ઓનલાઈ મ્યુઝિક / ભારતમાં યૂટ્યૂબે લોન્ચ કરી પ્રિમિયમ મ્યુઝિક સેવા, માત્ર 99 રૂપિયામાં મળશે સર્વિસ

Youtube launch premium music app in india
X
Youtube launch premium music app in india

  • આ મ્યુઝિક સર્વિસમાં કોઈ જાહેરખબર ડિસ્ટર્બ નહીં કરે
  • એપ ડાઉનલોડ કરીને ઓનલાઈન વેબ પ્લેયરની જેમ જ ચલાવી શકાશે
  • ભારતમાં તેની હિન્દી, અંગ્રેજી સહિત 11 ભાષાઓની લાયબ્રેરીમાં લાખો ગીતો ઉપલબ્ધ

Divyabhaskar.com

Mar 14, 2019, 03:58 PM IST
ગેજેટ ડેસ્ક. ભારતમાં વર્ષે 3000 કરોડ કરતા વધુ ડિજિટલ મ્યુઝિક માર્કેટમાં હવે ગુગલે પણ એન્ટ્રી કરી છે. તેણે પોતાની વીડિયો સ્ટ્રિમિંગ સાઈટ યૂટ્યૂબની બે મ્યુઝિક સેવાઓ યૂટ્યૂબ મ્યુઝિક અને પ્રિમિયમ સેવા સત્તાવાર રીતે લોન્ચ કરી દીધી છે. આ બંને સુવિધાઓ જૂન 2018થી જ અમેરિકા સહિત 17 દેશોમાં પ્રસ્તુત કરી હતી. આઠ મહિના પછી હવે ભારતમાં પણ આ સેવાને ઓફિસિઅલી લોન્ચ કરી છે.

ત્રણ મહિનાનું સબસ્ક્રિપ્શન ફ્રી મળશે

આ યૂટ્યૂબની આ સેવા જે હાલ માર્કેટમાં પહેલેથી જ ઉપલબ્ધ સાવન, ગાના અને હમણાં જ લોન્ચ થયેલી સ્પોટિફાયને ટક્કર આપશે. તેમાં કંપની બે પ્રકારની સેવા પુરી પાડશે. જેમાં યૂટ્યૂબ મ્યુઝિક ફ્રી જે એડ સાથે આવશે. તો બીજી સુવિધામાં યૂટ્યૂબ મ્યુઝિક પ્રિમિયમ હશે જેના માટે યૂઝર્સે મહિના 99 રૂપિયા ચૂકવવાના રહેશે. યૂટ્યૂબ મ્યુઝિક પ્રિમિયમનું શરૂઆતનાં ત્રણ મહિનાનું સબસ્ક્રિપ્શન ફ્રી ઓફર સાથે મળશે. જોકે આ ત્રણ મહિનાની ઓફરનો લાભ તેમને જ મળશે જેમણે અત્યાર સુધી ગુગલની કોઈજ પ્રિમિયમ સુવિધાનો ઉપયોગ નથી કર્યો.
2. યૂટ્યૂબ મ્યુઝિક સર્વિસ
યૂટ્યૂબ મ્યુઝિક સર્વિસ પર ઓરિજિનલ સોંગ્સ, આલ્બમ, હજારો પ્લે લિસ્ટ સાથે આર્ટિસ્ટ રેડિયો પણ મળી રહેશે. તો રિમિક્ષ, લાઈવ પર્ફોર્મન્સ, કવર સોન્ગસ અને મ્યુઝિક વીડિયોનું યૂટ્યૂબ કેટલોગ બનાવશે.
3. યૂટ્યૂબ પ્રિમિયમ મ્યૂઝિક સર્વિસ
યૂટ્યૂબ પ્રિમિયમ મ્યુઝિક સર્વિસ 99 રૂપિયાના માસિક ભાડા ઉપર મળશે. તેની સાથે યૂટ્યૂબ પ્રિમિયમ મ્યુઝિકની એક મહિનાની ફ્રી મેમ્બરશીપ મળશે. સાથોસાથ પ્રિમિયમ યૂઝર્સને યૂટ્યૂબ ઓરિજિનલ્સ જેવા કે Cobra Kai નો એડ ફ્રી એક્સ્પિરિઅન્સ મળશે. આવા યૂઝર્સ રેગ્યૂલર યૂટ્યૂબ એપ પર પણ બેકગ્રાઉન્ડમાં વીડિયો પ્લે કરી શકશે અને તેમને ઓફલાઈન ડાઉનલોડ્સનો ઓપ્શન પણ મળી રહેશે.
4. યૂટ્યૂબ મ્યૂઝિકની 5 ખાસિયતો
આ એપ સંપૂર્ણપણે પર્સનલાઈઝ છે. તેમાં ઘણા ઓપ્શન મળી રહેશે. યુઝર્સ તેની પસંદગીના આર્ટિસ્ટ, જૉનર, ટાઈપ સહિતના પસંદગીના ઓપ્શન મેળવી શકશે. 
યૂઝર્સ લેટેસ્ટ એમપીથ્રી સોન્ગ્સની સાથે તેના વીડિયો પણ જોઈ શકશે. તેને મીનીમાઈઝ કરવા ઉપર પણ સોન્ગ ચાલતા જ રહેશે. એટલે કે યૂઝર બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક સાંભળી શકશે. હાલમાં યૂટ્યૂબમાં આવી સુવિધા ઉપલબ્ધ નથી. 
આ એપમાં યુઝર તેના પસંદગીના આર્ટિસ્ટને સિલેક્ટ કરે એટલે તરજ જ આપોઆપ તેનાં જ ગીતો યુઝરને સાંભળવા મળશે. સાથે તેને મળતા આવાત અન્ય ગીતો પણ સજેસ્ટ કરવામાં આવશે. અત્યાર સુધીનું આ સૌથી સારું ફીચર છે.
એપ યુઝરને ગીતો ડાઉનલોડ કરવાની પરમીશન મળે છે. તેની સાથે યૂઝર પોતાની પસંદગીનું આલ્બમ પણ બનાવી શકે છે. આ એપમાં અન્ય કોઈ માહિતી સર્ચ કરવા માંગતા હોય તો તેને પણ ગુગલે સરળ બનાવી દીધું છે.
યુઝર્સ જો એડ વિના ગીતો સાંભળવા ઈચ્છતા હોય તો તેના માટે યૂટ્યૂબનું પ્રિમિયમ વર્ઝન લેવું પડશે. અને તેના માટે યૂઝરે મહિને રૂપિયા 99 ચૂકવવાના રહેશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી