તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:મુનમુન દત્તાની ધરપકડ થશે? આપત્તિજનક જાતિગત શબ્દના ઉપયોગ બદલ બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ

મુંબઈ3 મહિનો પહેલા
  • મુનમુને પોતાના વીડિયોમાં આપત્તિજનક જાતિગત શબ્દનો ઉપયોગ કર્યો હતો
  • ભૂલ સમજાતાં મુનમુને તરત જ વીડિયો એડિટ કર્યો હતો અને ત્યાર બાદ માફી પણ માગી હતી

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતાનો રોલ પ્લે કરનાર મુનમુન દત્તાએ થોડા દિવસો પહેલાં જ પોતાના એક વીડિયોમાં આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ જ કારણે તેને સો.મીડિયામાં ટ્રોલ કરવામાં આવી હતી અને #ArrestMunmunDutta ટ્રેન્ડ પણ થયું હતું. હવે મુનમુન પર હરિયાણા તથા જલંધરમાં કેસ કરવામાં આવ્યો છે. મુનમુન પર બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ કરવામાં આવ્યો છે અને તેના માથે ધરપકડની તલવાર લટકે છે.

આ બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ કરવામાં આવ્યો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુનમુન દત્તા વિરુદ્ધ નેશનલ અલાયન્સ ફોર શિડ્યૂલ ક્લાસ હ્યુમન રાઈટ્સના રજન કલસને ફરિયાદ કરી હતી. આ ફરિયાદને આધાર બનાવીને હરિયાણાના હાંસીની પોલીસે FIR કરી છે. એક્ટ્રેસ વિરુદ્ધ ભારતીય બંધારણની કલમ 153A, 295A અનુસૂચિત જાતિ તથા જનજાતિ અત્યાચાર અધિનિયમની કલમ (1)(R), 3(1)(S) અને 3(1)(U) હેઠળ કેસ કરવામાં આવ્યો છે. આ તમામ કલમો બિનજામીનપાત્ર છે.

જો ધરપકડ થઈ તો જામીન નહીં મળે
જો પોલીસ આ કેસમાં કાર્યવાહી કરીને મુનમુન દત્તાની ધરપકડ કરે છે તો આ કલમો હેઠળ તેને જામીન મળી શકે નહીં. આટલું જ નહીં, આ કલમો હેઠળ મુનમુન દત્તા આગોતરા જામીન પણ લઈ શકે નહીં.

અનુસૂચિત જાતિનું અપમાન કરવાનો આક્ષેપ
પોલીસને કરેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે મુનમુન દત્તાએ પોતાની યુટ્યૂબ ચેનલમાં વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં એક્ટ્રેસે આપત્તિજનક જાતિ સૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેણે અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી.

11 મેના રોજ ફરિયાદ તથા CD આપી
નેશનલ અલાયન્સ ફોર શિડ્યૂલ ક્લાસ હ્યુમન રાઈટ્સના રજત કલસને 11 મેના રોજ હાંસી પોલીસ કમિશનરરને એક લેખિત ફરિયાદ કરી હતી. આ સાથે જ મુનમુન દત્તાના વીડિયોની CD આપી હતી. હાંસીની પોલીસે ફરિયાદ મળ્યા બાદ FIR કરવાનો આદેશ આપ્યો હતો.

મુનમુને માફી પણ માગી હતી

મુનમુન દત્તાએ તાજેતરમાં જ પોતાના એક વીડિયોમાં જાતિગત શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ વીડિયો અંગે અનેક લોકોએ આપત્તિ દર્શાવી હતી. મુનમુન દત્તાને પોતાની ભૂલ ધ્યાનમાં આવતાં તેણે આ વીડિયો સો.મીડિયામાંથી ડિલિટ કરી નાખ્યો હતો અને યુટ્યૂબમાં એડિટ કરી નાખ્યો હતો. જોકે વિરોધ શાંત ના થતાં મુનમુને સો.મીડિયામાં હિંદી તથા અંગ્રેજીમાં માફી માગતું નિવેદન જાહેર કર્યું હતું.

મુનમુને કહ્યું હતું, 'આ એક વીડિયોના સંદર્ભમાં છે. આ વીડિયો મેં ગઈકાલે પોસ્ટ કર્યો હતો. અહીં મારા દ્વારા ઉપયોગમાં લેવાયેલા એક શબ્દનો ખોટો અર્થ કરવામાં આવ્યો છે. આ અપમાન ધમકી કે કોઈની પણ ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ઈરાદા સાથે કહેવામાં આવ્યો નથી. મારી ભાષાની નાસમજને કારણે મને શબ્દના સાચા અર્થની ખોટી માહિતી હતી. જ્યારે મને સાચો અર્થ કહેવામાં આવ્યો ત્યારે મેં એ ભાગ એડિટ કરી દીધો છે.'

વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું હું દરેક જાતિ, પંથ અને દરેક વ્યક્તિને ઘણું જ સન્માન આપું છે. સમાજ કે રાષ્ટ્રમાં તેમના અપાર યોગદાનને સ્વીકારું છું. મારા શબ્દના ઉપયોગને કારણે અજાણતા જેમની લાગણી દુભાઈ છે તે તમામની હું ઈમાનદારીથી માફી માગું છું. મને એના માટે અફસોસ છે.

અન્ય સમાચારો પણ છે...