અપકમિંગ / ચીન પછી ભારતમાં 'ઓનર બેન્ડ 5' લોન્ચ થશે, 14 દિવસનું બેટરી બેકઅપ અને હાર્ટ રેટ મોનિટર જેવા ફીચર સામેલ

After China 'Honor Band 5' launches in India, features like 14-day battery backup and heart rate monitor

 

  • ચીનમાં લોન્ચ થયેલા ઓનર બેન્ડ 6માં બ્લડ ઓક્સિજન લેવલ સેન્સર પણ છે
  • તેના સ્ટાન્ડર્ડ વેરિઅન્ટની કિંમત 1,800 રૂપિયા અને NFC વેરિઅન્ટની કિંમત 2,100 રૂપિયા હોઈ શકે છે.

Divyabhaskar.com

Aug 09, 2019, 04:20 PM IST

ગેજેટ ડેસ્ક. ચીનની ટેક કંપની ઓનર પોતાની 'બેન્ડ 5' ફિટનેસ બેન્ડને જલ્દી ભારતીય માર્કેટમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. ગત મહિને ચીનમાં તેને લોન્ચ કરવામાં આવી હતી. તેમાં કલર ડિસ્પ્લે પેનલ, 5 ATM વોટર રેઝિસ્ટન્ટ કેપેબિલિટી, સ્પોર્ટસ મોડ, હાર્ટ રેટ મોનિટર જેવા ફિચરથી સજ્જ છે. અત્યારે કંપનીએ ભારતમાં તેની કિંમત અને ઉપલબ્ધતા વિશે કોઈ જાણકારી નથી આપી. પરંતુ એટલું નક્કી છે કે, તેનું વેચાણ ‘ફ્લિપકાર્ટ’ પર કરવામાં આવશે. સ્ટાન્ડર્ડ અને એનએફસી બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે.

ભારતમાં કિંમત

કંપનીએ અત્યારે ઓનર બેન્ડ 5ની કિંમત અને લોન્ચિંગ ડેટ અંગે કોઈ માહિતી નથી આપી. કંપનીએ જણાવ્યું કે, તેને ફ્લિપકાર્ટ પર વેચવામાં આવશે. તો બીજી તરફ ફ્લિપકાર્ટ પર તેના ડેડિકેટેડ પેજ પર નોટિફાય બટન પણ લાઈવ કરવામાં આવ્યું છે. ફ્લિપકાર્ટે આ ફિટનેસ બેન્ડ માટે રજિસ્ટ્રેશન શરૂ કરી દીધું છે, જેના માટે ‘Notify Me’ બટન લાઈવ થઈ ગયું છે.

ચીનમાં તેના સ્ટાન્ડર્ડ વેરિઅન્ટની કિંમત 1,800 રૂપિયા છે, જ્યારે NFC વેરિઅન્ટની કિંમત 2,100 રૂપિયા છે. ભારતમાં પણ આટલી જ કિંમત લોન્ચ સમયે રાખવામાં આવે તેવી શક્યતા છે.

ફીચર્સ

બેન્ડમાં ફુલ કલર ડિસ્પ્લે છે. સ્વિમ સ્ટ્રોક રેકગ્નિશન, સ્માર્ટ સ્લીપ ટ્રેકર જેવાં ફીચર્સ છે. બ્લેક, બ્લુ અને લાઈટ પિંક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. બેન્ડ 5માં 0.95 ઈંચની AMOLED કલર ટચસ્ક્રીન છે, જે 2.5D કર્વ્ડ ગ્લાસ પ્રોટેક્શનથી સજ્જ છે. કંપનીએ જણાવ્યું કે, સિંગલ ચાર્જિંગમાં તે 14 દિવસ સુધી બેટરી ચાલે છે. તે ઉપરાંત તેમાં હાર્ટ રેટ મોનિટર, ઇન્ટેલિજન્ટ સ્લીપ મોનિટર. તે 10 અલગ અલગ પ્રકારની ગતિવિધિઓ જેમ કે, સાઈકલિંગ, રનિંગ, સ્વિમિંગને ટ્રેક કરે છે.

તે 5ATM વોટર રેઝિસ્ટન્ટ એટલે કે 50 મીટર ઊંડાં પાણીમાં પણ તે કામ કરી શકે છે. તેમાં રિમોટ કેમેરા, સ્માર્ટ રિમાઈન્ડર, ફાઈન્ડ યૂઝર ફોન જેવાં ફીચર પણ છે. યૂઝર બ્લુટૂથ દ્વારા બેન્ડને ફોન સાથે કનેક્ટ કરી શકે છે, જે હ્વાવે (Huwei) હેલ્થ એપથી કંટ્રોલ કરી શકાશે.ચીનમાં લોન્ચ કરવામાં આવેલા વેરિઅન્ટમાં બ્લડ ઓક્સિજન લેવલ સેન્સર પણ છે.

X
After China 'Honor Band 5' launches in India, features like 14-day battery backup and heart rate monitor
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી