તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'નૈતિક'ની ચોખવટ:કરન મેહરાએ કહ્યું, 'નિશા પહેલાં મારી પર થૂંકી હતી, પછી જાતે જ દીવાલ સાથે માથું અથડાવીને મને જોઈ લેવાની ધમકી આપી'

મુંબઈ2 મહિનો પહેલા
  • કરન મેહરાએ કહ્યું, છેલ્લાં ઘણાં સમયથી મારી અને નિશા વચ્ચે બધું બરોબર નહોતું
  • કરનનો આક્ષેપ, નિશાએ સમાધાન કરવાને બદલે વાતને વધુ બગાડી નાખી

'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ફૅમ કરન મેહરાની 31મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. કરનની પત્ની નિશાએ તેની પર મારપીટનો આક્ષેપ મૂક્યો હતો. હવે કરન મેહરાએ તે રાત શું બન્યું હતું, તે અંગે વાત કરી હતી.

વાંચોઃ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ફૅમ કરન મેહરા પર પત્ની નિશાએ મારઝૂડનો આરોપ મૂક્યો

'છેલ્લાં ઘણાં સમયથી અમારી વચ્ચે બધું ઠીક નહોતું'
આજતક સાથેની વાતચીતમાં કરન મેહરાએ કહ્યું હતું, 'આ બહુ જ દુઃખની વાત છે કે આટલા વર્ષની મહેનત, આટલા વર્ષના લગ્નજીવનમાં આ બધું થઈ ગયું. આ બહુ જ દુઃખદ છે. છેલ્લાં એક મહિનાથી અમારી વચ્ચે આ અંગે સમાધાનના પ્રયાસો થતા હતા, કારણ કે છેલ્લાં ઘણાં સમયથી અમારી વચ્ચે બધું બરોબર નહોતું. અમે વિચારી રહ્યાં હતાં કે અમારે અલગ થઈ જવું જોઈએ કે પછી શું કરવું જોઈએ? આથી અમે બધું બરોબર કરવાનો પ્રયાસ કરતા હતા.'

'એલિમનીની રકમ વધુ પડતી માગી'
વધુમાં કરને કહ્યું હતું, 'નિશાનો ભાઈ રોહિત સેઠિયા પણ આવ્યો હતો. નિશા તથા તેના ભાઈએ એલિમનીની રકમ માગી હતી, પરંતુ તે રકમ એટલી બધી હતી કે મારા માટે તે આપવી શક્ય જ નહોતી. એલિમની અંગે વાત ચાલતી હતી અને ગઈ કાલ રાતે (31 મે) પણ આ અંગે જ વાત થતી હતી. રાતના 10 વાગે તેઓ મારી પાસે આ અંગે વાત કરવા આવ્યા હતા અને મેં તરત જ એમ કહ્યું હતું કે મારાથી આ થઈ શકશે નહીં. તો તેમણે મને એવું કહ્યું કે તમે લોકો લીગલ કરી લેજો તો પછી મેં પણ એમ જ કહ્યું કે લીગલ જ કરીશું.'

'નિશાએ મને જોઈ લેવાની ધમકી આપી હતી'
કરને આગળ જણાવ્યું હતું, 'ત્યારપછી હું મારા રૂમમાં આવી ગયો હતો અને મારી મમ્મી સાથે વાત કરતો હતો. ત્યારે નિશા રૂમમાં આવી અને પછી તેણે મને, મારી મમ્મી, પપ્પા તથા ભાઈને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં તે જોર જોરથી બૂમો પાડવા લાગી હતી અને તે મારી પર થૂંકી હતી. મેં નિશાને રૂમની બહાર જવાનું કહ્યું હતું. ત્યારબાદ નિશાએ મને ધમકી આપી હતી કે હવે જો હું શું કરુ છું.'

'નિશાએ જાતે જ માથું ભટકાવ્યું'
કરને પત્ની પર આક્ષેપ કરતાં કહ્યું હતું, 'નિશાએ જાતે જ પોતાનું માથું દીવાલ સાથે અથડાવ્યું હતું. આટલું જ નહીં નિશાના ભાઈએ મારી પર હાથ ઉપાડ્યો હતો. તેણે મને તમાચો માર્યો અને છાતી પર મુક્કો માર્યો હતો. મેં તેના ભાઈને એમ કહ્યું કે મેં નિશાને માર માર્યો નથી. તમે ઘરના કેમેરા ચેક કરી શકો છો. જોકે, કેમેરા પહેલેથી જ બંધ કરી દેવામાં આવ્યા હતા.'

'પોલીસને પણ સાચા-ખોટાની ખબર હતી'
કરને આગળ કહ્યું હતું, 'તેણે બધું વીડિયો રેકોર્ડિંગ કરવાનું શરૂ કર્યું અને પછી પોલીસને બોલાવી. જોકે, પોલીસે પણ કંઈ કર્યું નહીં, કારણ કે પોલીસને પણ ખબર હતી કે સાચું શું છે. ખોટો કેસ કરશો તો સત્ય તો સામે આવશે જ ને. કાલ તપાસ થશે તો બધી જ સચ્ચાઈ સામે આવશે.'

'મારે પેરેન્ટ્સ પ્રયાસો કરતાં હતાં'
કરને કહ્યું હતું, 'નિશા કંઈ પણ રકમ માગે તો હું ક્યાંથી લાવું. અમારા ડિવોર્સ થતા હતા, હું તો આટલા પૈસા પણ લાવી શકું તેમ નથી. આ બધું તો હું કાવિશ મારા દીકરા માટે જ કરતો હતો ને. સારી રીતે વાત કરીને પણ સોલ્વ થઈ શકે છે. મારા મમ્મી-પપ્પા પ્રયાસ કરતા હતા, પરંતુ નિશા મને છોડીને જતી રહી અને મને દેખાતું હતું કે તે મને મારા બાળકથી દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.'

'નિશા જે ઈચ્છતી હતી, તે ના થયું'
છેલ્લે કરને કહ્યું હતું, 'હું પોલીસ સ્ટેશનમાં થોડીકવાર રહ્યો હતો. પછી મારા મિત્રના ઘરે જતો રહ્યો, પરંતુ નિશા જે ઈચ્છતી હતી, તે મારી સાથે થયું નહીં. પોલીસે મારી સાથે વાત કરી અને તેમણે પણ સમજાવ્યા. સંભાળવાને બદલે વાત વધુ બગડી ગઈ.'

અન્ય સમાચારો પણ છે...