સ્માર્ટફોન / સેમસંગે ભારતમાં લોન્ચ કર્યો ગેલેક્સી A70, 20થી 30 એપ્રિલ દરમિયાન પ્રિ-બુકિંગ થશે

Samsung Galaxy A70 will be launching in India next week
X
Samsung Galaxy A70 will be launching in India next week

  • ભારતમાં ગેલેક્સી A70ની કિંમત રૂપિયા 28,990 રાખવામાં આવી છે
  • મે મહિનામાં લોન્ચ થશે ટ્રિપલ રોટેટિંગ કેમેરા વાળો સેમસંગ ગેલેક્સી A80
  • ગેલેક્સી એ સીરિઝના સ્માર્ટફોનમાં 20 લાખ યુનિટનું વેચાણ થયું

Divyabhaskar.com

Apr 17, 2019, 03:26 PM IST

ગેજેટ ડેસ્ક. દક્ષિણ કોરિયાઈ મોબાઈલ ઉત્પાદક કંપની સેમસંગ આખરે તેનો ગેલેક્સી A70 સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. જ્યારે મે મહિનામાં ગેલેક્સી A80 ફોન લોન્ચ કરવામાં આવશે. ભારતમાં ગેલેક્સી A70ની કિંમત રૂપિયા 28,990 રાખવામાં આવી છે. જે 6જીબી રેમ + 128 જીબી સ્ટોરેજમાં ઉપલબ્ધ થશે. આ ફોન હાલમાં બ્લેક, બ્લ્યૂ અને વ્હાઈટ કલરમાં ઉપલબ્ધ છે. તો 6.7 ઈંચની ડિસ્પ્લે અને 4500mAhની બેટરી મળી રહેશે.

સેમસંગે જણાવ્યું કે, Galaxy A70નું પ્રિ બુકિંગ 20 એપ્રિલથી શરૂ થઈ 30 એપ્રિલ સુધી ચાલશે. પ્રિ-બુકિંગ કરનાર ગ્રાહકોને રૂપિયા 3,799 વાળા Samsung U Flex Bluetooth હેડસેટને માત્ર 999 રૂપિયામાં આપવામાં આવશે. ત્યારબાદ Galaxy A70 નું ઓફલાઈન વેચાણ 1 મેથી રિટેલ સ્ટોર, સેમસંગ ઓવલાઈન શોપ, સેમસંગ ઓપેરા હાઉસ અને ફ્લિપકાર્ટ ઉપર શરૂ થશે. સેમસંગ ગેલેક્સીને ગત મહિને જ ગ્લોબલ માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે. 

6.7 ઈંચની ડિસ્પ્લે અને 4500mAhની બેટરી

સેમસંગ ઈન્ડિયા હાલ ભારતમાં ચાઈનીઝ મોબાઈલ કંપનીઓ સાથે સ્પર્ધામાં ઉતરી આવી છે. ખાસ કરીને બજેટફોન અને મિડ સેગમેન્ટમાં આ સ્પર્ધા વધુ જોવા મળે છે. તેમાંથી પાર ઉતરવા માટે સેમસંગ એ સીરીઝના ફોન ઉપર વધુ ધ્યાન આપી રહ્યું છે. સેમસંગનાં એ સીરિઝનાં ફોન 10 હજારથી લઈને 50 હજાર રૂપિયા સુધીની કિંમતમાં ઉપલબ્ધ છે. 
ગેલેક્સી A70 સ્માર્ટફોનમાં 6.7 ઈંચની ઈનફિનિટી યૂ ડિસ્પ્લે મળશે. તેમાં 4500mAhની બેટરી હશે. તો સુપર ચાર્જિંગ ટેક્નોલોજી સાથે ટ્રિપલ કેમેરા સિસ્ટમ આપવામાં આવી છે. ગેલેક્સી A80માં પોપ અપ રોટેટિંગ ટ્રિપલ કેમેરા સિસ્ટમ આપી છે. 
3. ગેલેક્સી A70 ના સ્પેસિફિકેશન

 

ડિસ્પ્લે ટાઈપ સુપર AMOLED કેપેસિટિવ ટચસ્ક્રિન, 16M કલર
ડિસ્પ્લે સાઈઝ 6.7 ઈંચ
રિઝોલ્યૂઝન 1080*2400 પિક્સેલ
ઓએસ એન્ડ્રોઈડ 9.0 પાઈ
પ્રોસેરસ ક્લાવકોમ સ્નેપડ્રેગન 675, ઓક્ટાકોર, એડેનો 612
રેમ 6 જીબી/8જીબી
સ્ટોરેજ   128 જીબા (512 જીબી સુધી એક્સ્પાન્ડેબલ)
રિયર કેમેરા 32MP+8MP+5MP,LED ફ્લેશ, પેનોરમા, એચડીઆર
ફ્રન્ટ કેમેરા   32MP
સેન્સર  ફિંગર પ્રિન્ટ(ઈન ડિસ્પ્લે),એક્સીલેરોમીટર, જાયરો, પ્રોક્સિમિટી, કંપાસ
બેટરી નોન રિમૂવેબલ Li-Po 4500 mAh, ફાસ્ટ ચાર્જિંગ
કલર કોરલ, બ્લૂ, બ્લેક, વ્હાઈટ
4. સેમસંગે 40 દિવસમાં એ સીરિઝનાં 20 લાખ યુનિટ વેચ્યા
સેમસંગ ગેલેક્સીએ તેના એ સીરીઝના સ્માર્ટફોન લોન્ચ કર્યા પછી 40 દિવસમાં 20 લાખ યુનિટનું વેચાણ કર્યું છે. તેના વેચાણનો કુલ આંકડો 3500 કરોડ રૂપિયાને સ્પર્શી ગયો છે. સોમસંગે આ ફોન પહેલી માર્ચે લોન્ચ કર્યો હતો. સેસંગ ઈન્ડિયાના એસવીપી અને સીએમઓ રંજીવજીત સિંહે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, કંપની આ વર્ષે તેના 28,000 કરોડ રૂપિયાની રેવન્યૂના લક્ષ્યને હાંસલ કરવામાં સફળ રહેશે. આવનારા અઠવાડિયાઓમાં સેમસંગ તેના વધુ સ્માર્ટફોન ગેલેક્સી એ-80, એ-70 અને એ-2 લોન્ચ કરવાની છે. એ-2ની કિંમત ભારતમાં રૂપિયા 5290 રાખવામાં આવશે. જે કંપનીના સ્માર્ટફોનમાં એન્ટ્રીલેવલનો ફોન હશે. તો એ-80 ફોનમાં અનેક પ્રકારના ઈનોવેટિવ ફીચર્સ પણ સામેલ હશે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી