તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેલ્થ અપડેટ:'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફૅમ એક્ટ્રેસ દિવ્યા ભટનાગરને ન્યૂમોનિયાની સાથે કોવિડ 19, તબિયત નાજુક, વેન્ટિલેટર પર

મુંબઈ5 મહિનો પહેલા

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફૅમ ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક્ટ્રેસની માતા તથા ભાઈને તેની તબિયત અંગેની માહિતી મળતા તેઓ દિલ્હીથી મુંબઈ આવી ગયા છે. દિવ્યાની માતાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમની દીકરીની તબિયત નાજુક છે અને તેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દિવ્યાએ ગુલાબોનો રોલ પ્લે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે દિવ્યાને પહેલા મુંબઈની એસ આર વી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, તેની તબિયત વધુ ગંભીર થતાં હવે તેને સેવન હિલ્સમાં શિફ્ટ કરી દેવામાં આવી છે.

26 નવેમ્બરે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી
દિવ્યાની તબિયત વધારે બગડતાં તેને 26 નવેમ્બરના રોજ મુંબઈની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. દિવ્યાને ન્યૂમોનિયા થયો હતો. દિવ્યાની માતાએ કહ્યું હતું, 'છેલ્લાં છ દિવસથી દિવ્યાને તાવ આવતો હતો અને તેને વીકનેસ જેવું લાગતું હતું. હું તથા મારો દીકરો દિલ્હીથી મુંબઈ આવ્યા. ઘરમાં ઓક્સિમીટર પર દિવ્યાનું ઓક્સિજન લેવલ ચેક કર્યું તો તે 71 જેટલું હતું. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં તરત જ તેને વેન્ટિલેટર પર મૂકવામાં આવી હતી. હવે તેનું ઓક્સિજન લેવલ 84 છે. જોકે, તેની તબિયત હજી પણ નાજુક છે. તેનો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.'

દિવ્યાએ સોશિયલ મીડિયામાં પ્રાર્થના કરવાનું કહ્યું

દિવ્યાએ પોતાની તબિયત અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. તેણે હોસ્પિટલના પલંગ પર હોય તે તસવીર શૅર કરીને કહ્યું હતું, 'હું ઝડપથી સાજી થાઉં તે માટે પ્રાર્થના કરજો.' તસવીરમાં દિવ્યાએ ઓક્સિજન માસ્ક પહેર્યો છે અને તેના ચહેરા પર હાસ્ય છે.

પતિ બીમાર હાલતમાં તરછોડીને જતો રહ્યો
દિવ્યાએ પરિવારની મરજી વિરુદ્ધ ગયા વર્ષે ડિસેમ્બરમાં ગગન સાથે લગ્ન કર્યાં હતાં. ગગન પણ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં જ કામ કરે છે. તે રિયાલિટી શો સાથે જોડાયેલો છે. દિવ્યા છેલ્લાં કેટલાંક દિવસથી બીમાર હતી અને આવી હાલતમાં ગગન ઘર છોડીને જતો રહ્યો હતો. દિવ્યાની માતાએ દાવો કર્યો હતો, 'ગગન એક ફ્રોડ વ્યક્તિ છે. તેણે દિવ્યાને આવી હાલતમાં તરછોડી દીધી અને પછી તેણે એકવાર પણ ફોન કરીને તેના હાલચાલ પૂછ્યાં નથી. લગ્ન પહેલાં દિવ્યા મીરા રોડ સ્થિત આવેલા મોટા ઘરમાં રહેતી હતી. જોકે, લગ્ન બાદ તે ઓશિવારામાં રહેવા આવી ગઈ હતી. અહીંયાનું ઘર બહુ જ નાનું છે.'

દિવ્યા હાલમાં આ સિરિયલમાં કામ કરતી હતી
દિવ્યા હાલમાં 'તેરા યાર હૂ મેં'માં કામ કરતી હતી. દિવ્યાની માતા સિરિયલના પ્રોડક્શન હાઉસ શશિ-સુમિતના સતત સંપર્કમાં છે. તેઓ દિવ્યાની સારવાર માટે આર્થિક મદદ કરી રહ્યાં છે. દિવ્યા 'ઉડાન', 'જીત ગઈ તો પિયા મોરે', 'વિશ', 'સિલસિલા પ્યાર કા' જેવી સિરિયલમાં કામ કર્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો