એક્ટરનું મોત:સિદ્ધાર્થ શુક્લા ઘરે આવ્યો તે પહેલાં શું થયું હતું? કારનો પાછળનો ગ્લાસ તૂટેલો હતો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધાર્થ શુક્લા ઘરે આવ્યો ત્યારે તેની BMWનો પાછળનો કાચ તૂટેલો હતો.

સિદ્ધાર્થ શુક્લાના મોતથી દરેકને આઘાત લાગ્યો છે. સિદ્ધાર્થનું ગુરવાર, 2 સપ્ટેમ્બરના રોજ હાર્ટ અટેકથી અવસાન થયું છે. સિદ્ધાર્થને પહેલાં કોકિલાબેન હોસ્પિટલ અને પછી કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અહીંયા ડોક્ટર્સે હાર્ટ અટેકથી મોત થયું હોવાનું કહ્યું હતું.

કહેવાય છે કે સિદ્ધાર્થે સૂતા પહેલાં દવા ખાધી હતી અને પછી તેને અડધી રાત્રે બેચેની તથા છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેની મમ્મી રીટાએ પાણી પીવડાવ્યું હતું, પરંતુ બીજા દિવસે તે ઉઠ્યો જ નહીં. આ દરમિયાન હવે કેટલાંક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સિદ્ધાર્થ રાત્રે (બુધવાર, 1 સપ્ટેમ્બર) પોતાની BMWમાં ઘરે આવ્યો ત્યારે કારનો પાછળો ગ્લાસ ખરાબ રીતે તૂટેલો હતો. પોલીસે સિદ્ધાર્થની કાર કસ્ટડીમાં લીધી છે.

ચર્ચા કે સિદ્ધાર્થનો ઝઘડો થયો હતો?
કારની હાલત જોઈને હવે ચર્ચા થવા લાગી છે કે સિદ્ધાર્થનો કોઈ સાથે ઝઘડો તો નહોતો થયો ને? આખરે એવું તો શું બન્યું કે કારનો પાછળનો કાચ તૂટેલો હતો? શું સિદ્ધાર્થ કોઈ સાથે ઝઘડો થયો તે કારણે ડિસ્ટર્બ હતો અને તેથી તેની તબિયત લથડી હતી? મીડિયા રિપોર્ટમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે સિદ્ધાર્થ શુક્લાનો ગર્લફ્રેન્ડ સાથે જોરદાર ઝઘડો થયો હતો અને પછી તે દવા લઈને સૂઈ ગયો હતો.

પોલીસ સૂત્રોના મતે, શુક્લા પરિવારના કોઈ પણ સભ્યે મોત અંગે કોઈ શંકા વ્યક્ત કરી નથી. કૂપર હોસ્પિટલના ડૉક્ટર નિરંજને ડેથ બિફોર અરાવઈલ જાહેર કર્યું હતું. હાલમાં તો પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

પરિવારમાં સૌથી નાનો
40 વર્ષીય સિદ્ધાર્થ ત્રણ ભાઈ-બહેનમાંથી સૌથી નાનો હતો. તે મમ્મી રીટાની ઘણી જ નિકટ હતો. તે મમ્મીને કહેવાથી જ મોડલિંગમાં આવ્યો અને પછી એક્ટિંગ વર્લ્ડમાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...