ન્યૂ લોન્ચ / દુનિયાનો સૌથી ટચૂકડો અને હલકો પ્રીમિયમ કૉમ્પૅક્ટ કેમેરા સોની RX0 II ભારતમાં લોન્ચ થયો, કિંમત 57,990 રૂપિયા

Sony RX0 II Premium Compact Camera Launched in India, Priced at Rs. 57,990

  • 15 જુલાઈથી આ કેમેરાનું વેચાણ ચાલુ થશે

Divyabhaskar.com

Jul 09, 2019, 04:27 PM IST

ગેજેટ ડેસ્ક: સોનીએ કૉમ્પૅક્ટ કેમેરા RX0 II ભારતના માર્કેટમાં લોન્ચ કરી દીધો છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ દુનિયાનો સૌથી ટચૂકડો અને હલકો પ્રીમિયમ કૉમ્પૅક્ટ કેમેરા છે. 132 ગ્રામનું વજન ધરાવતો આ કેમેરા RX0નું અપગ્રેડ વર્ઝન છે. તેનું ડાયમેન્શન માત્ર 59X40.5X35mm છે. આ કેમેરાની સ્ક્રીનને 180 ડિગ્રી સુધી ફેરવી શકાય છે. આ ઉપરાંત વોટરપ્રૂફ, ડસ્ટપ્રૂફ, શોકપ્રૂફ અને ક્રશપ્રૂફ છે. તેનામાં 200 કિલોગ્રામ સુધીનું વજનનો સામનો કરવાની ક્ષમતા છે.

સોની RX0 IIમાં 15.3 મેગા પિક્સલ Exmor RS CMOS ઇમેજ સેન્સર અને એડવાન્સ્ડ BIONZ X ઇમેજ પ્રોસેસિંગ એન્જિન છે. આ બંને ફીચર સારી ફોટોગ્રાફીમાં ઘણા મદદરૂપ થશે.

માર્ચમાં ગ્લોબલી લોન્ચ થયેલા સોની RX0 IIની શરૂઆતની કિંમત 48,000 રૂપિયા હતી. યુઝર્સ RX0ની જેમ આ કેમેરામાં પણ 4K 30 પિક્સલ વીડિયો શૂટ કરી શકશે.

રનિંગ ઓબ્જેક્ટના ફૂટેજ લેવા માટે કેમેરામાં ઈન-બોડી ઇલેક્ટ્રોનિક સ્ટેબિલાઇઝેશન ફીચર આપ્યું છે. આ ઉપરાંત તેમાં 100fps સુધી સુપર સ્લો મોશન રેકોર્ડિંગ અને પ્રોક્સી મૂવી રેકોર્ડિંગ જેવા ફીચર્સ મળે છે.

સોની RX0 IIની કિંમત 57,990 રૂપિયા છે. ભારતમાં તેનું વેચાણ 15 જુલાઈથી શરુ થશે. યુઝર્સ આ કેમેરાને સોની સેન્ટર, આલ્ફા ફ્લેગશિપ સ્ટોર, સોની ઓથોરાઇઝડ ડીલર અને દેશના મોટા ઇલેક્ટ્રિક સ્ટોર પરથી ખરીદી શકશે.

X
Sony RX0 II Premium Compact Camera Launched in India, Priced at Rs. 57,990

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી