ન્યૂ પ્લાન / એરટેલનાં નવા ડેટા પ્રિપેઈડ પ્લાન, પોર્ટફોલિયોમાં સૌથી સસ્તો 28 રૂપિયાનો પ્લાન

Airtel new data prepaid plan, the cheapest plan of rs 28 on 28 days validity

Divyabhaskar.com

Jun 20, 2019, 01:14 PM IST

ગેજેટ ડેસ્ક. ભારતી એરટેલ હાલ તેની માર્કેટ સ્ટ્રેટેજીમાં ઘણા ફેરફાર કરી રહી છે. જિયોની માર્કેટમાં એન્ટ્રી થયા પછી એરટેલે પોતાનાં ડેટા ટેરિફમાં અનેક ફેરફાર કર્યા છે. એરટેલનાં પ્રિપેઈડ પોર્ટફોલિયો પર નજર કરીએ તો તેમાં કેટલાંક સ્માર્ટ રિચાર્જ પ્લાન, ટોકટાઈમ પ્લાન, ISD પેક અને કોમ્બો પ્લાનનો સમાવેશ થાય છે. એરટેલ દ્વારા વર્તમાન સમયમાં પ્રસ્તુત કરવામાં આવેલા કેટલાંક પ્લાન અહીં દર્શાવ્યા છે

28 રૂપિયાનો પ્લાન

એરટેલનાં 28 રૂપિયાનાં પ્લાનમાં ગ્રાહકોને 500MB ડેટા આપવામાં આવે છે. કંપનીએ આ પ્લાનની વેલિટિડી 28 દિવસની રાખી છે. આ પ્લાન ફીચર ફોન યુઝર્સ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ પ્લાનને બીજા પ્રિપેઈડ પ્લાન સાથે ડેટા બૂસ્ટ કરીને પણ વાપરી શકાય છે.

48 રૂપિયાનો પ્લાન

રૂપિયા 48નો પ્રિપેઈડ પ્લાન 28 રૂપિયા વાળા પ્લાન કરતા થોડો મોંઘો છે પરંતુ તેમાં 3GB ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની જ છે. સસ્તામાં વધુ ડેટા મેળવવા ઈચ્છતા ગ્રાહકો માટે આ પ્લાન બેસ્ટ છે.

92 રૂપિયાનો પ્લાન

આ પ્લાન થોડો અલગ છે, જેમાં 7 દિવસની વેલિટિડી દરમિયાન 6GB ડેટા મળે છે. આ પ્લાન એવા લોકો માટે છે જેઓ એક દિવસમાં 600MB કરતાં વધુ ડેટાનો વપરાશ કરે છે. એટલેકે ઓનલાઈન વીડિયો જોતા અને સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરતા યુઝર્સ માટે આ પ્લાન ઉપયોગી સાબિત થાય તેમ છે.

98 રૂપિયાનો પ્લાન

એરટેલે છેલ્લે પોતાના ડેટા પ્રિપેઈડ પોર્ટફોલિયોમાં સૌથી મોંઘો પ્લાન 98 રૂપિયાનો રાખ્યો છે. આ પ્લાનની વાત કરવામાં આવે તો તેમાં 6GB ડેટા મળશે. જોકે તેની વેલિડિટી પણ 28 દિવસની જ છે. આ પ્લાન એવા ગ્રાહકો માટે બેસ્ટ છે જેમને વર્તમાન પ્લાન સાથે એડિશનલ ડેટાની જરૂર પડતી હોય.

X
Airtel new data prepaid plan, the cheapest plan of rs 28 on 28 days validity
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી