તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફ્લેશબેક:જ્યારે 'અનુપમા'એ 'કાવ્યા'ના સસરા મિથુન ચક્રવર્તી સાથે ફિલ્મમાં રોમાન્સ કર્યો હતો

મુંબઈ3 મહિનો પહેલા
  • ટીવી સિરિયલ 'અનુપમા' TRP ચાર્ટમાં ખાસ્સા સમયથી નંબર વન પર છે.

રવિવાર, 27 જૂનના રોજ એક્ટર તથા રાજકારણી મિથુન ચક્રવર્તી ટીવી સિરિયલ 'અનુપમા'ના સેટ પર અચાનક જ આવી ગયા હતા. અહીંયા તેઓ પોતાની પુત્રવધૂ મદાલસા શર્મા (સિરિયલમાં કાવ્યાનો રોલ પ્લે કર્યો છે)ને મળવા આવ્યા હતા. તેઓ ગ્રે કુર્તા તથા બ્લેક પાયજામામાં જોવા મળ્યા હતા. તેમણે શોલ ઓઢી હતી અને કેપ પહેરી હતી. મિથુને સિરિયલની સ્ટાર કાસ્ટ સાથે ફોટો પણ ક્લિક કરાવ્યા હતા.

મિથુન ચક્રવર્તી 'અનુપમા'ના સેટ પર
મિથુન ચક્રવર્તી 'અનુપમા'ના સેટ પર

નવાઈની વાત એ છે કે 90ના દાયકામાં મિથુન ચક્રવર્તી તથા અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીએ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. 1996માં રિલીઝ થયેલી ફિલ્મ 'અંગારા'માં બંને સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મને રૂપાલીના પિતા અનિલ ગાંગુલીએ ડિરેક્ટ કરી હતી. નોંધનીય છે કે રૂપાલી ગાંગુલીની માતાએ 'ડાન્સ ઇન્ડિયા સુપર મોમ્સ'માં ભાગ લીધો હતો. રૂપાલી પણ પોતાની માતાને મળવા સેટ પર આવી હતી.

'અંગારા' ફિલ્મમાં કમલ સદાહ, સદાશિવ અમરાપુરકર, હેમંત બીર્જે સહિતના કલાકારો હતા
'અંગારા' ફિલ્મમાં કમલ સદાહ, સદાશિવ અમરાપુરકર, હેમંત બીર્જે સહિતના કલાકારો હતા
બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખાસ કમાલ કરી શકી નહોતી
બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખાસ કમાલ કરી શકી નહોતી

કાસ્ટની વચ્ચે તણાવના ન્યૂઝ આવ્યા હતા
હાલમાં જ ચર્ચા થતી હતી કે રૂપાલી ગાંગુલી તથા સુધાંશુ પાંડે વચ્ચે મતભેદ છે. શોની કાસ્ટ બે ગ્રુપમાં વહેંચાઈ ગઈ છે. ત્યારબાદ સુધાંશુએ એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં તેણે શોની લીડ એક્ટ્રેસ અનુપમાને ટૅગ કરી નહોતી. મદાલસા શર્માએ આ વાતને નિરાધાર ગણાવી હતી.