તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નૂબિયા લૉન્ચ કરશે વિયરેબલ સ્માર્ટફોન, ઘડિયાળની જેમ પણ પહેરી શકાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નૂબિયા અલ્ફાના નામથી લોન્ચ થઇ શકે છે સ્માર્ટફોન
  • વિયરેબલ સ્માર્ટફોનમાં ફોલ્ડેબલ  ડિસપ્લે હશે 
  • આ ફોનની પાછળ ચાર્જિંગ પિન અને હાર્ટ રેડ સેન્સર પણ મળશે

ગેજેટ ડેસ્ક. ચીનની કંપની નૂબિયા બાર્સિલોના ખાતે એમડબ્લ્યૂસી 2019(મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ) નામની એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિયરેબલ સ્માર્ટફોનને લૉન્ચ કરવામાં આવશે. કંપનીએ આ ઇવેન્ટમાં વિયરેબલ સ્માર્ટફોન લૉન્ચ કરવાની વાત કરી છે, પરંતુ હજી સુધી કોઇ તારીખ જાહેર કરી નથી. આ ઇવેન્ટ 25 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી ચાલશે. નૂબિયા આલ્ફાના નામથી ઓળખવામાં આવતા વિયરેબલ સ્માર્ટફોનને કાંડા પર સ્માર્ટવૉચની જેમ જ પહેરી શકાશે.

1) ફ્રંટ કેમેરાની સાથે પાછળ હાર્ટ રેડ સેન્સર પણ મળશે

એક અહેવાલ મુજબ, નૂબિયા અલ્ફામાં કંપનીએ પહેલી ફ્લેક્સિબલ ડિસપ્લે ટેક્નોલોજી ફ્લેક્સનો ઉપયોગ કર્યો છે. કર્વ્ડ ડિસ્પ્લેની સાથે આવનારી ડિવાઇસમાં ફ્રંટ કેમેરો પણ હશે. તે ઉપરાંત માઇક્રોફોન પણ આપવામાં આવશે, તેની પાછળની તરફ ચાર્જિંગ પિન અને હાર્ટ રેડ સેન્સર મળશે. આ વિયરેબલ ડિવાઇસમાં એક મેટલ સ્ટ્રીપ મળશે, જે બ્લેક અને ગોલ્ડન કલરમાં આવે છે. જેમાં 4જી ક્નેક્ટિવિટી પણ મળશે. જો કે કંપનીએ આ ફોન કે ડિવાઇસની કિંમત અને સ્પેસિફિકેશન્સ વિશે હજી સુધી કોઇ માહિતી આપી નથી. 

કંપનીએ નૂબિયા અલ્ફાનો પ્રોટોટાઇમ ગયા વર્ષે બર્લિન ખાતે થયેલા આઇએફએમાં રજૂ કર્યો હતો. જો કે તે સમયે કંપનીએ તેના ડમી પ્રોટોટાઇપને રજૂ કર્યો પણ તે કામ કરતો ન હતો, હવે માનવામાં આવે છે એમ ડબલ્યૂસીમાં કંપની તેને ગ્લોબલી લૉન્ચ કરી શકે છે. કંપનીએ આ અગાઉ 2018માં ZTE Axon M લૉન્ચ કર્યો હતો, જેમાં બે ડિસપ્લે આપવામાં આવી હતી. આ બંને એકબીજા સાથે જોડાયેલી હતી. જે ફોલ્ડ પણ થઇ શકે છે. જો કે તેને ફોલ્ડેબલ સ્માર્ટફોન ન કહી શકાય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો