તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ વર્ષે આવનારા આઈફોન 11ના ફીચર્સ લીક, પ્રથમવાર રિયર પર મળશે ટ્રિપલ કેમેરા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઈફોન 11ની લીક થયેલી તસવીર - Divya Bhaskar
આઈફોન 11ની લીક થયેલી તસવીર
  • રિપોર્ટ મુજબ, સપ્ટેમ્બર 2019માં એપલ 3 નવા આઈફોન લોન્ચ કરશે
  • એમાંથી એક મોડલનું નામ આઈફોન XI, જ્યારે બીજા મોડલનું નામ XI Max હોઈ શકે છે
ગેજેટ ડેસ્ક. એમેરિકી ટેક કંપની એપલે થોડા મહિના પહેલા  ત્રણ આઈફોન XS, XS Max અને XR લોન્ચ કર્યા હતા, હવે કંપની તેની આગળની જનરેશનના આઈફોન પર કામ કરી રહી છે. ટેક વેબસાઈટ ડિજિટના રિપોર્ટ મુજબ, આઈફોન 11ના ફીચર્સ લીક થયા છે, જેમાં તેના રિયર પર ટ્રિપલ કેમેરા સેટઅપ જોવા મમળે છે અને એપલના કોઈ આઈફોનમાં ટ્રિપલ કેમેરા હોય તેવું પહેલીવાર હશે. રિપોર્ટ મુજબ, આઈફોન 11ને XIના નામથી લોન્ચ કરવામાં આવી શકે છે.

1) સ્કવેરમાં મળશે ત્રિપલ કેમેરા સેટઅપ

લીક્ડ ફીચર્સમાં એપલના આગામી આઈફોનની માત્ર રિયર પેનલ જ સામે એવી છે, જેમાં તેનો ત્રિપલ કેમેરા સેટઅપ દેખાઈ રહ્યો છે. આ કેમેરા સેટઅપ સ્કવેર શેપમાં જોવા મળે છે અને તેના પર એલઈડી ફલેશ પણ દેખાઈ રહી છે. ડિજિટે ઓનલીક્સના હવાલાથી લખ્યું છે કે એપલનો અપકમિંગ આઈફોન એન્જિનિયરિંગ વેલિડેશન ટેસ્ટ (ઈવીટી)ના તબક્કામાં છે અને આ ડિઝાઈન હજુ ફાઈનલ નથી, તેમાંં ફેરફાર પણ થઈ શકે છે.

ફોર્બ્સના રિપોર્ટ મુજબ એપલના નવા આઈફોનમાં 3ડી કેમેરો મળી શકે છે. વાસ્તવમાં 3ડી કેમેરા સેન્સર માટે એપલ સોની સાથે મળીને કામ કરી રહી છે. એવું પણ કહેવાય છે કે આ 3ડી કેમેરા સેન્સરને ફ્રન્ટમાં પણ ઉપયોગ કરી શકાશે.

રિપોર્ટ મુજબ , છેલ્લા બે વર્ષની જેમ આ વર્ષે પણ એપલ એકસાથે ત્રણ આઈફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તેમાંથી એકને iPhone XI નામથી લોન્ચ કરવામાં આવી શકે છે.જ્યારે બીજા મોડલને  iPhone XI Max નામથી મૂકવામાં આવી શકે છે અને ત્રીજો ફોન XRનું અપગ્રેડેડ વર્ઝન હોઈ શકે છે. આ ત્રણેય ફોન સપ્ટેમ્બરમાં લોન્ચ થાય તેવી શક્યતા છે. જોકે ભારતમાં આ ત્રણેય ફોન ઓક્ટોબરમાં લોન્ચ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...