ઇનોવેશન / મિલાન ડિઝાઇન વીકના છેલ્લા દિવસે પેનાસોનિકે રજૂ કર્યું દુનિયાનું પહેલું ટ્રાન્સપરન્ટ ટીવી

divyabhaskar.com

Apr 17, 2019, 12:27 PM IST
panasonic transparent tv milan design week 2019
X
panasonic transparent tv milan design week 2019

 • પેનાસોનિકે આ ટીવીને સ્વિસ ફર્નિચર બ્રાન્ડ વિટરા સાથે મળીને ડિઝાઇન કર્યું છે
 • પેનાસોનિકે બનાવેલા વિટ્રીન નામના ટીવીની સ્ક્રીનને વૂડન ફ્રેમમાં ફીટ કરવામાં આવી છે
 • ટીવીને ઓન કરવાની સાથે તેની સ્ક્રીન વિવિડ OLED ડિસપ્લેમાં ફેરવાઇ જશે

ગેજેટ ડેસ્ક. અત્યારના સમયમાં સ્માર્ટ ટીવીના ક્ષેત્રમાં ઘણા ઇનોવેશન જોવા મળે છે. ઘણી કંપનીઓ ગ્રાહકો સુધી પહોંચવા માટે સસ્તા સ્માર્ટ ટીવીને બજારમાં લોન્ચ કરી રહી છે. તો ઘણી કંપનીઓ સ્માર્ટ ટીવીમાં નવા-નવા ઇનોવેશન કરી રહી છે. પેરિસ ખાતે યોજાયેલા મિલાન ડિઝાઇન વીક 2019માં પેનાસોનિકે દુનિયાનું પહેલુ ટ્રાન્સપરન્ટ (પારદર્શક)OLED સ્ક્રીન ટીવી વિટ્રીનને રજૂ કર્યું હતું. આ ટીવીની સ્ક્રીન ગ્લાસના કેબિનેટની જેમ દેખાય છે. પેનાસોનિકે આ ટીવીને સ્વિસ ફર્નિચર બ્રાન્ડ વિટરા સાથે મળીને ડિઝાઇન કર્યું છે. ટીવીને લાકડાની ફ્રેમમાં ફીટ કરવામાં આવ્યું છે.

વૂડન ફ્રેમમાં ફીટ છે દરેક ઇલેક્ટ્રોનિક એલિમેન્ટ્સ

1.આ ટીવીને ઓન કરવા પર તેની સ્ક્રીન વિવિડ OLED ડિસપ્લેમાં ફેરવાઇ જાય છે. તેની ટેક્નોલોજીકલ કંપોનેન્ટને વૂડન ફ્રેમમાં ફીટ કરવામાં આવી છે. વૂડન ફ્રેમ ટીવીના સ્ટેન્ડના રૂપમાં કામ કરે છે. તેની લાઇટિંગ એલિમેન્ટ યૂઝરને વધુ સારો અનુભવ આપશે. 
2.પેનાસોનિક અને વિટરાએ લગભગ બે વર્ષ સુધી આઇડિયા અને ટેક્નોલોજી પર કામ કરતા હતા.
3.પેનાસોનિકના માઇકલ શૉડોવિત્ઝે જણાવ્યું કે વિટ્રીનમાં એક નિષ્ક્રિય વસ્તુને જીવંત અને ગતિશીલ વસ્તુમાં બદલી શકાય છે. જેમાં વસ્તુઓ જોવાનો નજરીયો બદલ્યો છે. આ આર્ટ અને ડિવાઇનનો શ્રેષ્ઠ નમૂનો છે.
4.પેનાસોનિકે પોતાના આ ઇનોવેશનને મિલાન ડિઝાઇન વીક 2019ના છેલ્લા દિવસે રજૂ કર્યું હતું. જો કે બજારમાં આ ટીવીને ક્યારે લોન્ચ કરવામાં આવશે, તે વિશે કંપનીએ કોઇ માહિતી આપી ન હતી. મિલાન શો બાદ વિટ્રીનને ટોક્યો ખાતે પેનાસોનિકના ન્યૂ શો સ્પેસમાં ડિસ્પ્લે માટે રાખવામાં આવશે. 
આ શોમાં એલજીએ દુનિયાનું પહેલું રોલેબલ ટીવી રજૂ કર્યું
5.મિલાન ડિઝાઇ વીકમાં એલજીના પણ દુનિયાની પહેલુ રોલ થતુ ટીવી સિગ્નેચર OLED ટીવી Rને રજૂ કર્યું હતું. કંપનીએ આ ડિઝાઇન ફર્મ ફોસ્ટર પ્લસની સાથે મળીને ડિઝાઇન કર્યુ હતું. 
6.રોલ થતા ટીવીને ત્રણ અલગ અલગ મોડમાં ઉપયોગમાં લઇ શકાય છે. તે સાથે તેમાં ત્રણ પ્રકારની ડિસ્પ્લે સાઇઝ મળે છે. આ ડિઝાઇન કરવામાં કંપનીએ ખાસ ટેક્નીકનો ઉપયોગ કર્યો હતો. આ યૂઝરની કમાન્ડને અનુસાર કામ કરે છે. 
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી