નવી શરૂઆત / ભારતમાં મોટાપાયે આઈફોનનું ઉત્પાદન શરૂ થશે: ફોક્સકોન

IPhone will start production in India say Foxconn
X
IPhone will start production in India say Foxconn

  • ગયા વર્ષે ભારતીયોએ 14 કરોડથી વધારે સ્માર્ટ ફોન ખરીદ્યા જેમાં એપલની ભાગીદારી 17 લાખની હતી 
  • આઈફોનની કિંમત વધુ હોવાથી એપલ ભારતમાં મોટો ખેલાડી નથી
  • ચીનમાં લેબર કોર્ટ ભારતની તુલનાએ ત્રણ ગણી વધુ છે

Divyabhaskar.com

Apr 16, 2019, 08:38 AM IST
ગેજેટ ડેસ્ક. ફોક્સફોન ટેકનોલોજી ગ્રૂપના ચેરમેન ટેરિગોઉએ કહ્યું છે કે ચાલુ વર્ષથી ભારતમાં આઈફોનનું મોટાભાગે ઉત્પાદન શરૂ થઈ જશે. ફોક્સકોન ટેકનોલોજી એપલ હેન્ડસેટનું એસેમ્બલ કરતી સૌથી મોટી કંપની છે. અત્યાર સુધી તે માત્ર ચીનમાં જ આઈફોનનું ઉત્પાદન કરી રહી છે. ગોઉએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ભારતમાં ઉત્પાદન શરૂ કરવા આમંત્રણ આપ્યું હતું. 

અત્યાર સુધી તેનું માત્ર ચીનમાં જ ઉત્પાદન થતું હતું

એપલ છેલ્લા કેટલાક સમયથી આઈફોનના જૂના મોડલનું ઉત્પાદન બેગ્લુરુ સ્થિત પ્લાન્ટમાં કરી રહી છે. પહેલાં ભારતમાં લેટેસ્ટ આઈફોનનું ટ્રાયલ પ્રોડક્શન હાથ ધરાશે. ગોઉએ કહ્યું કે ભવિષ્યમાં તેઓ ભારતની સ્માર્ટ ફોન ઇન્ડસ્ટ્રીમાં મોટી ભૂમિકા ભજવવા જઈ રહ્યાં છે. ભારત અત્યારે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું સ્માર્ટ ફોન માર્કેટ છે. ચીનમાં તેની ગતિ ધીમી પડી છે.
ચીનમાં એપલ તેની હરીફ કંપનીઓ હુવાવે અને સાઉમી સામે માર્કેટ ગુમાવી રહી છે. એપલ ફોનની કિંમત વધુ હોવાથી તે ભારતમાં મોટો ખેલાડી નથી. પરંતુ ભારતમાં ઉત્પાદન શરૂ કરવાથી કંપની 20 ટકા કસ્ટમ ડ્યુટી બચાવી શકશે. એક રિસર્ચ એનાલિસ્ટના જણાવ્યા મુજબ ફોક્સકોન માટે ચીનનું બજાર બહુ રહ્યું નથી. આ સાથે જ ત્યાંની લેબર કોસ્ટ ભારતની તુલનાએ ત્રણ ગણી વધુ છે. ભારત હવે વિકસતું સ્માર્ટ ફોન માર્કેટ છે. અહીં ડોમેસ્ટ્રીક કેપેસિટી ઘણી છે. આ સાથે જ નિકાસ હબ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય તેમ છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી