વર્કઆઉટમાં બિઝી:'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફૅમ હિના ખાને ટી શર્ટ ઊંચી કરીને એબ્સ બતાવ્યા, જીમમાં એક્સર્સાઈઝ કરતી જોવા મળી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટીવી કે બોલિવૂડ સેલેબ્સ અવારનવાર સો.મીડિયામાં તેના ફિટનેસ રૂટિન અંગે ચાહકોને માહિતી આપતા હોય છે. તેઓ પોતાના ચાહકોને ફિટનેસ અંગે મોટિવેટ કરવા માટે ફોટો અથવા વીડિયો શૅર કરતા હોય છે. હાલમાં જ ટીવી એક્ટ્રેસ હિના ખાને સો.મીડિયામાં ફિટનેસ વીડિયો તથા તસવીરો શૅર કરી હતી, જેમાંથી એક તસવીરમાં હિના ખાને ટી શર્ટ ઊંચી કરીને પોતાનું સપાટ પેટ બતાવ્યું છે.

પિંક ટી-શર્ટમાં જોવા મળી
હિના ખાન જીમમાં બ્લેક સ્પોર્ટ્સ બ્રા, પિંક ટેંક ટોપ, બ્લેક ટ્રેક પેન્ટ સાથે પ્રિન્ટેડ હેડબેન્ડમાં જોવા મળી હતી. તેણે પોનીટેલ લીધી હતી. સો.મીડિયામાં હિના ખાને જીમમાં વર્કઆઉટ કરતી હોય તેના વિવિધ વીડિયો ને તસવીરો શૅર કરી હતી. એક વીડિયોમાં હિના ખાન ટ્રેડમિલ પર ચાલતી જોવા મળે છે. અન્ય એક પોસ્ટમાં હિના ખાન મિરર આગળ ઊભી છે અને તેણે કહ્યું હતું કે 'વર્ક ઇન પ્રોગ્રેસ.' અન્ય એક તસવીરમાં હિના ખાને મિરરની સામે ઊભા રહીને પિંક ટેંક ટોપ ઊંચું કર્યું હતું અને પોતાના ટોન્ડ એબ્સ બતાવ્યાં હતાં.

વર્કઆઉટ કરતી હિના ખાનની તસવીરો....

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી લોકપ્રિય થઈ
હિના ખાને ટીવી સિરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં અક્ષરાનો રોલ ભજવ્યો હતો. આ રોલથી હિના ખાન ઘેર-ઘેર લોકપ્રિય બની હતી. હિના ખાને 2017માં ટીવી સિરિયલ 'કસૌટી જિંદગી કી'માં કોમોલિકાનો રોલ પ્લે કર્યો હતો. આ ઉપરાંત હિના ખાન રિયાલિટી શો 'ફિઅર ફેક્ટર- ખતરો કે ખિલાડી 8' તથા 'બિગ બોસ 11'માં ભાગ લીધો હતો.

'લાઇન્સ' ફિલ્મથી ડેબ્યૂ કર્યું
2020માં હિના ખાને 'હેક્ડ' ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ હિના ખાને 'લાઇન્સ'માં કામ કર્યું હતું. આ ફિલ્મને હુસૈન ખાને ડિરેક્ટ કરી છે. જ્યારે રાહત કાઝમી તથા શક્તિ સિંહે લખી છે. ફિલ્મમાં ફરીદા જલાલ પણ હતાં. હિના ખાન શોર્ટ ફિલ્મ 'સોલમેટ'માં વિઆન ભટેના સાથે જોવા મળી હતી. આ ફિલ્મને પવન શર્માએ ડિરેક્ટ કરી હતી.

એપ્રિલમાં પિતાનું અવસાન થયું
હિનાના પિતાનું અવસાન 20 એપ્રિલના રોજ કાર્ડિયેક અરેસ્ટને લીધે થયું હતું. પિતાના મૃત્યુ સમયે હિના તેમની સાથે નહોતી. તે શ્રીનગર શૂટિંગ અર્થે ગઈ હતી. હિના તેના પિતાની લાડલી હતી. ઘણીવાર હિના સોશિયલ મીડિયા પર પિતા સાથે ફોટોઝ શેર કરતી રહેતી હતી. પિતાના નિધનના છ દિવસ બાદ જ હિના ખાનને કોરોના થયો હતો.