તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

OTT રિપોર્ટ:નેટફ્લિક્સ તથા હોટસ્ટાર સહિત 40 OTT પ્લેટફોર્મ દર્શકોનું મનોરંજન કરે છે, US પછી ભારતમાં દુનિયાનું સૌથી મોટું OTT માર્કેટ હશે

5 મહિનો પહેલાલેખક: ઈફત કુરૈશી

મહામારી તથા લૉકડાઉનને કારણે એક બાજુ થિયેટર છ મહિના બંધ રહ્યાં હતા તો બીજી બાજુ OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ દર્શકોનું મનોરંજન કરી રહ્યાં છે. એક બાજુ અનેક ફિલ્મનું શૂટિંગ ના થવાથી અટકી પડી છે તો કેટલીક ફિલ્મ થિયેટરને બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. દેશમાં હાલમાં 40 OTT પ્લેટફોર્મ છે, જેમાંથી અનેક પ્લેટફોર્મ સતત દર્શકોને પોતાનું ઓરિજિનલ કન્ટેન્ટ પ્રોવાઈડ કરે છે.

ભારતમાં હાલ 40 OTT પ્લેટફોર્મ

નેટફ્લિક્સડિઝની પ્લસ હોટસ્ટારએમેઝોન પ્રાઈમવૂટ
અલ્ટ બાલાજીસોની લિવTVFયપ્પ ટીવી
એશિયાનેટ મોબાઈલ ટીવીબિગ ફ્લિક્સડિઝી વાઈવડિટ્ટો ટીવી
અરેઈરોઝ નાઉહૂકહંગામા પ્લે
હોઈચોઈસન નેકસ્ટઉલ્લુ એપમૂબી
શેમારુ મીઅહાકુઈ બીયુ ટ્યૂબ મ્યૂઝિક
એપલ મ્યૂઝિકસ્પોટીફાઈગાનાગૂગલ પ્લે મ્યૂઝિક
જિયો સાવનસાઉન્ડ ક્લાઉડવિંકViu
MX પ્લેયરઝી 5VU ક્લિપજિયો સિનેમા
સ્પૂલમનોરમા મેક્સએમેઝોન મ્યૂઝિકહંગામા

એપ ઓરિજિનલ કન્ટેન્ટ

1. ડિઝ્ની પ્લસ હોટસ્ટારદિલ બેચારા, સડક 2, લૂટકેસ, લક્ષ્મી, ખુદા હાફિઝ
2. નેટફ્લિક્સનેટફ્લિક્સ સેક્રેડ ગેમ્સ, બેતાલ, બાર્ડ ઓફ બ્લડ, દિલ્હી ક્રાઈમ
3. એમેઝોન પ્રાઈમમિર્ઝાપુર, પાતાલલોક, ધ ફેમિલી મેન, બંદિશ બેન્ડિટ્સ
4. ઝી5રંગબાઝ, અભય, તૈશ, કાફિર
5. અલ્ટ બાલાજીબિચ્છૂ કા ખેલ, કરલે તૂ ભી મોહબ્બત, બેબાકી, મેન્ટલહુડ
6. MX પ્લેયરઆશ્રમ, ક્વીન, ભૌકાલ, ડેન્જરસ, હાઈ, મસ્તરામ
7. સોની લિવસ્કેમ 1992, અવરોધ, ગુલ્લક, JL 50, લઘુશંકા
8. TVF પ્લેપંચાયત, ટ્રિપલિંગ, કોટા ફેક્ટરી, ફ્લેમ
9. અરેપરિવૉર, ઓફિશિયલ CEO ગર્લફ્રેન્ડ, હો જા રી-જેન્ડર
10. ઈરોઝ નાઉમેટ્રો પાર્ક, ઓપરેશન કોબ્રા, મોદીઃ જર્ની ઓફ અ કોમન મેન
11. વૂટઅસુર, ક્રેક ડાઉન, મર્જી
12. જિયો સિનેમાટ્વિસ્ટેડ, માયા, ફેસલેસ, ઝખ્મી, જિંદાબાદ
13. હોઈચોઈબંગાળી ફિલ્મ- તાશેર, ગવર, ડિટેક્ટિવ, સિન સિસ્ટર
14. અહાતેલુગુઃ ગીતા, સુબ્રહ્મણ્યમ, કોથા પોરાડુ

આ છે ભારતના ટોપ 10 OTT પ્લેટફોર્મ

 1. હોટસ્ટારઃ 2015માં શરૂ થયેલું આ પ્લેટફોર્મ ચાહકોમાં ઘણું જ લોકપ્રિય છે. ભારતમાં સૌથી વધું સબસ્ક્રાઈબર ધરાવતું પ્લેટફોર્મ છે. હાલમાં જ આ પ્લેટફોર્મને વોલ્ટ ડિઝ્ની સાથે ટાઈઅપ કરીને ડિઝ્ની પ્લસ હોટસ્ટાર નામ રાખ્યું છે. હાલમાં આ પ્લેટફોર્મ પર 'દિલ બેચારા', 'સડક 2', 'લૂટકેસ', 'લક્ષ્મી', 'ખુદા હાફિઝ' જેવી ફિલ્મ સ્ટ્રીમ થઈ હતી.
 2. એમેઝોન પ્રાઈમઃ ભારતમાં 2016માં એમેઝોન પ્રાઈમ શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ પર કુલ છ ભાષામાં ફિલ્મ તથા સીરિઝ આવે છે. લૉકડાઉન દરમિયાન થિયેટર બંધ હોવાને કારણે એમેઝોન પર જ 'ગુલાબો સિતાબો' ફિલ્મ બતાવવામાં આવી હતી.
 3. નેટફ્લિક્સઃ અમેરિકન સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સે 2016માં ભારતમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. શરૂઆતની સાથે જ આ પ્લેટફોર્મને 2020,000 રૂપિયાનો નફો કર્યો હતો. 2018માં રેવન્યૂ 580 મિલિયન થઈ ગઈ હતી. નેટફ્લિક્સ પર અત્યાર સુધી 'સેક્રેડ ગેમ્સ', 'દિલ્હી ક્રાઈમ્સ', 'બેતાલ', 'ઘોલ', 'બાર્ડ ઓફ બ્લડ' જેવી ઓરિજિનલ સીરિઝ સ્ટ્રીમ કરવામાં આવી છે. 2018માં આવેલા એક રિપોર્ટ પ્રમાણે નેટફ્લિક્સના છ મિલિયન સબસ્ક્રાઈબર હતી, જે લૉકડાઉનમાં વધી ગયા હતા.
 4. વૂટઃ વૂટ એક ઈન્ડિયન સબસ્ક્રિપ્શન વીડિયો ઓન ડિમાન્ડ સર્વિસ છે. 2016માં લોન્ચ કરવામાં આવ્યું છે. આ વાયકોમ 18નો હિસ્સો છે. આ પ્લેટફોર્મ માત્ર ભારતમાં જ ઉપલબ્ધ છે. કલર્સ તથા MTv જેવા વાયકોમ 18ની અનેક ચેનલના શો આ પ્લેટફોર્મ પર જોવા મળે છે. ફિલ્મ તથા શોની સાથે આ પ્લેટફોર્મમાં વૂટ ઓરિજિનલ સીરિઝ પણ સ્ટ્રીમ થાય છે. ફેબ્રુઆરી, 2020માં વૂટ સિલેક્ટે પેડ સબસ્ક્રિપ્શન સર્વિસ શરૂ કરી છે.
 5. ઝી 5: આ ઝી એન્ટરટેઈનમેન્ટના એસેલ ગ્રુપની ભારતીય વીડિયો ઓન ડિમાન્ડ સર્વિસ છે. 14 ફેબ્રુઆરી, 2018માં લોન્ચ કરવામાં આવી હતી. આ પ્લેટફોર્મ પર યુઝર 12 અલગ અલગ ભાષાની ફિલ્મ તથા સીરિઝની મજા માણી શકે છે. ટૂંક સમયમાં ઝી 5 પેડ સબસ્ક્રાઈબર માટે ઝી 5 ક્લબ શરૂ કરવામાં આવશે. આ પ્લેટફોર્મ પર યુઝર ઝી ટીવીની તમામ ચેનલના પ્રોગ્રામ ટેલિકાસ્ટ થાય તેના એક દિવસ પહેલાં જોઈ શકશે. 'તૈશ', 'યારા', 'કોમેડી કપલ', 'ઘૂમકેતુ' જેવી ફિલ્મ સ્ટ્રીમ કરવામાં આવી છે.
 6. સોની લિવઃ આ સોની પિક્ચર નેટવર્ક ઈન્ડિયાની એન્ટરટેઈનમેન્ટ તથા વીડિયો ઓન ડિમાન્ડ સર્વિસ છે, જેમાં સોની નેટવર્કનો છેલ્લાં 18 વર્ષનો ડેટા છે. ભારતનું આ પહેલું એવું OTT પ્લેટફોર્મ છે, જે ભારતની સાથે હોલિવૂડ માટે પણ મ્યૂઝિક કન્ટેન્ટ પ્રોડ્યૂસ કરે છે.
 7. અલ્ટ બાલાજીઃ આ બાલાજી ટેલિફિલ્મનું સબસ્ક્રિપ્શન આધારિત વીડિયો ઓન ડિમાન્ડ પ્લેટફોર્મ છે. આ વેબસાઈટે એવો દાવો કર્યો છે કે આ પ્લેટફોર્મ ભારતનું સૌથી મોટી કન્ટેન્ટ બેંક છે. અલ્ટ બાલાજીના અંદાજે 27 મિલિયન સબસ્ક્રાઈબર છે. આ પ્લેટફોર્મ પર અત્યાર સુધી 'મેન્ટલહૂડ', 'બેબાકી', 'મોમ', 'ફિતરત' જેવી ફિલ્મ તથા શો આવી ચૂક્યા છે.
 8. ઈરોઝ નાઉઃ આ પ્લેટફોર્મની શરૂઆત 2012માં થઈ હતી. આ પેડ OTT પ્લેટફોર્મ છે. ડિજિટલ મીડિયા મેનેજમેન્ટ ઈરોઝ ડિજિટલે આ પ્લેટફોર્મને કંટ્રોલ કરે છે. આ પ્લેટફોર્મ પર 'કોબરા', 'મેટ્રો પાર્ક', 'મોદીઃ જર્ની', 'ફ્લેશ' જેવું ઓરિજિનલ કન્ટેન્ટ આપવામાં આવ્યું છે.
 9. MX પ્લેયરઃ MX મીડિયા એન્ડ એન્ટરટેઈમેન્ટે આ વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. ગ્લોબલી 280 મિલિયન યુઝર છે. આ પ્લેટફોર્મ પોતાના ઓરિજિનલ મ્યૂઝિક, સીરિઝ તથા ફિલ્મ બતાવે છે. હાલમાં જ 'ડેન્જરસ' તથા 'આશ્રમ' સ્ટ્રીમ થઈ હતી.
 10. અરેઃ આ એક મુંબઈ આધારિત OTT પ્લેટફોર્મ છે, જેમાં દર્શકોને ફિલ્મ, વેબ સીરિઝ, શો તથા ઓનલાઈન બુક મળે છે. આ પ્લેટફોર્મમાં ઓરિજિનલ કન્ટેન્ટ પણ છે.

મ્યૂઝિક ઓરિજિનલ કન્ટેન્ટ આપનાર OTT પ્લેટફોર્મ

 1. એમેઝોન મ્યૂઝિક
 2. એપલ મ્યૂઝિક
 3. ગાના
 4. ગૂગલ પ્લે મ્યૂઝિક
 5. હંગામા
 6. જિયો સાવન
 7. સાઉન્ડ ક્લાઉડ
 8. સ્પોટીફાઈ
 9. વિંક
 10. યુટ્યૂબ મ્યૂઝિક

US પછી ભારત OTT યુઝરનો સૌથી મોટો દેશ બનશે
KBMJ મીડિયા તથા એન્ટરટેઈનમેન્ટ રિપોર્ટ 2018 પ્રમાણે, ભારતમાં OTT પ્લેટફોર્મ્સને જંગી નફો થશે. વર્ષ 2023 સુધી ભારતીય OTT માર્કેટમાં 45 ટકાનો વધારો થશે, જેમાં આ પ્લેટફોર્મનો ગ્રોથ 130 બિલિયન રૂપિયા સુધી પહોંચી જશે. હાલમાં ભારતમાં OTT પ્લેટફોર્મનું 250 કરોડ રૂપિયાનું માર્કેટ છે. અર્નેસ્ટ એન્ડ યંગના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં 2020ના અંત સુધીમાં OTT યુઝરની સંખ્યા 500 મિલિયન થશે. US પછી ભારત બીજુ સૌથી મોટું OTT માર્કેટ હશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો