તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ તથા ‘કહાની ઘર ઘર કી’ સિરિયલથી લોકપ્રિય થયેલા એક્ટર તથા મોડલ 44 વર્ષીય સમીર શર્માએ આત્મહત્યા કરી હતી. પાંચ ઓગસ્ટની રાત્રે ચોકીદારે સમીરના ઘરમાં તેને લટકતી હાલતમાં જોયો હતો. પોલીસને આશંકા છે કે સમીરે બે દિવસ પહેલાં એટલે કે ત્રણ ઓગસ્ટના રોજ આત્મહત્યા કરી હતી.
રસોડામાં આત્મહત્યા કરી
પોલીસ સૂત્રોના મતે, 44 વર્ષીય સમીરે મલાડ સ્થિત પોતાના ભાડાના ફ્લેટમાં રસોડામાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. સમીર મલાડ વેસ્ટમાં અહિંસા માર્ગ પર નેહા CHS નામની બિલ્ડિંગમાં રહેતો હતો. સમીર આ વર્ષે ફેબ્રુઆરીમાં જ અહીંયા રહેવા આવ્યો હતો. હાલમાં સમીર ‘યે રિશ્તે હૈં પ્યાર કે’માં કુહૂ (કાવેરી પ્રિયમ)ના પિતાનો રોલમાં જોવા મળતો હતો. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’માં અક્ષરાના ભાઈની ભૂમિકા પણ સમીરે ભજવી હતી. સમીરે અચલા શર્મા સાથે લગ્ન કર્યા હતા. જોકે, છેલ્લાં કેટલાંક સમયથી બંને અલગ રહેતા હતા.
બે દિવસ પહેલાં આત્મહત્યા કરી
પોલીસના મતે એક્ટરે બે દિવસ પહેલાં એટલે કે ત્રણ ઓગસ્ટના રોજ આત્મહત્યા કરી હતી. ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. એક્ટર સાથે જોડાયેલા સૂત્રોના મતે, છેલ્લાં થોડાં વર્ષથી સમીરની તબિયત સારી નહોતી અને તેને કારણે તે દવાઓ લેતો હતો. જોકે, થોડાં મહિનાથી તેની તબિયતમાં સુધારો થયો હતો અને તે સેટ પર પણ આવતો હતો. જોકે, લૉકડાઉન બાદથી તેનો ટ્રેક શરૂ થયો નહોતો.
ચોકીદારને સૌ પહેલાં જાણ થઈ
પાંચ ઓગસ્ટના રોજ નાઈટ ડ્યૂટી દરમિયાન ચોકીદારે સમીરના શબને જોયું હતું અને સોસાયટીના લોકોને આ અંગેની માહિતી આપી હતી. ત્યારબાદ પોલીસ આવી હતી. સુસાઈડ નોટ ના મળવાથી પોલીસને સમીરે કેમ આત્મહત્યા કરી તેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકી નથી. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ વિશાલ ઠાકુરે કહ્યું હતું કે બિલ્ડિંગના વોચમેને સૌ પહેલાં બૉડીને જોઈ હતી અને સોસાયટીના સભ્યોને જાણ કરી હતી. કંટ્રોલ રૂમમાં માહિતી મળતા જ પોલીસે ફાયર બ્રિગેડની મદદથી ઘરનો દરવાજો ખોલ્યો હતો. ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. હાલમાં બૉડીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે અને રિપોર્ટ્સ આવ્યા પહેલાં કંઈ જ કહી શકાય તેમ નથી. સમીરના પરિવારને જાણ કરી દેવામાં આવી છે. ઘરમાં કોઈ પણ પ્રકારની સુસાઈડ નોટ મળી નથી. રિપોર્ટ્સ આવ્યા બાદ જ આગળની તપાસ કરવામાં આવશે.
સમીર મૂળ દિલ્હીનો હતો
સમીર શર્મા મૂળ દિલ્હીનો હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ તે બેંગલુરુ ગયો હતો અને અહીંયા તેણે એડ એજન્સીમાં કામ કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે એક્ટિંગ વર્લ્ડમાં નસીબ અજમાવવા માટે મુંબઈ આવી ગયો હતો.
સમીર આ શોમાં જોવા મળ્યો હતો
સમીર છેલ્લાં 15 વર્ષથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરતો હતો. તેણે 2005માં ‘દિલ ક્યા ચાહતા હૈં’ સિરિયલથી ટીવી ડેબ્યૂ કર્યું હતું. સમીર ‘જ્યોતિ’, ‘કહાની ઘર ઘર કી’, ‘લેફ્ટ રાઈટ લેફ્ટ’, ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂ’, ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’, ‘ગીત હુઈ સબસ પરાઈ’, ‘26/12’, ‘દિલ ક્યા ચાહતા હૈં’, ‘વો રહને વાલી મહલો કી’, ‘આયુષ્માન ભવઃ’, ‘ભૂતુ’માં જોવા મળ્યો હતો. સમીરની ડેબ્યૂ ફિલ્મ ‘હંસી તો ફંસી’ હતી. સમીર ‘ઈત્તેફાક’માં પણ જોવા મળ્યો હતો.
View this post on InstagramA post shared by Samir Sharma (@samir5d) on Mar 7, 2020 at 6:16am PST
View this post on InstagramVarsha Shaurya nok jhok 😊 @poojajoshiarorareal @samir5d Photo credit @sanjeevjotangia
A post shared by Samir Sharma (@samir5d) on Feb 18, 2020 at 12:46pm PST
સમીરે છેલ્લી ઈન્સ્ટા પોસ્ટ 29 જુલાઈએ કરી હતી
સમીરે ઈન્સ્ટાગ્રામમાં છેલ્લે 29 જુલાઈના રોજ એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં તેણે દરિયાની એક તસવીર શૅર કરી હતી. સમીરે અંતિમ ટ્વીટ 13 મેના રોજ કરી હતી. આ ટ્વીટમાં તેણે બ્રહ્માંડ તથા બિગ બેંગ થિયરી સાથે જોડાયેલી વાત કરી હતી. 27 જુલાઈના રોજ સમીરે એક કવિતા શૅર કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેણે પોતાની ચિતા બનાવી અને તેના પર તે સૂઈ ગયો.
View this post on InstagramA post shared by Samir Sharma (@samir5d) on Jul 28, 2020 at 4:19pm PDT
View this post on Instagram@bleedingsoulpoetry @societyofpoetry #bleedingsoulpoetry. Photo by Samir Sharma.
A post shared by Samir Sharma (@samir5d) on Jul 26, 2020 at 7:42pm PDT
હાલમાં જ સુશાંત સિંહે આત્મહત્યા કરી હતી
14 જૂનના રોજ સુશાંત સિંહે આત્મહત્યા કરી હતી. આ પહેલાં 32 વર્ષીય મનમીત ગ્રેવાલે 15 મેના રોજ આત્મહત્યા કરી હતી. મનમીતે આર્થિક તંગીને કારણે આત્મહત્યા કરી હતી. ‘ક્રાઈમ પેટ્રોલ’, ‘લાલ ઈશ્ક’ તથા ‘મેરી દુર્ગા’ જેવા શોની એક્ટ્રેસ પ્રેક્ષા મહેતાએ 25મેના રોજ ઈન્દોરમાં આત્મહત્યા કરી હતી. 25 વર્ષીય પ્રેક્ષાએ સુસાઈડ નોટમાં કહ્યું હતું કે તેના તૂટેલા સપનાઓએ તેના આત્મવિશ્વાસને ડગમગાવી દીધો હતો. તે તૂટેલા સપના સાથે જીવી શકે નહીં. તેણે એક વર્ષ ઘણો જ પ્રયાસ કર્યો પરંતુ હવે તે થાકી ગઈ છે. સુશાંતની પૂર્વ મેનેજર દિશા સલિયને આઠ જૂનના રોજ મલાડ સ્થિતિ બિલ્ડિંગના 14મા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.