iOS 13 અપડેટ / એપલ આઇફોન અને આઇપેડમાં લોન્ચ કરશે ડાર્ક મોડ થીમ

iOS 13 update in dark mode theme for apple iphone and ipad
X
iOS 13 update in dark mode theme for apple iphone and ipad

  • કંપની વર્લ્ડ ડેવલપર્સ કોન્ફોરન્સ ખાતે જૂન મહિનામાં ડાર્ક મોડ થીમ લોન્ચ કરશે
  • એપલ કંપની પોતાના લેપટોપ અને ડેસ્કટોપમાં ડાર્ક મોડ થીમ લોન્ચ કરી ચૂકી છે

divyabhaskar.com

Apr 17, 2019, 05:00 PM IST
ગેજેટ ડેસ્ક. યૂઝર્સને વધુ સારુ ડિવાઇસ પ્રોડક્ટિવિટી આપવા માટે ટેક કંપની એપલ iOS 13 અપડેટની સાથે આઇફોન અને આઇપેડ માટે ડાર્ક મોડ લોન્ચ કરવા જઇ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, રાતમાં એપલ ડિવાઇસના યુઝ કરવાથી આંખોને ઓછું દબાણ પડે. તેથી કંપની પોતાની દરેક આઇઓએસ એપમાં ડાર્ક મોડ આપવા જઇ રહી છે. કંપની વર્લ્ડ વાઇડ ડેવલપર્સ કોન્ફોરન્સમાં ડાર્ક મોડ થીમ લોન્ચ કરશે.

એપલની સાથે ગૂગલ પણ એન્ડ્રોઇડ Qની સાથે ડાર્ક મોડને લોન્ચ કરશે

ડાર્ક મોડ ઉપરાંત કંપની આઇપેડ માટે મલ્ટીટાસ્કિંગ પ્રોડક્ટિવિટી અને વધુ સારુ કરવા માટે પેનલ કિટને લાવા જઇ રહી છે. તેમાં એપની અલગ અલગ વિન્ડો ડાર્કની જેમ જ દેખાય છે. જેને ડ્રેગ કરીને કંટ્રોલ કરી શકાય છે.
રિપોર્ટ અનુસાર, યૂઝર્સને ડાર્ક મોડ બે ઓપ્શનમાં મળશે. જેમાં એક હાઇ કોન્ટ્રાસ ફીચર હશે, જે મોકઓએસમાં પણ હતું. 
એપલની સાથે ગૂગલ પણ એન્ડ્રોઇડ Qની સાથે ડાર્ક મોડને લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. 
આ ઉપરાંત ટ્વિટર, યૂટ્યૂબ, મેસેન્જર જેવી એપ પહેલા જ પોતાના યૂઝરને ડાર્ક મોડનું ઓપ્શન આપી ચુકી છે. સેમસંગ ગેલેક્સી એસ10માં નાઇટ મોડ ફીચરની અંદર ડાર્ક મોડનું ઓપ્શન મળે છે. 
કંપની iOS 13ની સાથે ઇ-મેઇલ એપમાં અને કેટેગરીઝને જોડાવા જઇ રહી છે. આ અપડેટ બાદ આઇઓએસ યૂઝર પોતાના ઇ-મેઇલને માર્કેટિંગ, પર્ચેસર, ટ્રેવલ જેવી અલગ-અલગ કેટેગરીમાં રાખી શકાય છે. એપલ રી-ડિઝાઇન રિમાઇન્ડર એપ, ન્યૂ વૉલ્યૂમ કંટ્રોલ અને નવા કી-બોર્ડને પણ રજૂ કરશે. જે અલગ અલગ ભાષાઓને સપોર્ટ કરશે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી