સ્માર્ટફોન / સેમસંગનાં બે સ્માર્ટફોન ગેલેક્સી A60 અને ગેલેક્સી A40s લોન્ચ

Divyabhaskar.com

Apr 18, 2019, 03:58 PM IST
Samsung Galaxy A60 and Galaxy A40s launch
X
Samsung Galaxy A60 and Galaxy A40s launch

ગેજેટ ડેસ્ક. સેમસંગે તેના બે નવા સ્માર્ટફોન ગેલેક્સી Galaxy A60 અને Galaxy A40sને ચાઈનીઝ માર્કેટમાં લોન્ચ કરી દીધા છે. Samsung Galaxy A60 સ્માર્ટફોન ઈન્ફિનિટી-ઓ ડિસ્પ્લે પેનલ અને પંચહોલ ડિઝાઈન સાથે આવે છે. જ્યારે Galaxy A40s ઈન્ફિનિટ-યૂ ડ્યૂઅલ પેનલ સાથે આવે છે. સેમસંગ બ્રાન્ડના આ બંને ફોન ટ્રીપલ કેમેરા સેટઅપ સાથે આવશે. ગેલેક્સી એ-60માં ક્વાલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર છે તો ગેલેક્સી એ40એસમાં સેમસંગ એક્સીનોસ 7904 ચિપેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવા સ્માર્ટફોન એનએફસી સપોર્ટ સાથે આવે છે.  

સેમસંગ ગેલેક્સી A60 અને A40sની કિંમત

1.ચાઈનીઝ માઈક્રોબ્લોગિંગ સાઈટ વીબોના રિપોર્ટ મુજબ ચાઈનીઝ માર્કેટમાં સેમસંગ ગેલેક્સી A60ની કિંમત 1999 ચીની યુઆન(અંદાજે 20,700 રૂપિયા) છે. આ કિંમતમાં 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ ઉપલબ્ધ થશે. જ્યારે સેમસંગ ગેલેક્સી A40sના 6 જીબી રેમ 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1499 ચીની યુઆન(અંદાજે 15,600 રૂપિયા)માં મળી રહેશે.
બંને ફોનના સ્પેસિફિકેશન અને ફીચર્સ
2.સેમસંગ ગેલેક્સી એ-60માં 6.3 ઈંચની ઈન્ફિનિટી-ઓ ડિસ્પ્લે છે. તો તેની સ્ક્રિન-ટૂ-બોડી રેશિયો 91.8 ટકાનો છે. આ ફોન સ્નેપડ્રેગન 675 પ્રોસેસર અને 6 જીબી રેમ સાથે આવે છે. ફોટો અને વીડીયો સેવ કરવા માટે તેને બે સ્ટોરેજ વેરિઅન્ટ 64 જીબી અને 128 જીબી સ્ટોરેજમાં ઉપલબ્ધ થશે. 
3.ગેલેક્સી એ-60ના ટ્રિપલ રિયર કેમેરા સેટઅપની વાત કરીએ તો 32 મેગા પિક્સેલનો પ્રાયમરી કેમેરા, 8 મેગા પિક્સેલનો સેકન્ડરી સેન્સર વાઈડ એન્ગલ લેસ સાથે અને ત્રીજો કેમેરા 5 મેગાપિક્સેલનો ડેપ્થ સેન્સર સાથેનો રહેશે. જ્યારે 32 મેગા પિક્સેલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનમાં પાછળના ભાગે ફીંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. સાથે 4500 એમએએચની બેટરી સાથે 25 વોટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે.
4.સેમસંગ ગેલેક્સી A40s માં 6.4 ઈંચની ઈન્ફિનિટી-યૂ ડિસ્પ્લે આપી છે. આ ફોન એક્સિનોસ 7904 ચિપસેટ સાથે આવે છે. ગેલેક્સી A40s માં ટ્રીપલ રિયર કેમેરા સેટઅપમાં 13 મેગાપિક્સેલનો પ્રાયમરી સેન્સર, 5 મેગાપિક્સેલનો સેકન્ડરી સેન્સર સુપર વાઈડ એન્ગર લેન્સ સાથે અને 5 મેગા પિક્સેલ સાથેનો ત્રીજો ટાઈમ-ઓફ-ફ્લાઈટ સેન્સર સાથેનો કેમેરા મળી રહેશે. તેમાં પાછળનાં ભાગે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. તો 5000એમએએચની બેટરી સાથે 15 વોટના ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે. 
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી