નિર્ણય / વોટ્સઅપ થર્ડ પાર્ટી એપ વર્ઝનનો ઉપયોગ કરવા બદલ એકાઉન્ટ બંધ કરશે

divyabhaskar.com

Mar 12, 2019, 04:57 PM IST
WhatsApp banning users using third party application versions
X
WhatsApp banning users using third party application versions

 • કંપનીની યુઝર્સને ચેતવણી-વોટ્સઅપ પ્લસ, જીબી વોટ્સઅપનો ઉપયોગ ન કરો
 • થર્ડ પાર્ટી દ્વારા વિકસિત કરવામાં આવેલી એપ સુરક્ષાના માપદંડોનું ઉલ્લંઘન કરી રહી છે  

ગેજેટ ડેસ્ક. સુરક્ષા સાથે જાડાયેલા માપદંડોની માહિતી આપતા સોશિયલ મિડિયા કંપની વોટ્સઅપે ચેતવણી આપતા જણાવ્યું ચે કે યુઝર્સ થર્ડ પાર્ટી એપ વર્ઝનનો ઉપયોગ ન કરે. જો વોટ્સઅપ પ્લસ, જીબી વોટ્સઅપ જેવી એપનો યુઝર્સે ઉપયોગ કર્યો તો તેમનું એકાઉન્ટ થોડી વાર માટે બંધ કરવામાં આવશે. કંપનીનું કહેવું છે કે આ તમામ એપને થર્ડ પાર્ટીએ વિકસિત કરી છે. અને તે સુરક્ષાના માપદંડોનું પણ પાલન કરી રહ્યાં નથી.

વોટ્સઅપ થર્ડ પાર્ટીમાં દખલગીરી ન કરી શકે

1.કંપનીનું કહેવું છે કે ટર્મ ઓફ સર્વિસ કલાસને થર્ડ પાર્ટી એપ પર  તે લાગૂ કરી શકતી નથી. આ તમામ એપ્સ વોટ્સઅપના સુરક્ષાના માપદંડોનું ઉલ્લંઘન કરે છે. યુઝર્સ તેનો ઉપયોગ કરે છે તો કંપનીને કડક પગલા લેવા જ પડશે.
2.કંપનીએ સોમવારે તેના પોસ્ટમાં લખ્યું છે કે જો કોઈ યુઝરને મેસેજ આવે કે તેનું એકાઉન્ટ ટેમ્પરરી રીતે બંધ કરવામાં આવ્યું છે તો સમજી લો કે તેણે ઓફિશિયલ એપના સ્થાને થર્ડ પાર્ટી એપ વર્ઝનનો ઉપયોગ કર્યો હતો.
3.જોકે અનઓફિશિયલ એપનો ઉપયોગ કરનાર યુઝરનું એકાઉન્ટ થોડી વાર માટે બંધ થઈ જશે. કંપનીએ યુઝર્સને સલાહ આપી છે કે વોટ્સઅપમાં ફરીથી પરત ફરવા માટે વોટ્સઅપ પર જાવ. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપનો ઉપયયોગ કરવા માટે ઓફિશિયલ એપને જ યુઝર્સ ડાઉનલોડ કરે.
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી