ન્યૂ ફોન / હુવાવેના સૌથી મોંઘા સ્માર્ટફોન P30 Proનું વેચાણ શરૂ, ઓફરમાં મળશે 16 હજારની ઘડિયાળ

Divyabhaskar.com

Apr 16, 2019, 09:56 AM IST
Huawei most expensive smartphone, P30 Pro selling starts on amazon
X
Huawei most expensive smartphone, P30 Pro selling starts on amazon

 • ફોનની ઓનલાઈન ખરીદી કરતા ગ્રાહકો રૂપિયા બે હજાર વધુ ચૂકવીને ઘડિયાળ મેળવી શકે
 • આ ફોનમાં ડ્યૂઅલ વીડિયો મોડ આપ્યો છે જેમાં એક સાથે બે વીડિયો જોઈ શકાય
 • કાર લોક-એનલોક કરવા માટે ડિજિટલ રિમોટ તરીકે વાપરી શકાય

ગેજેટ ડેસ્ક. ચાઈનીઝ મોબાઈલ ઉત્પાદક કંપની હુવાવેએ તેનો સૌથી મોંઘો ફોન P30 સીરીઝના બે નવી ફ્લોગશીપ સાથે હુવાવે P30 Pro લોન્ચ કર્યો છે. હુવાવે P30 Proનાં 8જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 71,990 રાખવામાં આવી છે. હાલ આ મોબાઈલને ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન ઉપરથી ઓનલાઈન વેચવામાં આવી રહ્યો છે. આ ફોન ખરીદનારા વધારાના રૂપિયા 2 હજાર ચૂકવીને રૂપિયા 16 હજારની કિંમત વાળી ઘડિયાળ ઓફરનાં રૂપમાં મેળવી શકે છે. કંપનીનું કહેવું છે કે 19 એપ્રિલથી આ ફોનનું ઓફલાઈન વેચાણ પણ કરવામાં આવશે. જે ખાસ કરીને ક્રોમા સ્ટોર ઉપરથી મળી રહેશે.

હુવાવે P30 Proની ખાસિયતો

1.

કંપનીએ સૌથી પહેલા આ ફ્લેગશિપ ડિવાઈસને પેરિસમાં એક ઈવેન્ટ દરમિયાન લોન્ચ કર્યો હતો. જે તેની ખાસ ડિઝાઈન અને સેટઅપને લઈને ખૂબ ચર્ચામાં રહ્યો હતો. કંપનીએ ગ્રાહકોને આ ફોન નો કોસ્ટ ઈએમઆઈ અને કેશબેક જેવી ઓફર સાથે આપી રહી છે. 

2.ફોનમાં કંપનીએ ઘણાબધાં ટોપ ઓફ ધ લાઈન ફીચર આપ્યા છે. હુવાવે P30 સીરીઝ સ્માર્ટફોન તેના કેમેરા સેટઅપ અને ટોપ લાઈન સ્પેસિફિકેશન માટે લોકપ્રિય છે. સ્ટોરેજના હિસાબે ફોન ત્રણ વેરિઅન્ટ(128 જીબી, 256 જીબી અને 512 જીબી)માં ઉપલબ્ધ છે. ફોનમાં 4,200 mAhની બેટરી આપવામાં આવી છે. 
3.હુવાવે પી30 પ્રો માં મોર્ડન ડિઝાઈન જોવા મળશે. જેમાં ખૂબ પાતળું સાઈડ બેઝલ છે. નાની ચીપ અને કર્વ એજ પણ આપવામાં આવ્યા છે. તેનો ફ્રન્ટ લૂક સેમસંગ ગેલેક્સી એસ9 સીરીઝ સ્માર્ટફોન સાથે મળતો આવે છે. ફોનમાં 6.47 ઈંચની OLED ડિસ્પ્લે આપી છે, જેમાં 2340*1080 નું રિઝોલ્યુશન મળે છે. 
4.હુવાવે પી30 પ્રોમાં ફોટોગ્રાફી માટે 40 મેગાપિક્સેલનો પ્રાયમરી કેમેરા, 20 મેગાપિક્સેલનો વાઈડ એંગલ સેકેન્ડરી કેમેરા, 8 મેગાપીક્સેલનો ત્રીજો કેમેરા જે પેરિસ્કોપ ઝૂમ સિસ્ટમથી સજ્જ છે. અને આ ફોનનો ચોથો કેમેરા જે ToF(ટાઈ ઓફ ફ્લાઈટ) છે જે 3D ફોટોને કેપ્ચર કરે છે. સેલ્ફી માટે ફોનમાં 32 મેગાપિક્સેલનો કેમેરા આપેલો છે.
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી