ચર્ચા છે કે 'ધ કપિલ શર્મા' ટૂંક સમયમાં બંધ થવાનો છે. માનવામાં આવે છે કે શોની TRP ઓછી છે અને કપિલ શર્મા પોતાની અપકમિંગ ફિલ્મમાં પણ વ્યસ્ત છે. આથી જ આ શો થોડાં મહિના બંધ થશે. આ શોને 'ઇન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન' રિપ્લેસ કરશે તેમ માનવામાં આવે છે. આટલું જ નહીં આ શોથી નવજોત સિદ્ધુ ટીવીમાં કમબેક કરશે.
કપિલ શર્મા હાલમાં નંદિતા દાસ સાથેની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે ડિલિવરી બોયના રોલમાં છે. બીજી બાજુ જૂન મહિનામાં કપિલ શર્માની સ્ટાર-કાસ્ટ અમેરિકા તથા કેનેડામાં શો કરવાની છે. બિઝી શિડ્યૂઅલમાં આ શો થોડો સમય બંધ કરવામાં આવે તે બેસ્ટ ઓપ્શન છે. થોડાં મહિનાના બ્રેક બાદ ફ્રેશ કોન્સેપ્ટ્સ સાથે આ શો ફરી શરૂ થશે.
સોની ટીવી પર નવો કોમેડી શો આવશે
કપિલ શર્માના શોની TRP પણ ઓછી છે અને તેથી જ સોની ટીવી નવો કોમેડી શો લઈને આવશે. આ શોનું નામ 'ઇન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન' છે. તાજેતરમાં જ આ શોનું ટીઝર શૅર કરવામાં આવ્યું હતું. આ શોમાં કોમેડિયન્સ ટાઇટલ જીતવા માટે પર્ફોર્મ કરશે.
નવજોત સિદ્ધુ ટીવી પર કમબેક કરશે?
એક ચર્ચા એવી પણ છે કે 'ઇન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન' શોમાં જજ તરીકે નવજોત સિદ્ધુ જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે પંજાબમાં કોંગ્રેસનો ખરાબ પરાજય થયો હતો. આથી જ નવજોત સિંહ સિદ્ધુ ફરી ટીવી પર કમબેક કરે તેવી શક્યતા છે.
'ધ કપિલ..'ના શોમાં અર્ચના પહેલાં નવજોત સ્પેશિયલ જજ હતો
ઉલ્લેખનીય છે કે 'ધ કપિલ શર્મા શો'માં અર્ચના પહેલાં નવજોત સિંહ સિદ્ધ જજ તરીકે જોવા મળતો હતો. જોકે, 2019માં પુલવામા અટેક પર કમેન્ટ કર્યા બાદ સિદ્ધુ વિરુદ્ધ લોકોનો ગુસ્સો જોવા મળ્યો હતો અને સો.મીડિયામાં શોમાંથી નવજોત સિંહને હટાવવાની માગણી કરવામાં આવી હતી. આ જ કારણે મેકર્સે નવજોતને રિપ્લેસ કરીને અર્ચના પૂરણ સિંહને સ્પેશિયલ જજ બનાવી હતી. શો છોડ્યા બાદ નવજોત પંજાબની કોંગ્રેસ સરકારમાં મંત્રી બન્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.