અપકમિંગ / કંપની 2020ની શરૂઆતમાં લોન્ચ કરશે, Apple iPhone 8S

The company will launch Apple iPhone 8S in 2020
X
The company will launch Apple iPhone 8S in 2020

  • નેક્સ્ટ જનરેશન ફ્લેગશિપ આઇફોન-Phone 11 લોન્ચ કરશે
  • રિપોર્ટ અનુસાર, કંપની આઇફોન 8ના રિવાઇઝ્ડ વર્ઝન પર પણ કામ ચાલી રહ્યું છે

divyabhaskar.com

Apr 19, 2019, 11:24 AM IST
ગેજેટ ડેસ્ક. એપલ કંપની આ વર્ષના અંત એટલે કે 2020ની શરૂઆતમાં પોતાના નેક્સ્ટ જનરેશન ફ્લેગશિપ આઇફોન-Phone 11 લોન્ચ કરશે. આ વર્ષના અંત સુધી લોન્ચ થનારા આ આઇફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ અને રિવર્સ ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કંપની આઇફોન 8ના રિવાઇઝ્ડ વર્ઝન પર પણ કામ ચાલી રહ્યું છે. 

આઇફોન 8ની જેમ જ આઇફોન 8 એસમાં પણ લેન્સ રિયર કેમેરો સાથે આવશે

કંપની વર્ષ 2020ની શરૂઆતમાં આઇફોન 8નું નવું વર્ઝન લોન્ચ કરશે. તેનું નામ આઇફોન એસ8 (iPhone 8s)હશે. જેમાં 4.7 ઇંચની એલઇડી ડિસપ્લે આપવામાં આવશે. આ ફોનની સાથે કંપની એક વખત ફરી થિક બેઝલ અને ફિઝિકલ હોમ બટન ડિઝાઇન જોવા મળશે. 
આઇફોન 8ની જેમ જ આઇફોન 8 એસમાં પણ લેન્સ રિયર કેમેરો સાથે આવશે. જો કે 8 એસનું કેમેરા સેંસર, આ વર્ષે લોન્ચ થનારા આઇફોન એક્સ આઇ જેવું જ હશે. એક નવા આઇફોનમાં એપલ ખુદને A13 ચિપસેટ અને બેઝ વેરિએન્ટ 128જીબી સ્ટોરેજનું હશે.
રિપોર્ટ અનુસાર, કંપની 2020માં માર્ચ સુઘી આઇફોન 8 એસથી પરદો ઉઠાવશે. તેની અંદાજીત કિંમત રૂ. 46,000 હોઇ શકે છે. 
આઇફોન 11ની વાત કરીએ તો, આ આઇફોનમાં રિવર્સ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટથી સજ્જ હશે. જો કે આ કોઇ બ્રાન્ડ ન્યુ ફીચર નથી. અત્યારના સમયમાં હાઇએન્ડ સ્માર્ટફોન્સમાં આ ફીચર છે. હુવાવે મેટ 20 અને સેમસંગ એસ 10 સીરિઝના સ્માર્ટફોનમાં રિવર્સ વાયરલેસ ચાર્જિંગ ફીચર આપવામાં આવ્યું છે.
રિવર્સ ચાર્જિંગ ફીચરની નવા આઇફોન્સ બીજા એપલ ડિવાઇસને ચાર્જ કરી શકશે. જો એપલ આ ફીચરને નવા આઇફોન્સમાં સામેલ કરે તો આ આઇફોન્સ દમદાર બેટરી પણ આપવામાં આવશે.
રિપોર્ટ મુજબ, કંપની 18 ડબલ્યુ ફાસ્ટર ચાર્જરનો  ઉપયોગ કરશે. અત્યારના સમયમાં એપલ 5W USB-A ચાર્જરનો ઉપયોગ કરવામાં આવે છે. 
જો કે કંપની ચાર્જિંગ માટે USB-C કેબલનો ઉપયોગ થતો નથી. લેટેસ્ટ આઇપેડ પ્રોમાં એપલને USB-C કેબલ ચાર્જિંગનું ઓપ્શન આપવામાં આવ્યું છે. નેક્સ્ટ જનરેશન આઇફોન્સ લાઇટનિંગ પોર્ટનો ઉપયોગ કંપની ચાલુ જ રાખશે.
તાજેતરમાં જ લોન્ચ થયેલા આઇપેડ મિની અને આઇપેડ ઇયરમાં પણ લાઇટિંગ પોર્ટ આપવામાં આવ્યું છે. કંપની સપ્ટેમ્બર મહિનામાં એક ઇવેન્ટ દરમિયાન નવો આઇફોન લોન્ચ કરશે. જો કે હજી સુધી કંપની આ આઇફોન ભારતમાં ક્યારે લોન્ચ કરશે તે વિશે કોઇ માહિતી આપી નથી. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી