તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીવી એક્ટ્રેસનું દર્દ:કવિતા કૌશિક શા માટે ગણેશ ચતુર્થી નહોતી મનાવતી, કહ્યું- મહાદેવજી મારા પિતાને લઈ ગયા, હું તેમના દીકરાને પ્રેમ નહીં કરું

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકે હાલમાં જ કહ્યું હતું કે 2016માં પપ્પાના મૃત્યુ બાદ તેણે કેમ ગણેશ ચતુર્થી સેલિબ્રેટ કરવાનું બંધ કર્યું હતું. તે મહાદેવજી સામે લડતી હતી. કવિતાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી, જેમાં કપિલ શર્મા-ગિન્ની ચતરથ, ભારતી સિંહ જોવા મળે છે.

સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી
કવિતાએ ગણેશજીની તસવીરો શૅર કરી છે, જેમાં ટેબલ પર ફૂલોથી સજાયેલી ગણપતિ ભગવાનની મૂર્તિ જોવા મળે છે. કવિતનો પતિ રોનિત ડૉગ સાથે પોઝ આપે છે. તો અન્ય કેટલીક તસવીરમાં કવિતા કોમેડિયન કપિલ શર્મા, ગિન્ની ચતરથ, ભારતી સિંહ, કપિલની માતા સાથે જોવા મળે છે. કવિતા કૌશિક કોમેડિયન કપિલના ઘરે બાપ્પાના દર્શન માટે ગઈ હતી.

હું મહાદેવ સાથે લડાઈ લડતી હતી
કવિતાએ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, '2016માં જ્યારે મારા પપ્પાનું મૃત્યુ થયું ત્યારે બધું જ વેર વિખેર થઈ ગયું હતું. મેં ત્યારથી બાપ્પાને ઘરે લાવવાના બંધ કરી દીધા હતા. કદાચ હું મારા મહાદેવજી સાથે લડતી હતી કે તે મારા પિતાને કેમ લઈ ગયા અને તેથી જ હું તેમના દીકરાને પ્રેમ નહીં કરું. મારો જોશ, મારી તાકાત, મારી મહત્ત્વકાંક્ષા બધું જ જતું રહ્યું હતું. જોકે, ભગવાને આપણને બનાવ્યા છે અને માત્ર ભગવાન જ આપણને આપણી મુશ્કેલીમાંથી બહાર નીકળી શકે છે.'

વધુમાં કવિતાએ કહ્યું હતું, 'આજે હું ભગવાનનો તે પ્રેમ માટે આભાર માનું છું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મને મારા પપ્પા જેવો પ્રેમ પાછો મળશે. અમે બાપ્પાને પાંચ વર્ષ પછી નવા ઘરમાં લઈને આવ્યા છીએ. બાપ્પાએ માત્ર મને ઘર નહીં, પરંતુ નેશનલ ટીવીમાં બ્રેક આપ્યો.'

કવિતા કૌશિક તથા ભારતી સિંહ
કવિતા કૌશિક તથા ભારતી સિંહ
કવિતા કૌશિક, ભારતી સિંહ તથા ગિન્ની ચતરથ
કવિતા કૌશિક, ભારતી સિંહ તથા ગિન્ની ચતરથ
કવિતા કૌશિક તથા કપિલ શર્મા
કવિતા કૌશિક તથા કપિલ શર્મા
કવિતા કૌશિક તથા ભારતી સિંહ
કવિતા કૌશિક તથા ભારતી સિંહ
કવિતાનો પતિ રોનિત
કવિતાનો પતિ રોનિત

'FIR'થી લોકપ્રિય થઈ
1981માં ઉત્તરાખંડમાં જન્મેલી કવિતા કૌશિકે 2001માં ટીવી સિરિયલ 'કુટુંબ'થી એક્ટિંગ કરિયર શરૂ કરી હતી. ત્યારબાદ તે 'કહાની ઘર ઘર કી', 'કોઈ અપના સા', 'કહાની તેરી મેરી' સહિત વિવિધ સિરિયલમાં કામ કર્યું હતું. જોકે, તેને ખરી ઓળખ ટીવી સિરિયલ 'FIR'થી મળી હતી. આ સિરિયલમાં તેણે હરિયાણવી પોલીસનો રોલ પ્લે કર્યો હતો. કવિતાએ 2004માં 'એક હસીના થી' બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તેણે પંજાબી ફિલ્મમાં પણ કામ કર્યું છે.