ચીન / મગજ વાંચનારી 'બ્રેન ટોકર' ચિપ, માત્ર વિચારવાથી સ્માર્ટફોન કે કમ્પ્યૂટર કંટ્રોલ થશે

A mind reading chip that let you control a computer by just thinking
A mind reading chip that let you control a computer by just thinking

Divyabhaskar.com

Jun 08, 2019, 10:15 AM IST

ગેજેટ ડેસ્ક: ચીનમાં હાલમાં થયેલા વર્લ્ડ ઇન્ટેલિજન્સ કોંગ્રેસ દરમિયાન મગજ વાંચનારી ચિપ લોન્ચ કરવામાં આવી. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, આ ચિપ દ્વારા યુઝર પોતાના વિચારોની મદદથી સ્માર્ટફોનને કંટ્રોલ કરી શકે છે. ચિપને 'બ્રેન ટોકર' નામ આપ્યું છે. આ ચિપ મગજના વિદ્યુતીય તરંગોથી ચાલશે.

બ્રેન ટોકર ડિવાઇસને તિયાનજિન યુનિવર્સિટી અને ચાઈના ઇલેક્ટ્રોનિક કોર્પોરેશને મળીને બનાવ્યું છે.ચિપ મેકર્સનું કહેવું છે કે, કોઈ પણ આદેશ, મુવમેન્ટ કે બટન દબાવ્યા વગર જ સ્માર્ટફોન કે કમ્પ્યૂટરને નિયંત્રિત કરી શકાશે. આ ઉપરાંત અપંગ લોકોને પણ બ્રેન ટોકર મદદરૂપ થશે. તેમના વિચારવાથી વ્હીલચેર મુવમેન્ટ કરશે.

તિયાનજિન યુનિવર્સિટીના ડીન ડોંગ મિંગના જણાવ્યા પ્રમાણે, મગજથી કમ્પ્યૂટર કે સ્માર્ટફોન કરવાની ટેક્નીકનું ભવિષ્ય ઘણું સારું છે. બ્રેન ટોકર ચિપ મગજ અને સ્માર્ટફોન વચ્ચે એક ઇન્ટરફેસ ટેક્નોલોજીની જેમ કામ કરશે. બ્રેન ટોકરથી કમ્પ્યૂટર, સ્માર્ટફોન અને બીજા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પણ કન્ટ્રોલ કરી શકાય છે. સાથે જ મેડિકલ, શિક્ષણ, સુરક્ષા અને મનોરંજનમાં પણ તેનો ઉપયોગ શક્ય છે.

X
A mind reading chip that let you control a computer by just thinking
A mind reading chip that let you control a computer by just thinking

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી