ગુડ ન્યૂઝ:'યે રિશ્તા કયા કહલાતા હૈ' ફેમ મોહેના કુમારીએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો, વર્ષ 2019માં હરિદ્વારમાં લગ્ન કર્યા હતાં

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન થયા પછી એક્ટિંગ ફિલ્ડને અલવિદા કહ્યું

ટીવી એક્ટ્રેસ તથા મધ્યપ્રદેશના રેવાની રાજકુમારી મોહેના કુમારી સિંહના ઘરે નવું મહેમાન આવવાનું છે. મોહેનાએ સોશિયલ મીડિયા પર અમુક ફોટોઝ શેર કર્યા છે જેમાં તેનો બેબી બમ્પ દેખાઈ રહ્યો છે. આ ફોટામાં તેનો પતિ સુયશ રાવત પણ છે.

મોહેનાએ કેપ્શનમાં લખ્યું, ‘એક નવા ફેઝની શરૂઆત. ભગવાન તમારા આશીર્વાદ બદલ આભાર.’

એક્ટ્રેસે લગ્ન પછી એક્ટિંગ ફિલ્ડને અલવિદા કહ્યું
મોહેનાએ ઉત્તરાખંડના પર્યટન મંત્રી તથા આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના નાના દીકરા સુયશ રાવત સાથે 14 ઓક્ટોબર, 2019ના રોજ હરિદ્વારમાં લગ્ન કર્યા હતા. મોહેના રેવાના મહારાજા પુષ્પરાજ સિંહ જુદેવની દીકરી છે. ઉલ્લેખનીય છે કે મોહેનાએ લગ્ન પહેલાં કહ્યું હતું કે લગ્ન થયા બાદ તે એક્ટિંગ ફિલ્ડને અલવિદા કહી દેશે.

કોરિયોગ્રાફર રહી ચૂકી છે
'યે રિશ્તા કયા કહલાતા હૈ' મોહેનાની ચોથી સીરિયલ હતી. આ પહેલાં તે 'દિલ દોસ્તી ડાન્સ' અને 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ 3'ની ફાઇનલિસ્ટ રહી ચૂકી છે. આ સાથે જ તેણે 'ઝલક દિખ લા જા'ની સીઝન 5,6,7ને કોરિયોગ્રાફ પણ કરી છે. 'ફિયર ફાઇલ 2' પછી તે 'યે રિશ્તા..'સાથે જોડાઇ હતી. રેવાની રોયલ ફેમિલીમાંથી મોહેના એવી પહેલી યુવતી છે, જેણે રિયાલિટી શોમાં ભાગ લીધો હતો અને એક્ટિંગ વર્લ્ડમાં આવી હતી. મોહેના જ્યારે ટીવી શો 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'ની સિઝન ત્રણ માટે આવી હતી ત્યારે તે સામાન્ય લોકોની જેમ કલાકો સુધી લાઈન ઉભા રહ્યાં બાદ ઓડિશન આપ્યું હતું. આ ઓડિશનમાં મોહેનાએ ગીતા કપૂર, રેમો ડિસોઝ તથા ટેરેન્સ લુઈસને કહ્યું હતું કે તે રાજકુમારી છે.