ઓફર / એરટેલ તેના પ્લેટિનમ કસ્ટમર્સને 'શો એકેડમી'નાં અભ્યાસક્રમો ફ્રીમાં ઓફર કરી રહી છે

Airtel is offering its Shaw Academy courses free of cost to its Paltanam customers

Divyabhaskar.com

Jul 11, 2019, 03:42 PM IST

ગેજેટ ડેસ્ક. ટેલિકોમ કંપની ભારતી એરટેલે ગ્રાહકોને ઑનલાઇન અભ્યાસક્રમોની મફત તક આપવા માટે એડ-ટેક પ્લેટફોર્મ 'શો એકેડેમી' સાથે ભાગીદારી કરી છે. જેમાં કંપનીના પ્લેટિનમ કસ્ટમર્સને ફ્રીમાં અભ્યાસક્રમની તક મળશે. બુધવારે એરટેલે નિવેદન આપી જણાવ્યું હતું કે, #AirtelThanks programme હેઠળ ભારતી એરટેલ હવે આઇરિશ અને ભારત સ્થિત ગ્લોબલ એડ-ટેક 'શો એકેડેમી' સાથે ભાગીદારી કરી છે. જેના થકી પોતાના મોબાઇલ ગ્રાહકોને લોકપ્રિય ઑનલાઇન અભ્યાસક્રમો પ્રદાન કરવા માટે આ પ્રોગ્રામ ઉપયોગી બની રહેશે.

એરટેલ પ્લેટિનમ ગ્રાહકોને આ યોજનાના ફાયદા મળશે. જેના ભાગરૂપે રૂપિયા 6,000ની કિંમતના એક વર્ષનાં અભ્યાસક્રમોમાં મફત પ્રવેશ મળશે. શો એકેડેમી જે સંગીત, ફોટોગ્રાફી, ભાષા, માવજત, નાણાકીય વેપાર સહિત પ્રાયોગિક કુશળતા અંગેના વિષયોને કેન્દ્રિત અભ્યાસક્રમો પુરાં પાડે છે.

ગત મહિને એરટેલે તેના ગ્રાહકો માટે પુરસ્કાર પ્રોગ્રામને પ્રસ્તુત કર્યો હતો. જેમાં જાહેરાત કરી હતી કે, હવે ગ્રાહકો તેમના 'વી-ફાઇબર' હોમ બ્રોડબેન્ડ કનેક્શન પર વિશેષ લાભ મળશે. રૂપિયા 1,099 અથવા તેથી વધુનું એરટેલ 'વી-ફાઇબર' હોમ બ્રોડબેન્ડ ધરાવતા ગ્રાહકો રૂપિયા 10ના ભાડા સાથે આ સુવિધાનો લાભ મેળવી શકે છે. #AirtelThanks programme હેઠળ વધારાનાં લાભમાં કસ્ટમર્સ નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, ઝી 5 અને એરટેલ ટીવીનું સબ્સ્ક્રિપ્શન્સ શામેલ છે

અગાઉ જૂનમાં એરટેલે પ્રિપેઈડ અને પોસ્ટપેઇડ મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સ માટે મફત હેલો ટ્યુન્સની જાહેરાત કરી હતી, જે એરટેલટૅંક્સના એવોર્ડ પ્રોગ્રામ રૂપિયા 129 અને તેથી ઉપરનાં પ્લાન સાથે લાગુ કરવામાં આવ્યું હતું.

X
Airtel is offering its Shaw Academy courses free of cost to its Paltanam customers
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી