તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતમાં 2018માં 13.7 કરોડ સ્માર્ટફોન વેચાયા, શાઓમીએ સૌથી વધુ 4.10 કરોડ ફોન વેચ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સિંગાપુરની રિસર્ચ ફર્મ કૈનાલિસે જાહેર કરેલા રિપોર્ટમાં વિગતો સામે આવી
 • વર્ષ 2017ની સરખામણીએ 2018માં 1.20 કરોડ વધુ ફોન વેચાયા
 • શાઓમીનો ભારતમાં માર્કેટ શેર 29.9 ટકા, તો 25.8 ટકા સાથે સેમસંગ બીજા નંબરે   
ગેજેટ ડેસ્ક. ભારતમાં વર્ષ 2017ની સરખામણીએ વર્ષ 2018માં સ્માર્ટફોનના વેચાણમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો હતો. સ્માર્ટ ફોનના વેચાણમાં ઈન્ડોનેશિયા, રસિયા અને ઈટાલી બાદ ભારત ચોથા ક્રમે રહ્યું છે.  આ અંગેનો એહેવાલ સિંગાપોરની રિસર્ચ ફર્મ કૈનાલિસના અહેવાલમાં આ વિગતો સામે આવી છે. કૈનાલિસના રિપોર્ટ મુબજ ભારતમાં ગત વર્ષે(2018)માં 13.70 કરોડ સ્માર્ટ ફોન વેચાયા હતા. વર્ષ 2017માં આ આંકડો 12.49 કરોડ હતો. એટલે કે વર્ષ 2017ની સરખામણીએ વર્ષ 2018માં 1.20 કરોડ ફોન વધુ વેચાયા હતા.  

1) શાઓમીનું માર્કેટ 20 ટકા વધ્યુ

કૈનાલિસના રિપોર્ટમાં સામે આવેલી વિગતો મુજબ 2018માં ચાઈનીઝ મોબાઈળ કંપની શાઓમીએ ભારતમાં સૌથી વધુ 4.10 કરોડ સ્માર્ટફોન વેચ્યા છે. જેના કારણે તેનું માર્કેટ શેર 29.9 ટકા રહ્યું હતું. આ આંકડાની સાથે જ શાઓમી ભારતમાં સ્માર્ટફોન માર્કેટમાં સૌથી આગળ રહી હતી. વર્ષ 2017માં શાઓમીએ 2.57 કરોડ સ્માર્ટ ફોન વેચ્યા હતા. જેની સામે સેમસંગના સ્માર્ટફોનનું વેચાણ 3.54 કરોડનું થયું હતું. પરંતુ તેનો માર્કેટ શેર 25.8 ટકા રહ્યો હતો.

અહેવાલ મુજબ વર્ષ 2018માં  વિશ્વરભરમાં સૌથી વધુ સ્માર્ટ ફોન 35 કરોડ જેટલા ચીનમાં વેચાયા હતા. બીજા નંબરે અમેરિકામાં 15 કરોડ સ્માર્ટફોનનું વેચાણ થયું હતું. જોકે આ બન્ને દેશોના સ્માર્ટફોનના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો સ્માર્ટફોનનો સૌથી વધુ ગ્રોથ ઈન્ડોનેશિયામાં રહ્યો હતો. અહીં વર્ષ 2017ની સરખામણીએ 2018માં 17.1 ટકા વધુ સ્માર્ટફોન વેચાયા હતા. ત્યારબાદ રસિયામાં સ્માર્ટફોન માર્કેટ 14.1 ટકા અને ઈટાલીમાં 10.0 ટકા વધ્યુ હતુ. ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં 10 ટકાની વૃધ્ધિ જોવા મળી હતી.

કૈનાલિસના અહેવાલ મુજબ  ચાઈનીઝ કંપનીઓ મોબાઈલ માટે ભારત મોટુ માર્કેટ બની રહ્યું છે. આ રિપોર્ટમાં જણાવ્યું છે કે, વર્ષ 2018ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં (ઓક્ટબરથી ડિસેમ્બરમાં) શાઓમીએ ચીનમાં 94 લાખ સ્માર્ટફોન વેચ્યા હતા. જેની સામે ભારતમાં આ સમયગાળામાં 1 લાખ કરતા વધુ સ્માર્ટ ફોન વેચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો