તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રોલ:અંકિતાએ બોયફ્રેન્ડ વિકી સાથેની રોમેન્ટિક તસવીર શૅર કરી તો સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ, યુઝર્સે કહ્યું- સુશાંતને ભૂલી ગઈ?

મુંબઈ5 મહિનો પહેલા

અંકિતા લોખંડેએ હાલમાં જ બોયફ્રેન્ડ વિકી જૈન સાથેની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. તેણે વિકીની સાથે દિવાળી સેલિબ્રેટ કરતી તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'મારા, તાર બધા માટે હેપી દિવાળી.' અંકિતાએ બોયફ્રેન્ડ સાથે દિવાળી સેલિબ્રેટ કરી તે સુશાંત સિંહ રાજપૂતના ચાહકોને ગમ્યું નહીં. સુશાંતના ચાહકોએ અંકિતાને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરી હતી. એક યુઝરે કહ્યું હતું કે તમે સુશાંતને ભૂલી ગયા છો કે શું?

એક યુઝરે કહ્યું, જસ્ટિસ ફોર સુશાંત સિંહ રાજપૂત? અન્ય એક યુઝરે કહ્યું હતું, 'સુશાંતને હંમેશાં દિલમાં રાખજો, ભૂલી ના જતા.'

એક યુઝરે કહ્યું હતું, 'અંકિતા હવે લાગે છે કે તે સુશાંત સરને ભૂલી ગઈ છે, નાટક સારી રીતે કરી લે છે.'

અંકિતાને ખુશ જોઈને એક યુઝરે કમેન્ટ કરી હતી, 'હેપી દિવાલી મેમે, પરંતુ તમને જોઈને સુશાંત સરની યાદ આવે છે. 'પવિત્રા રિશ્તા'માં તમે અને મારા SSR.'

સુશાંત સાથેના સંબંધો તૂટ્યા બાદ અંકિતા-વિકીના સંબંધો બંધાયા
સુશાંત તથા અંકિતા છ વર્ષ સુધી લિવ ઈનમાં રહ્યા હતા પરંતુ 2016માં બ્રેકઅપ થઈ ગયું હતું. ત્યારબાદ અંકિતાના જીવનમાં મુંબઈનો બિઝનેસમેન વિકી જૈન આવ્યો. અંકિતા અવાર-નવાર વિકી સાથેની રોમેન્ટિક તસવીરો શૅર કરતી હોય છે. ચર્ચા છે કે બંને આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરશે.

14 જૂનના રોજ સુશાંતનું મોત થયું હતું
14 જૂન, 2020ના રોજ સુશાંતની ડેડબોડી તેના અપાર્ટમેન્ટમાંથી મળી આવી હતી. પોલીસે પહેલા સુશાંતે આત્મહત્યા કરી હોવાની વાત કરી હતી. જોકે, પછી સુશાંતના મોતને શંકાસ્પદ માનીને CBI તપાસ કરવામાં આવી રહી છે. હજી આ કેસમાં CBI તપાસ ચાલી રહી છે. જોકે, AIIMSની ટીમે સુશાંતે આત્મહત્યા કરી હોવાની વાત કહી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો