એમેઝોન / વોઈસ કમાન્ડ એલેક્સાની મદદથી સિનેમાની ટિકિટ બુક કરી શકાશે

Amazon Alexa will soon help you to book cinema ticket and resturant as well as taxi

  • લાસ વેગાસમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કોન્ફરન્સમાં એમેઝોને એલેક્સાનુ અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યુ
  • રેસ્ટોરાંમાં જમવા અને ટેક્સી બુકિંગની સેવાઓ પણ શક્ય 

Divyabhaskar.com

Jun 08, 2019, 10:33 AM IST

ગેજેટ ડેસ્ક: સ્માર્ટ સ્પીકર્સનો ઉપયોગ વિશ્વભરમાં ઝડપથી વધી રહ્યો છે. આ ક્ષેત્રમાં એમેઝોન હાલ દુનિયાની સૌથી મોટી કંપની છે. તેની વોઈસ કમાન્ડ સિસ્ટમ એલેક્સાનો ઉપયોગ અત્યારસુધી ગીત સાંભળવા, લાઈટ ઓન-ઓફ કરવા, સમાચાર સાંભળવા, અને સામાન્ય જ્ઞાન સાથે જોડાયેલા સવાલોના જવાબ હાંસિલ કરવા વધુ થતો હતો, પરંતુ ટૂંકસમયમાં તમે એલેક્સાની મદદથી વિકેન્ડ પર પોતાની સાંજ પ્લાન કરી શકશો.

જટિલ કાર્યો સરળ થશે
આ સુવિધા થોડા મહિનામાં જ લોન્ચ કરાશે. એમેઝોને આ અંગેની જાણકારી લાસ વેગાસમાં ચાલી રહેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કોન્ફરન્સમાં આપી છે. એમેઝોનના વાઈસ પ્રેસિડન્ટ અને હેટ સાયન્ટિસ્ટ રોહિત પ્રસાદે પોતાના પ્રેઝેન્ટેશનમાં જણાવ્યુ છે કે, એલેક્સાની મદદથી જટિલ કાર્યો સરળતાથી કરી શકાશે. એલેક્સા વડે ફિલ્મની ટિકિટ પણ બુક કરી હતી.

બુકિંગનો ડેમો આપ્યો
એલેક્સાએ ટિકિટ બુકિંગ કર્યા બાદ યુઝરને પુછ્યુ હતુ કે, તે સિનેમા હોલ નજીક રેસ્ટોરાંમાં જમવાનુ પસંદ કરશે? હા જવાબ મળતાં એલેક્સાએ રેસ્ટોરાંમાં ટેબલ પણ બુક કર્યો હતો. અને બાદમાં ત્યાં જવા માટે ટેક્સીનો ઉપયોગ કરશો કે નહીંનો પ્રશ્ન પણ પુછ્યો હતો. હા જવાબમાં તેણે ઉબેર કેબનુ બુકિંગ કરાવ્યુ હતુ. રોહિતે જણાવ્યુ હતુ કે, આ ત્રણ કામ પૂરા કરવા માટે એલેક્સા અને યુઝર વચ્ચે આશરે 40 વખત સંવાદ કરવાની જરૂર પડતી હતી. જે હવે માત્ર 13 વખતની વાતચીતમાં શક્ય બનશે. જેમાં માત્ર 1થી 2 મિનિટનો સમય લાગશે.

એઆઈ ટેક્નોલોજીની મદદ
જટિલ કાર્યોને સરળતાથી પૂરા કરવા એલેક્સા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદ લે છે. તે યુઝરની વાત સમજવાની સાથે તેને સલાહ પણ આવે છે. એમેઝોને તેના માટે ક્રોસ સ્કિલ એખ્શન પ્રિડિક્ટર નામના સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે. જેની મદદથી એલેક્સા યુઝર દ્વારા આપવામાં આવેલા કમાન્ડ પર એક્શન આપે છે. તેમજ યુઝરને અન્ય ભલામણો પણ કરે છે.

અમેરિકામાં આ વર્ષે ડ્રોન મારફત ડિલિવરી શરૂ કરાશે
એમેઝોને કોન્ફરન્સમાં સામાનની ડિલિવરી કરતુ નવુ ડ્રોન પણ પ્રદર્શિત કર્યુ હતું. આ ડ્રોન 2.3 કિગ્રા વજનનો સામાન 24 કિલોમીટર સુધી ડિલિવરી કરવા સક્ષમ છે. એમેઝોન અનુસાર, આ સર્વિસ થોડા મહિનામાં શરૂ કરાશે. સર્વિસ ક્યાંથી શરૂ થશે તેની જાણ કરી નથી. અમેરિકી એવિએશન ડિપાર્ટમેન્ટ જણાવ્યુ છે કે, કંપનીને અમેરિકામાં ડ્રોન ડિલિવરીનુ લાયસન્સ મળી ચૂક્યુ છે. આથી તેની શરૂઆત અમેરિકાથી થવાના સંકેત છે.

X
Amazon Alexa will soon help you to book cinema ticket and resturant as well as taxi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી