તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Television
  • When Sister Aarti Singh Bought The Car On Her Own, Krushna Abhishek Said, "she Didn't Take A Single Rupee From Him, It's A Matter Of Pride For Me."

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાઉડ મોમેન્ટ:બહેન આરતી સિંહે પોતાના દમ પર કાર ખરીદી તો કૃષ્ણા અભિષેકે કહ્યું, 'મારી પાસેથી એક રૂપિયો નથી લીધો, મારા માટે ગર્વની વાત'

મુંબઈએક મહિનો પહેલા

ટીવી હોસ્ટ તથા કોમેડિયન કૃષ્ણા અભિષેકે પોતાની બહેન આરતી સિંહનો એક વીડિયો શૅર કર્યો હતો. આરતીએ પોતાના પૈસાથી પહેલી જ વાર કાર ખરીદી છે. વીડિયો શૅર કરીને કૃષ્ણાએ કહ્યું હતું કે તેની બહેને એક રૂપિયો માગ્યો નથી. આ વાત તેના માટે ગર્વની છે. વીડિયોમાં આરતી ભાઈ કૃષ્ણાનો હંમેશાં પેમ્પર કરવા માટે આભાર માને છે.

બહેનને શુભેચ્છા આપી
કૃષ્ણાએ કહ્યું, 'કોંગો આરતીને પોતાની નવી કાર માટે. તને હું કહી શકું તેમ નથી કે હું કેટલો ખુશ છું. તે ઘણી જ મહેનત કરી છે અને મારી પાસેથી એક રૂપિયો પણ લીધા વગર તે આ કાર ખરીદી છે. આ એક ભાઈ માટે ગર્વની વાત છે. ભગવાન તારું ભલું કરે અને તુ હંમેશાં આવી જ સેલ્ફ મેડ રહે.'

કૃષ્ણાએ કહ્યું, હું તારી કાર લઈને જઈશ
વીડિયોમાં કૃષ્ણાએ આરતીને કહ્યું હતું, 'વાહ તને તારા પૈસાથી નવી કાર ખરીદી તો કેવી લાગણી થઈ? તે મારી પાસેથી એક રૂપિયો પણ લીધો નથી.' આરતીએ જવાબ આપીને કહ્યું હતું, 'બહુ જ સારું, પરંતુ હું હંમેશાં લકી રહી, કારણ કે મારા ભાઈએ મને ઘણી જ પેમ્પર કરી છે. મને ક્યારેય મારા પૈસા ખર્ચ કરવાની જરૂર પડી નથી.' કૃષ્ણાએ સામે કહ્યું હતું, 'હવે જ્યારે તે મને આટલું બટર લગાવ્યું છે તો હું તારી કાર લઈને શૂટિંગ પર જઈશ. તું તારી સ્વિફ્ટ ચલાવી શકે છે.'

આરતી પોતાની અલગ ઓળખ બનાવવા માટે સ્ટ્રગલ કરે છે
એક ઈન્ટરવ્યૂમાં આરતીએ કહ્યું હતું કે તેને હંમેશાં લોકો કૃષ્ણા અભિષેકની બહેન તરીકે જ ઓળખતા હતા અને તે ઈન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ બનાવવા માટે સ્ટ્રગલ કરતી હતી. તેણે કહ્યું હતું કે થોડાં સમય પહેલાં સુધી લોકો તેને કૃષ્ણા અભિષેકની બહેન કહીને બોલાવતા હતા. લોકો તેની પાસે ફોટો ક્લિક કરાવવા આવતા અને પૂછતા કે તે કોણ છે અને તેને કઈ ફિલ્મમાં કે શોમાં કામ કર્યું છે.

આરતીએ આઈડિયા ઓફ સક્સેસ અંગે વાત કરી હતી
આરતીએ પોતાના આઈડિયા ઓફ સક્સેસ અંગે કહ્યું હતું કે જ્યારે તેણે શરૂઆત કરી ત્યારે તે લીડ રોલ કરવા માગતી હતી, પરંતુ તે આ અંગે ક્યારેય મહત્ત્વકાંક્ષી નહોતી. તે ક્યારેય વિચારતી નહોતી કે તેને બંગલો જોઈએ કે પછી ફિલ્મ કરવી જોઈએ. તે માત્ર નામ કમાવવા માગતી હતી, તે ક્યારેય પૈસા પાછળ ભાગી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો