સેફ્ટી / વોટ્સએપ લાવશે નવું ફીચર, યુઝરની મરજી વિના ગ્રુપમાં એડ નહીં કરાય

whatsapp working on new feature group invitation
X
whatsapp working on new feature group invitation

  • વોટ્સએપ ગ્રુપમાં કોઇને એડ કરતા પહેલા તેની પરમિશન લેવી પડશે
  • આ ફીચર હાલ ડેવલપમેન્ટ સ્ટેજ પર, હાલમાં આઇઓએસના બીટા વર્ઝનમાં ઉપલબ્ધ
  • લાસ્ટ સીન બતાવવું કે હાઇડ રાખવું તેનું ઓપ્શન પણ મળશે

divyabhaskar.com

Feb 15, 2019, 11:46 AM IST

ગેજેટ ડેસ્ક. અત્યાર સુધી વોટ્સએપ ગ્રુપમાં યુઝર કોઇપણ વ્યક્તિને પોતાના ગ્રુપમાં એડ કરી શકતી હતી. ત્યાર બાદ જો યૂઝરને તે ગ્રુપ ન રહેવુ તો તેણે તે ગ્રુપ લેફ્ટ કરવું પડતું હતું. પરંતુ હવે વોટ્સએપ લાવી રહ્યું છે એક નવું ફીચર. જેથી હવે વોટ્સએપ ગ્રુપમાં એડ કરવા પર જે તે વ્યક્તિની પરવાનગી લેવી પડશે, ત્યાર બાદ જ કોઇ અન્યને ગ્રુપમાં એડ કરી શકાશે. આ ફીચર તે જ રીતે કામ કરશે જે રીતે લાસ્ટ સીન બતાવું છે કે હાઇડ રાખવું છે, તે રીતે ઓપ્શનમાં આવશે. 

 

WABetaInfoના અહેવાલ મુજબ 

વોટ્સએપની આઇઓએસ એપના બીટા વર્ઝનમાં ગ્રુપ ઇન્વિટેશન નામનું ફીચર જોવા મળ્યું છે. વોટ્સએપના આ ફીચર્સની દેખરેખ કરનારી  WABetaInfoએ પોતાના અહેવાલ દ્વારા જાણકારી આપી છે કે આ ફીચર આવ્યાં બાદ યુઝરની સહમતી વિના તેને કોઇ ગ્રુપમાં એડ નહીં કરી શકે. અત્યારે ગ્રુપ ઇન્વિટે ઇન્વિટેશનનું આ ફીચર માત્ર આઇઓએસ એપના બીટા યુઝર માટે જ અવેલેબલ છે. જો કે અન્ય વોટ્સએપ યુઝર્સ આ ફીચરને ક્યારથી યૂઝ કરી શકશે. અહેવાલમાં તે વિશે કોઇ ચોક્કસ સમય જણાવ્યો નથી. પરતું એ વાત સ્પષ્ટ છે કે વોટ્સએપમાં આ પ્રકારનું ફીચર એન્ડ્રોઇડ યુઝર્સ માટે ચોક્કસ આવશે.

ગ્રુપ ઇન્વિટેશન ફીચરનો આ રીતે યુઝ કરી શકશો

Everyone પર ક્લિક કરીને તમે એ સેટ શકશો કે કોઇ પણ યુઝર તમને પોતાના ગ્રૂપમાં એડ કરી શકે છે. આમ કરવાથી તમારી પાસે એડમિન તરફથી કોઇ ગ્રૂપ ઇન્વિટેશન નહીં મળે.
My Contactsના ઓપ્શન હેઠળ તમને એવા જ યુઝર્સ તમને ગ્રૂપમાં એડ કરી શકશે જે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં હશે. જો એવી કોઇ વ્યક્તિ જેની પાસે તમારો નંબર છે, પરંતુ તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં તે વ્યક્તિનો નંબર નથી, તેવી સ્થિતિમાં તમને ગ્રૂપ ઇન્વિટેશન મળે.
Nobody ઓપ્શનને સિલેક્ટ કર્યા પછી તમને કોઇ પણ વ્યક્તિ ડાયરેક્ટ કોઇ પણ વોટ્સએપ ગ્રૂપમાં એડ નહીં કરી શકે. કોઇ પણ સ્થિતિમાં તમને કોઇ વ્યક્તિ ગ્રૂપમાં એડ કરવા ઇચ્છે તો તમારી પાસે ગ્રૂપ ઇન્વિટેશન આવશે. તમે તે ઇન્વિટેશનને એક્સેપ્ટ કરશો તો ગ્રૂપમાં એડ થશો અને રિજેક્ટ કરશો તો તમને એડ નહીં કરી શકો.
4. 72 કલાક સુધી વેલિડ રહેશે
એડમિન દ્વારા મોકલવામાં આવેલું ગ્રૂપ ઇન્વિટેશન 72 કલાક સુધી વેલિડ રહેશે અને પછી તે એક્સપાયર થઇ જશે. પછી તમે ગ્રૂપ જોઇન નહીં કરી શકો. તમારે ફરીથી રિક્વેસ્ટની જરૂર પડશે. આ ફીચર આવનારા સમયમાં એન્ડ્રોઇડ અને iOS બંને યુઝર્સ માટે અવેલેબલ થશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી