તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્લ્ડ ટેલિવિઝન ડે:OTT પ્લેટફોર્મની સરખામણીએ હજુ પણ ટીવીનો દબદબો, સેલેબ્સ બોલ્યા, ‘ટીવીએ જ પરિવારને એકસાથે મનોરંજન આપ્યું છે’

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે એટલે કે 21 નવેમ્બરે વર્લ્ડ ટેલિવિઝન ડે છે. આ ખાસ દિવસે ટીવીના અમુક ફેમસ સેલેબ્સે જણાવ્યું કે, ભલે મનોરંજન માટે લોકો ડિજિટલ માધ્યમ તરફ વળ્યા હોય પરંતુ ટીવી જોવાની અલગ જ એક મજા છે. જાણીએ ટીવી સેલેબ્સના વિચારો...

વિજયેન્દ્ર કુમેરિયા: આ સાચું છે કે છેલ્લા કેટલાક વર્ષમાં ટીવીના દર્શકોની સંખ્યા પર ઘણી અસર પડી છે કારણકે ઘણા લોકો મનોરંજન માટે ડિજિટલ માધ્યમ તરફ વળ્યા છે કારણકે ત્યાં તમને ઓન ડિમાન્ડ મનોરંજન મળે છે, પરંતુ હજુ પણ અમુક વર્ગ છે કે મનોરંજન માટે ટીવી પર આધાર રાખે છે. આવનારા વર્ષમાં મનોરંજનના માધ્યમના વધારે ફેરફાર આવશે પણ ટીવી ભૂલાશે નહિ. અત્યારના વર્ષમાં તો આવું થશે જ નહિ.

મારું સૌભાગ્ય છે કે મારા જન્મ પહેલાં જ મારા પરિવાર પાસે ટેલિવિઝન સેટ હતો, મને હજુ પણ યાદ છે તેમાં ઘણી ઓછી ચેનલ હતી અને એક એન્ટીના પર ચાલતું હતું. અમે નવું ટીવી લીધું તો તેમાં 100 ચેનલના ઓપ્શન હતા. તે જોઇને અમે કહેતા કે આ વેસ્ટ છે કારણકે અમે 15 ચેનલ જ જોઈ શકતા હતા. અત્યારે તો આપણને પણ નથી ખબર કે ટોટલ કેટલી ચેનલ છે.

સુબુહી જોશી: આજકાલ લોકો મોબાઈલ અને લેપટોપનો વધારે ઉપયોગ કરે છે પરંતુ આજે પણ હું રોજ રાતે ટીવી જોઇને જ ઊંઘું છું. સિરિયલ ના જોવું તો ઇન્ટરનેટ કનેક્ટ કરીને અન્ય કઈક ટીવી પર જોઈ લઉં છું. ટીવી પર ઓલ ટાઈમ ફેવરિટ શો ‘ફ્રેન્ડસ’ છે. મને લાગે છે કે આ ખાલી મારો જ નહિ પણ અન્ય ઘણા લોકોનો ફેવરિટ શો છે. મેં આ શોને આશરે 8 વાર જોયો છે અને અત્યારે પણ જ્યારે ફ્રી હોવું ત્યારે જોઈ લઉં છું. ઘર ટીવી આવ્યું અત્યારે હું ઘણી ખુશ હતી, અત્યારે પણ જોવા માટે એટલી જ ખુશ રહું છું.

સાનંદ વર્મા: ટેલિવિઝન ક્યારેય બંધ ના થવું જોઈએ કારણકે પરિવારને એકસાથે જોવા માટે ટીવી જોઈએ. ટીવી એક એવું માધ્યમ છે જેને ઘણા બધા લોકો એકસાથે જોઈ શકે છે. આજે આખો પરિવાર એકસાથે બેસીને વેબ કન્ટેન્ટ ના જોઈ શકે, પરંતુ ટીવીના શો આપણે સાથે જોઈ શકીએ છીએ. આપણો દેશ પારિવારિક છે આથી ટીવીનું અસ્તિત્વ છે. હવે સ્માર્ટ ટીવી આવી ગયા છે, ત્યાં આપણે આપણા ગમતા કન્ટેન્ટ જોઈ શકીએ છીએ.

ટીવી કન્ટેન્ટ હંમેશાં ચાલશે કારણકે ટીવી અન્ય ઇન્ટરનેટ પ્રોગ્રામની સરખામણીમાં વધારે મજબૂત માધ્યમ છે. આપણી વસતી વધારે છે અને ઇન્ટરનેટની પહોંચ હજુ પણ અન્ય દેશોની સરખામણીમાં આપણે ત્યાં ઓછી છે. આખા દેશમાં ઇન્ટરનેટ કદાચ અશક્ય છે. આપણે આર્થિક રીતે મજબૂત નથી.

દરેક ઘરમાં ઇન્ટરનેટ હોય તેનો અર્થ થાય કે પરિવાર આર્થિક રીતે મજબૂત છે. એટલે કે આપણે OTT પ્લેટફોર્મ જોઈ શકીએ છીએ. ટીવીની પોતાની અલગ જગ્યા છે. તેને કોઈ પણ છીનવી શકતું નથી. ટીવી કિંગ છે અને હંમેશાં રાજાની જેમ શાસન કરશે. મારો ઓલ ટાઈમ ફેવરિટ શો ભાભીજી ઘર પર હૈ છે. પિતાએ ટીવી ખરીદ્યું હતું ત્યારે હું ઘણો નાનો હતો અને તે સમયે આવતી રામાયણ અને અન્ય સિરિયલ જોતા.

ડેલનાઝ ઈરાની: તમે મારા પર વિશ્વાસ કરો કે હજુ પણ એવું ગ્રુપ છે જે ટીવી જોવાના દીવાના છે. તમે મારી માતાને કોઈ OTT પ્લેટફોર્મ પર જોવાનું પૂછશો તો તે કહે છે હું ટીવીથી ઘણી ખુશ છું. ઘણા લોકોને મારી માતા પસંદ છે, જે હજુ પણ ટીવી સાથે જોડાયેલા છે. જો તમે ટીવી પર સારું કન્ટેન્ટ આપો છો તો મનોરંજન માટે તેનાથી સારો ઓપ્શન કોઈ નથી. મને લાગે છે કે, ટીવી લોકોના જીવનનો એક ભાગ છે. હું ટીવીનું સન્માન કરું છું કારણકે તે માધ્યમથી જ હું કમાણી કરું છું. હું ગર્વથી કહી શકું છું કે, હું ટીવી એક્ટ્રેસ છું અને તેણે મને બધું આપ્યું છે.

મને યાદ છે જ્યારે અમે નાના હતા ત્યારે અમારી પાસે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતું જે જોઇને અમે ઘણા ખુશ હતા. નવ વર્ષ સુધી ચાલેલો યસ બોસ મારો ફેવરિટ શો હતો. હું મોટાભાગે મારા શો જોતી નહોતી પણ આ જોતી હતી. મને કોમેડી શો પસંદ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો