તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:આખરે શા માટે નિધિ ભાનુશાલીએ સલમાન ખાનના શો 'બિગ બોસ'માં ભાગ ના લીધો?

મુંબઈ8 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • નિધિ ભાનુશાલી 'બિગ બોસ'માં જવા માટે ઘણી જ ઉત્સુક હતી
  • નિધિએ 'બિગ બોસ'ને બદલે પોતાના પહેલા પ્રેમને પ્રાથમિકતા આપી

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફૅમ નિધિ ભાનુશાલીનો 'બિગ બોસ 15' માટે અપ્રોચ કરવામાં આવ્યો હતો. જોકે, નિધિની ઈચ્છા હોવા છતાં તે શોમાં ભાગ લેવાની નથી. માનવામાં આવે છે કે તેણે 'બિગ બોસ'ને બદલે પોતાનો પહેલો પ્રેમ ટ્રાવેલિંગને પસંદ કર્યો હતો.

નિધિને ટ્રાવેલિંગ પસંદ છે
એક્ટ્રેસના નિકટના સૂત્રોએ કહ્યું હતું, 'રિયલ લાઇફમાં નિધિ ઘણી જ એડવેન્ચરસ છે. તેને ટ્રાવેલિંગ કરવું પસંદ છે અને તે છેલ્લાં કેટલાંક મહિનાથી દેશ ભ્રમણ પર નીકળી છે. તે પોતાના એક મિત્ર તથા પાલતુ ડોગ સાથે રોડ ટ્રિપ પર છે. છેલ્લાં ત્રણ મહિનામાં તે માત્ર થોડાં દિવસ માટે જ ઘરે આવી હતી. તેના ફેમિલી મેમ્બરના લગ્નમાં સામેલ થવા માટે નિધિ આવી હતી.'

સો.મીડિયામાં નિધિ ઘણી જ એક્ટિવ
નિધિ ભાનુશાલી સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તેનો બિન્દાસ અંદાજ જોઈને શોના મેકર્સે નિધિનો સંપર્ક કર્યો હતો. આ શોમાં સામેલ થવા માટે નિધિએ રોડ ટ્રિપને અધવચ્ચે મૂકીને મુંબઈ પાછું આવવું પડે તેમ હતું. નિધિ આ શોમાં જવા માટે ઘણી જ ઉત્સાહી હતી. જોકે, તે પોતાના ટ્રાવેલ પ્લાનમાં કોઈ ફેરફાર કરવા તૈયાર નહોતી. આથી જ તેણે શોમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી અને રોડ ટ્રિપ ચાલુ રાખી.

હાલમાં લદ્દાખમાં છે
નિધિ હાલમાં લદ્દાખમાં છે. થોડાં દિવસ બાદ તે કાશ્મીર જશે અને અહીંયા 15 દિવસ રહેશે. કાશ્મીર બાદ તે ઉત્તરાંચલ થઈને વિવિધ રાજ્યો ફરીને મુંબઈ પરત ફરશે. જો નિધના પ્લાન પ્રમાણે બધું થયું તો તે વર્ષના અંત સુધીમાં મુંબઈ પરત ફરશે. નિધિએ આ વર્ષે જૂનમાં પોતાની રોડ ટ્રિપ શરૂ કરી હતી. રોડ ટ્રિપ માટે નિધિએ નવી કાર પણ ખરીદી હતી.

ટ્રાવેલિંગમાં કરિયર બનાવવા ઉત્સુક
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં નિધિએ કહ્યું હતું કે તે ટ્રાવેલિંગમાં કરિયર બનાવવા માગે છે. તે આ જ ફિલ્ડમાં આગળ વધવા માગે છે અને તે પોતાની યુ ટ્યૂબ ચેનલ શરૂ કરશે અને ટ્રાવેલ અનુભવ શૅર કરશે. હાલમાં તે રોડ ટ્રિપની ડોક્યૂમેન્ટ્રી બનાવવાની છે.

18 વર્ષની ઉંમરે નિધિએ શો છોડ્યો
નિધિ 12 વર્ષની હતી ત્યારે તેણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુનું પાત્ર ભજવવાની શરૂઆત કરી હતી. નિધિ પહેલાં સોનુનું પાત્ર ઝીલ મહેતા પ્લે કરતી હતી. ઝીલે વધુ અભ્યાસ માટે આ શો છોડી દીધો હતો. નિધિ 18 વર્ષની થઈ ત્યારે તેણે આ શો છોડી દીધો હતો. તેણે પણ અભ્યાસ માટે જ આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. નિધિના સ્થાને હાલમાં પલક સિધવાણી સિરિયલમાં સોનુનું પાત્ર ભજવી રહી છે.