તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નબિયાએ અલ્ફા નામનો સ્માર્ટફોન લોન્ચ કર્યો, જે હાથ પર પહેરી શકાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • નૂબિયા અલ્ફામાં આપવામાં આવેલ ટ્ચ ડાયલ પેડની મદદથી કોલિંગ અને મેસિંગ એપનો ઉપયોગ કરી શકાશે
 • f/2.2અપર્ચરની ક્ષમતાવાળો 5 મેગાપિક્સલ કેમેરો મળશે
 • ફોનમાં 4 ઇંચની ફ્લેક્સિબલ ઓએલઇડી ડિસ્પ્લે અને 1જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મળશે 
ગેજેટ ડેસ્ક.ચીનની મોબાઇલ કંપની જેડટીઇની દરેક બ્રાન્ડ નૂબિયાના બાર્સિલો ખાતે યોજાયેલા મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ(એમડબ્લ્યૂસી 2019)માં પોતાનો પહેલો વિયરેબલ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. નૂબિયા અલ્ફાના નામે લોન્ચ કરવામાં આવેલા આ વિયરેબલ સ્માર્ટફોનને યૂઝર પોતાના કાંડા પર સ્માર્ટવોચની જેમ પહેરી શકાશે. આ 4 ઇંચની ફ્લેક્સિબલ ઓએલઇડી ડિસ્પ્લેની સાથે લોન્ચ કરવામાં આવી છે.

1) સિંગલ ચાર્જિંગમાં બે દિવસ ફોન ચાલશે

આ ફોન બ્લ્યૂટૂથ અને ઇ-સિમ બંને વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. ઇ-સિમવાળા વેરિએન્ટ 4જીને સપોર્ટ કરે છે. બ્લ્યૂટૂથ વેરિએન્ટે સ્માર્ટફોન સાથે કનેક્ટ કરીને યૂઝ કરી શકાશે. નૂબિયા અલ્ફામાં આપવામાં આવેલ ટ્ચ ડાયલ પેડની મદદથી કોલિંગ અને મેસિંગ એપનો ઉપયોગ કરી શકાશે. તેમાં સ્નેપડ્રેગન વિયર 2100 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનમાં 500mAhની બેટરી પણ આપવામાં આવી છે. કંપની અનુસાર, જો આ વોચને એક વખત ચાર્જ કરવામાં આવે તો તેની બેટરી બે દિવસ સુધી ચાલે છે.

આ ઉપરાંત ગ્રાહકોને તેમાં f/2.2અપર્ચરની ક્ષમતાવાળો 5 મેગાપિક્સલ કેમેરો મળશે. આ ફોન સ્લીપ ટ્રેકિંગ અને હેલ્થ અસિસ્ટન્ટ ફીચરની સાથે આવશે. તેના બેક પેનલમાં હાર્ટ રેટ પર સેન્સર પણ આપવામાં આવશે. તેને વોઇસ કમાન્ડ અને હેન્ડ ગેસ્ચરની મદદથી કંટ્રોલ કરી શકાશે. ગેસ્ચર કંટ્રોલ ફીચરની મદદથી ફોનને ટ્ચ કર્યા વિના ફક્ત આંગળીઓની મદદથી ફોનને કંટ્રોલ કરી શકાશે.

ફોનમાં 1જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મળી રહે છે. તેનું ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ સિસ્ટમ પર બેસ્ડ છે. જેને કસ્ટમાઇઝ કસ્ટમાઇઝ કરવામાં આવી છે. આ ફોનની બાજુના ભાગમાં એક બટન આપવામાં આવ્યાં છે. તેમાંથી એક હોમ અને એક વોઇસ કંટ્રોલ બટન છે. ફોનના પહેલા બ્લેક બ્લ્યૂટૂથ વેરિએન્ટેડ એપ્રિલથી અમેરિકા અને યૂરોપમાં અવેલેબલ થાય છે. તેની કિંમત 449 યૂરો (લગભગરૂ.36,200) છે. ફોનના ઇ-સિમ વેરિએન્ટ જુલાઇથી સપ્ટેમ્બરમાં યૂરોપ અને અમેરિકામાં અવેલેબલ થશે. તે માટે ગ્રાહકોએ 549 યૂરો(લગભગ રૂ.44,300) ખર્ચ કરવો પડશે. ત્યાં ગોલ્ડ વેરિએન્ટની કિંમત લગભગ રૂ.52,400 છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો