તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:શું દિવ્યાંકા ત્રિપાઠી શોમાં દયાભાભીનો રોલ ભજવશે? વાઇરલ સમાચાર પર એક્ટ્રેસનું રિએક્શન

મુંબઈ3 મહિનો પહેલા
  • દિશા વાકાણી નવેમ્બર, 2017થી શોમાં દેખાઈ નથી

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના મેકર્સ લાંબા સમયથી દયાભાભી શોમાં પરત ફરે તેની રાહ જોઈ રહ્યાં છે. જોકે, દિશા વાકાણી શોમાં પરત ફરે તેવી શક્યતા ઘણી જ ઓછી છે. આ દરમિયાન એવી ચર્ચા થતી હતી કે શો મેકર્સ હવે આ રોલ માટે 'યે હૈ મહોબ્બતે' ફૅમ દિવ્યાંકા ત્રિપાઠીનો અપ્રોચ કર્યો હતો. હાલમાં દિવ્યાંકા સાઉથ આફ્રિકામાં રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી 11'નું શૂટિંગ કરીને મુંબઈ પરત ફરી છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનના પાત્રમાં દિશા
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનના પાત્રમાં દિશા

અસિત મોદી સાથે કોઈ વાત થઈ નથી
રિપોર્ટમાં દિવ્યાંકા સાથે જોડાયેલા સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું હતું કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પ્રોડ્યૂસર અસિત મોદી સાથે કોઈ વાત થઈ નથી. સૂત્રોના મતે, ચાહકોને વધુ કન્ફ્યૂઝ કરવા માટે આ ખોટી વાતો ફેલાવવામાં આવી છે.

અફવાઓ પાયાવિહોણી હોય છે
દિવ્યાંકાએ એક ઇન્ટરવ્યૂમાં આ અફવા પર રિએક્શન આપ્યું હતું. તેણે કહ્યું હતું, 'આ પ્રકારન અફવાઓ મોટાભાગે નિરાધાર તથા પાયાવિહોણી હોય છે.' વાતચીતમાં દિવ્યાંકાને પૂછવામાં કે જો તેને આ પાત્ર ઑફર કરવામાં આવે તો તે તૈયાર છે? જેના જવાબમાં તેણે કહ્યું હતું કે આ શઓ ઘણો જ શાનદાર છે. આ શોનો ચાહકવર્ગ મોટો છે, પરંતુ તે આ રોલ કરવા માટે એક્સાઈટેડ નથી. તે ફ્રેશ કોન્સેપ્ટ્સ તથા નવા પડાકારોની શોધમાં છે.