કોમર્સ કંપનીઓ અને સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ઇન્ટરનેટ પર વિશ્વસનીય બ્રાન્ડ લિસ્ટમાં સ્થાન બનાવવામાં સફળ રહી છે. રિસર્ચ કંપની ટીઆરએ (ટ્રસ્ટ રિસર્ચ એડવઝરી )એ હાલમાં જ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ પ્રમાણે ભારતમાં ઈ-કોમર્સ કંપની એમેઝોન લિસ્ટમાં સૌથી આગળ છે, ત્યારબાદ ગૂગલ અને ફેસબુકનો ક્રમ આવે છે.

ડેટા એનાલિસિસ કંપનીની બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ 2019 પ્રમાણે સર્વેમાં કુલ 32 ઇન્ટરનેટ બ્રાન્ડ સામેલ કરવામાં આવી હતી. વિશ્વસનીયતા મામલે મેસેજિંગ એપ વોટ્સએપને પાછળ રાખીને ફેસબુકે ચોથા નંબર પર સ્થાન બનાવી લીધું છે. આ લિસ્ટમાં વોટ્સએપ દસમા નંબર પર છે.

ઓનલાઇન રૂમ બુકિંગની સર્વિસ આપનારી ભારતીય કંપની ઓયો વિશ્વસનીય બ્રાન્ડના લિસ્ટમાં પાંચમું સ્થાન બનાવવામાં સફળ રહી છે. તો બીજી તરફ ટેક્સી બુકિંગની ભારતીય કંપની ઓલાએ લિસ્ટમાં છઠ્ઠો ક્રમ પ્રાપ્ત કર્યો છે. અમેરિકાની ઓનલાઇન ટેક્સી બુકિંગ કંપની ઉબર આ ક્રમમાં 14મા ક્રમ પર છે. પેટીએમ લિસ્ટમાં 19મા સ્થાન પર કાયમ છે. પેટીએમ તેની કોમ્પિટિટર કંપની પેપલ કરતાં માત્ર એક જ સ્થાન ઉપર છે.

ટીઆરએ કંપનીના સીઈઓ એન. ચંદ્રમૌલીએ કહ્યું કે, આ રિપોર્ટમાં ઘણી ઇન્ડિયન ઇન્ટરનેટ બેઝ્ડ સ્ટાર્ટઅપ કંપનીઓ પોતપોતાની કેટેગરીમાં આગળ છે. આ રિપોર્ટથી એક વાત ચોક્કસથી કહી શકાય કે, જે બ્રાન્ડ પ્રોફિટની અને ગ્રોથની સાથોસાથે વિશ્વાસ બનાવવા પર વધારે કામ કરશે તે જ બિઝનેસમાં આગળ નીકળી શકશે.  

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સન્માનજનક સ્થિતિ બનશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર વિજય પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી વધારે ઉત્સાહ રહેશે. ...

વધુ વાંચો