તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Amazon Become World's Most Valuable Brand, Beat Apple And Google, Brand Value 21.9 Lakh Crore

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એમેઝોન દુનિયાની મોસ્ટ વેલ્યુએબલ બ્રાન્ડ બની, બ્રાન્ડ વેલ્યૂ 21.9 લાખ કરોડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુગલ અને એપલને પછાડી એમેઝોન અગ્રેસર રહ્યું
  • કેનટારના ગ્લોબલ બ્રાન્ડ રેન્કિંગ, 2019ના આંકડા સામે આવ્યા
  • આ રેન્કિંગમાં ભારતીય બ્રાન્ડ એલઆઈસી સૌથી અગ્રેસર 68માં ક્રમે

ગેજેટ ડેસ્ક. એમેઝોન વિશ્વની સૌથી વધુ વેલ્યુએબલ બ્રાન્ડ બની છે. એમેઝોને ગુગલ અને એપલના 12 વર્ષના રેકોર્ડને તોડી પાડ્યો છે. એમેઝોનની બ્રાન્ડ વેલ્યુ 31,550 કરોડ ડોલર (આશરે રૂ. 21.9 લાખ કરોડ) છે. ગત એક વર્ષમાં એમેઝોનની બ્રાન્ડ વેલ્યુ 52 ટકા વધી છે. એપલની બ્રાન્ડ વેલ્યુ 30,950 કરોડ ડોલર (રૂ. 21.49 લાખ કરોડ) સાથે બીજા ક્રમે પહોંચી છે. જ્યારે ગુગલ 30,900 કરોડ ડોલર (રૂ. 21.46 લાખ કરોડ) સાથે ત્રીજા નંબરે છે. 

કેનટારની ગ્લોબલ બ્રાન્ડ રેન્કિંગ, 2019 અનુસાર, છેલ્લા 12 વર્ષથી ગુગલ અથવા એપલ ટોપ વન પર રહી છે. 2018માં ગુગલે ટોપ સ્થાન મેળવ્યુ હતું. ભારતીય બ્રાન્ડમાં એલઆઈસી સૌથી અગ્રેસર 68માં ક્રમે છે. તેની બ્રાન્ડ વેલ્યુ 1.4 લાખ કરોડ છે. આ રેન્કિંગ સૌથી પહેલાં 2006માં જારી કરવામાં આવી હતી. ત્યારે માઈક્રોસોફ્ટને પ્રથમ સ્થાન મળ્યુ હતું. 

એમેઝોનની હાલની બ્રાન્ડ વેલ્યુ 2006માં માઈક્રોસોફ્ટની બ્રાન્ડ વેલ્યુથી 409 ટકા વધુ છે. ગત એક વર્ષમાં એમેઝોનની બ્રાન્ડ વેલ્યુ 52 ટકા વધી છે. જ્યારે એપલે 3 ટકા, ગુગલે 2 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. માઈક્રોસોફ્ટની બ્રાન્ડ વેલ્યુ 25 ટકા વધી ચોથા સ્થાને રહી છે. ટોપ-10 કંપનીઓમાં એમેઝોન બાદ માઈક્રોસોફ્ટની બ્રાન્ડ વેલ્યુ સૌથી વધુ વધી છે. 

કેનટારના ગ્લોબલ સ્ટ્રેટર્જી ડાયરેક્ટર ગ્રાહમ સ્ટેફલેહર્સ્ટે જણાવ્યુ છે કે, છેલ્લા થોડા વર્ષોમાં એમેઝોનની બ્રાન્ડ વેલ્યુ તેજીથી વધી રહી છે. ઓનલાઈન બિઝનેસથી આગળ વધી એમેઝોન હવે ઈકોસિસ્ટમ બની ચૂક્યુ છે. એમેઝોને પ્રયોગ કરવા અને નિષ્ફળ જવા પર ક્યારેય પીછે હટ કરી નથી. આજે તેનો સૌથી વધુ લાભ મળી રહ્યો છે. આગામી સમયમાં એમેઝોન ટોચ પર સ્થાન જાળવશે. ટોપ-10માં માત્ર બે બ્રાન્ડની વેલ્યુ એક વર્ષમાં ઘટી છે. 

ટોપ-100 બ્રાન્ડની વેલ્યુ સ્પેન, કોરિયા, અને રશિયાની જીડીપીને સમકક્ષ 

યાદીમાં સામેલ ટોપ-100 બ્રાન્ડની વેલ્યુ એક વર્ષમાં રૂ. 23 લાખ કરોડ વધી છે. જેની કુલ બ્રાન્ડ વેલ્યુ રૂ. 329 લાખ કરોડ થઈ છે. સ્પેન, કોરિયા, અને રશિયાની કુલ જીડીપીના સમકક્ષ છે. ટોપ-100 બ્રાન્ડની વેલ્યુ એક વર્ષમાં 7 ટકાના દરે વધી છે. જે વૈશ્વિક જીડીપી ગ્રોથ કરતાં બમણી છે. 

ટોપ-10 વેલ્યુએબલ બ્રાન્ડ (આંકડા રૂ. લાખ કરોડમાં) 

રેન્કબ્રાન્ડવેલ્યુ 
1એમેઝોન21.90
2એપલ21.49 
3ગુગલ21.46 
4માઈક્રોસોફ્ટ17.4
5વીસા12.3
6ફેસબુક11.0
7અલીબાબા9.11 
8ટેનસેન્ટ9.08 
9એટીએન્ડટી7.52 
   

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સન્માનજનક સ્થિતિ બનશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર વિજય પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી વધારે ઉત્સાહ રહેશે. ...

વધુ વાંચો