ઘટસ્ફોટ / ફોટો, લોકેશન અને કોન્ટેક્ટ લિસ્ટ શેયરિંગની મંજૂરી ન હોવા છતાં 1325 એપ્સે યુઝર્સનો પર્સનલ ડેટા ચોર્યો

1325 Apps who stolen data and photo without permission of users

  • ICSIની ટીમે 88 હજાર એપ્સ પર સંશોધન કરી ડેટા ચોરીની નવી રીતોનો ખુલાસો કર્યો 
  • પર્સનલ ડેટાની ચોરી અટકાવવા ગુગલ નવો એન્ડ્રોઈડ ફોન લાવશે 

Divyabhaskar.com

Jul 10, 2019, 09:39 AM IST

ગેજેટ ડેસ્ક. જીવનની જરૂરિયાત બની ચૂકેલી અનેક ગૂગલ એપ્સ યુઝર્સની મંજૂરી વિના જ પર્સનલ ડેટા ચોરી રહી છે. જ્યારે તમે કોઈ એપ તમારા સ્માર્ટફોનમાં ઈન્સ્ટોલ કરો છો અને તેને ફોટો, કોન્ટેક્ટ, લોકેશનની મંજૂરી આપતા નથી. તેમ છતાં તે તમારા ડેટા ચોરી કરવા એટલી પાવરધી છે કે, ગૂગલ પણ તેને રોકવા સક્ષમ નથી. ઈન્ટરનેશનલ કોમ્પ્યુટર સાયન્સ ઈન્સ્ટીટ્યુટ (ICSI)ની રિસર્ચ ટીમે આ અંગે ખુલાસો કર્યો છે.

આઈસીએસઆઈએ 88 હજાર એપ્સની તપાસ કરી જેમાં 1325 એપ્સે ડેટા પ્રાઈવસીના તમામ કાયદાઓનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે. રિસર્સ અનુસાર, એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા સ્માર્ટફોનમાંથી જ્યારે કોઈ એપ ડાઉનલોડ કરીએ છીએ. ત્યારે ફોનના કોન્ટેક્ટ, લોકેશન અને મીડિયા ગેલેરી સહિત તમામ જાણકારી એક્સેસ કરવા પરવાનગી માગે છે. યુઝર્સ મંજૂરી ન આપે તો એપ માટે આ જાણકારીઓ લોક થઈ જાય છે. પરંતુ અનેક એપ્સ ડેવલપર્સ તેનો તોડ કાઢતા ડેટા ચોરી લે છે. યુઝર્સના લોકેશન સહિત તમામ માહિતી એક્સેસ કરી લે છે.

અમુક એપ્સ એવી પણ છે કે, જેમાં તમે પરવાનગી ન આપી હોય તો તે બીજી એપ્સ મારફત ડેટા મેળવી લે છે. આ એપ્સ સોફ્ટવેર ડેવલોપમેન્ટ કિટ પર બનાવેલા બીજા પ્રોગ્રામ્સનો ઉપયોગ કરી પરવાનગી વિના માહિતી એકત્ર કરે છે. અમુક ફ્લેગ્ડ એપ્સ યુઝર્સને ટ્રેક કરવા માટે ફોટો મેટાડાટા લોકેશનનો ઉપયોગ કરી રહી છે.

ફોટો એડિટિંગમાં ઉપયોગમાં આવતુ શટરફ્લાય એપ પણ તેમાં મદદરૂપ થાય છે. તમારા ફોટો મારફત જીપીએસ યુઝર કોઓર્ડિનેટ્સનુ કોડિંગ તોડી પોતાની સર્વિસમાં ડેટા ટ્રાન્સફર કરે છે. જો કે, કંપનીએ આ દાવાને ખોટા ઠેરવ્યા છે. અને કહ્યુ છે કે, તેઓ ગેરકાયદેસર કોઈ ડેટા એકત્ર કરતા નથી. અમુક એપ નેટવર્કિંગ ચીપ અને રાઉટર, વાયરલેસ એક્સેસ પોઈન્ટ, એસેસઆઈડી વગેરેના મેક એડ્રેસ તોડી ડેટાની ચોરી કરે છે.

આ ખુલાસા બાદ ગુગલ નવી ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ ક્યુમાં ફેરફાર કરી રહી છે. જેમાં નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. ચોરી કરવાની નવી પદ્ધતિઓને જાણી તેના પર સકંજો કસવામાં આવશે. એન્ડ્રોઈડ ક્યુમાં ફોટો મેટાડાટા છુપાવવા સહિત અનેક મામલે કામગીરી થઈ રહી છે. રિસર્ચર્સના જણાવ્યા પ્રમાણે, તેઓ ટૂંકસમયમાં 1325 એપ્સ વિશે વધુ જાણકારીઓ હાંસલ કરશે.

X
1325 Apps who stolen data and photo without permission of users

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી