અપકમિંગ / 24 એપ્રિલના રોજ લોન્ચ થશે રેડમી Y3,જેમાં મળશે 34MPનો સેલ્ફી કેમેરા

xiaomi launch redmi y 3 on 24 april with 34mp selfy cemera
X
xiaomi launch redmi y 3 on 24 april with 34mp selfy cemera

  • રેડમી વાય 3 ના ફ્રંટ કેમેરામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જાડાયેલા ફીચર્સ આપવામાં આવશે
  • આ સ્માર્ટફોનમાં 5.99 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવશે

divyabhaskar.com

Apr 16, 2019, 04:20 PM IST

ગેજેટ ડેસ્ક. ચીનની સ્માર્ટફોન બનાવતી કંપની શાઓમી ભારતમાં આ મહિને સેલ્ફી માટે ખાસ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ એલાન કર્યું છે કે 24 એપ્રિલના રોજ Y સિરીઝનો સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે. હજી સુધી કંપની દ્વારા આ ફોન વિશે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ આશા છે કે સ્માર્ટફોન Redmi Y3 હશે. આ સ્માર્ટફોનમાં 32 મેગા પિક્સલનો સેલ્ફી કેમેરા મળશે.


 

રેડમી નોટ 7 સિરીઝની જેમ જ વોટર ડ્રોપ સ્ટાઇલ નૉચ આપી છે

કંપનીએ અપકમિંગ ફોન વિશે ટીઝર જાહેર કર્યું છે. તેમાં રેડમી નોટ 7 સિરીઝની જેમ જ વોટર ડ્રોપ સ્ટાઇલ નૉચ આપી છે. આ અગાઉ કંપનીએ Y સિરીઝના 2 સ્માર્ટફોન્સ- રેડમી વાય અને રેડમી વાય 2 ફોન લોન્ચ કર્યા છે. જો કે કંપનીએ હજી સુધી સ્માર્ટફોન  રેડમી વાય 3 વિશે કંપનીએ કોઇ પ્રકારની જાણ કરી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે રેડમી વાય 2 બાદ હવે આ ફોન રેડમી વાય 3 જ હશે.
રેડમી વાય 3 ના ફ્રંટ કેમેરામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જાડાયેલા ફીચર્સ આપવામાં આવશે. સેલ્ફી ઉપરાંત આ વખતે કંપની આ સ્માર્ટફોનમાં પાવરફૂલ બેટરી પણ આપશે. આ સ્માર્ટફોનમાં 5.99 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવશે તથા તેમાં Qualcomm Snapdragon 625 પ્રોસેસર પણ હોવાની આશા છે. 
આ સ્માર્ટફોન બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી શકે છે. એક વેરિએન્ટમાં 4જીબી રેમ અને બીજામાં 6જીબી રેમ આપવામાં આવી શકે છે. રેડમી વાય 3ની સાથે રિયર પેનલ પર 12 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલના બે કેમેરા આપવામાં આવશે. જેમાં પણ આર્ટિફિશિયલ અન્ટેલિજન્સ બેસ્ડ ફીચર્સ આપવામાં આવશે. 
રેડમી વાય 2માં ગોલ્ડ, ડાર્ક ગ્રે, બ્લ્યૂ, રોઝ ગોલ્ડ અને બ્લેક જેવા વિવિધ કલર વિકલ્પ મળશે. નવા રેડમી વાય 3ની કિંમતની વાત કરીએ તો રૂ. 12 હજારની અંદર જ લોન્ચ કરવામાં આવશે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી