ઓફર / વોડાફોન-આઇડિયાએ કેટલાંક યૂઝર્સને 1 વર્ષ ફ્રી નેટફ્લિક્સ સબ્સ્ક્રિપ્શન આપવાની જાહેરાત કરી

divyabhaskar.com

Apr 17, 2019, 04:57 PM IST
Vodafone Idea offering free Netflix for one year
X
Vodafone Idea offering free Netflix for one year

 • કંપની ભારતમાં 250 રૂપિયાનો સસ્તો પ્લાન લાવવાની તૈયારીમાં છે
 • Samsung Galaxy S10, S10 Plus કે S10eની ખરીદી વોડાફોનની સાઇટ કે માય વોડાફોન એપ દ્વારા જ કરવી પડશે
 • એક વર્ષ માટે નેટફ્લિક્સનો 6000 રૂપિયાના સબ્સ્ક્રિપ્શન વેલ્યુવાળો પ્લાન મળશે

ગેજેટ ડેસ્ક. નેટફ્લિક્સ ફ્રીમાં યૂઝ કરવા મળે તો? ભારતમાં છેલ્લા કેટલાંક સમયથી નેટફ્લિક્સનો ક્રેઝ ઘણો વધુ જોવા મળી રહ્યો છે. આ જ કારણથી કંપની ભારતમાં 250 રૂપિયાનો સસ્તો પ્લાન લાવવાની તૈયારીમાં છે. જો કે, હાલમાં આ પ્લાનનું માત્ર ટેસ્ટિંગ જ ચાલી રહ્યું છે. તથા અહેવાલો અનુસાર, આ પ્લાન માત્ર મોબાઇલ માટે જ હશે.

નેટફ્લિક્સે સેમસંગ સાથે પાર્ટનરશિપ કરી છે

1.ભારતની ટેલીકોમ કંપની વોડાફોન આઇડિયાએ કેટલાંક યૂઝર્સને 1 વર્ષ સુધી ફ્રી નેટફ્લિક્સ સબ્સ્ક્રિપ્શન આપવાની જાહેરાત કરી છે. આ ઓફર માટે નેટફ્લિક્સે સેમસંગ સાથે પાર્ટનરશિપ કરી છે. જો તમે ગેલેક્સી એસ10, ગેલેક્સી એસ10 પ્લસ અથવા ગેલેક્સી S10e ખરીદવા ઇચ્છો છો તો તમને આ ઓફરનો લાભ મળશે.
2.જો કે, આ ઓફરની શરત એ છે કે, તમારે Samsung Galaxy S10, S10 Plus કે S10eની ખરીદી વોડાફોનની સાઇટ કે માય વોડાફોન એપ દ્વારા જ કરવી પડશે. તો જ તમને ઓફરના લાભ મળશે. અન્ય કોઇ આઉટલેટ કે વેબસાઇટ પરથી ખરીદી કરવા પર 1 વર્ષ સુધી ફ્રી નેટફ્લિક્સની ઓફર નહીં મળે.
3.ઉલ્લેખનીય છે કે, કોઇ ટેલીકોમ કંપની પાસેથી સ્માર્ટફોન ખરીદવાનો અર્થ છે કે, તમારે તે ટેલીકોમ ઓપરેટર્સનો પ્લાન પણ ખરીદવો પડશે. 
4.આમ યૂઝર્સે Galaxy S10, S10 Plus અને Galaxy S10e માંથી કોઇ એક સ્માર્ટફોન સાથે વોડાફોન રેડ પોસ્ટપેડ પ્લાન ખરીદવાનો રહેશે. આ પ્લાનની ઓછામાં ઓછી કિંમત 499 રૂપિયા છે.
નેટફ્લિક્સનો આ પ્લાન ફ્રી મળશે
5.વોડાફોન આઇડિયા અનુસાર, 1 વર્ષ માટે નેટફ્લિક્સનો 6000 રૂપિયાના સબ્સ્ક્રિપ્શન વેલ્યૂવાળો પ્લાન મળશે. અર્થાત્ કંપની યૂઝરને નેટફ્લિક્સનો બેઝિક પ્લાન આપશે. જેની કિંમત 500 રૂપિયા દર મહિનાની છે. આ પ્લાન HD નથી, તેમાં માત્ર સ્ટાન્ડર્ડ ડેફિનેશન વીડિયોઝ જ જોઇ શકાશે. તેને માત્ર એક સ્ક્રીનમાં જ જોઇ શકાશે.
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી