ટૂંક સમયમાં / 15 હજારના બજેટમાં 48 મેગાપિક્સલ કેમેરાવાળો સ્માર્ટ ફોન રેડમી નોટ 7 ભારતમાં લોન્ચ થશે

Redmi Note 7 India launch on 28 feb
X
Redmi Note 7 India launch on 28 feb

  • કંપની નવી દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં 28 ફેબ્રુઆરીએ રેડમી નોટ 7 લોન્ચ કરશે
  • ચીનમાં ત્રણ સપ્તાહમાં 10 લાખથી વધુ યુનિટ્સ રેડમી નોટ 7ના વેચાઇ ગયા છે

divyabhaskar.com

Feb 15, 2019, 04:38 PM IST

ગેજેટ ડેસ્ક. રેડમી નોટ 7ને ભારતમાં 28 ફેબ્રુઆરીએ લોન્ચ કરવામાં આવશે. શાઓમી ઇન્ડિયાએ ટ્વીટર પર આ જાહેરાત કરી દીધી છે. 15 હજારના બજેટમાં 48 મેગાપિક્સલ કેમેરા અને ગ્લાસ બેક ફિનિશ રેડમી નોટ 7ના સૌથી મોટા પ્લસ પોઇન્ટ છે. #THUGLIFE હેશટેગ સાથે કંપનીએ રેડમી નોટ 7નું ઇન્વાઇટ ટ્વિટર પર શેર કર્યું હતું. કંપની નવી દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં 28 ફેબ્રુઆરીએ રેડમી નોટ 7 લોન્ચ કરશે. શાઓમીના ફેન્સ ટિકિટ લઇને આ ઇવેન્ટમાં ભાગ લઇ શકશે. ઉલ્લેખનીય છે કે, ચીનમાં અગાઉ લોન્ચ થઇ ચૂકેલો રેડમી નોટ 7 ખૂબ જ હિટ સાબિત થઇ રહ્યો છે. ચીનમાં ત્રણ સપ્તાહમાં 10 લાખથી વધુ યુનિટ્સ રેડમી નોટ 7ના વેચાઇ ગયા છે.

 

આ સ્માર્ટફોન રેડમી સીરિઝનો નવો ફોન છે. આ ફોનમાં 48+5 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા મળશે. જ્યારે ફોનમાં 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. તેમાં AI ફીચર્સ અને પોટ્રેઇટ મોડ આપવામાં આવ્યા છે. ફોન અત્યંત આકર્ષક ગ્લાસ બેક ડિઝાઇન ધરાવે છે.

Redmi Note 7ના આકર્ષક ફીચર્સ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી