મૃત્યુ પામેલા એક્ટરની માતા વિશે:જુવાનજોધ એકના એક દીકરાના મોત બાદ સિદ્ધાર્થ શુક્લાની માતાએ શું કહ્યું હતું?

મુંબઈ10 મહિનો પહેલા
  • 2 સપ્ટેમ્બરના રોજ સિદ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની ઉંમરમાં હાર્ટ-અટેકથી અવસાન
  • 3 સપ્ટેમ્બરે ઓશિવારા સ્મશાનમાં બ્રહ્માકુમારી રીત-રિવાજ પ્રમાણે અંતિમસંસ્કાર કરાયા

'બિગ બોસ 13' વિનર તથા લોકપ્રિય ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાના આકસ્મિક અવસાનથી તમામને ઘેરો આઘાત લાગ્યો છે. સિદ્ધાર્થનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. છ સપ્ટેમ્બરના રોજ સિદ્ધાર્થની પ્રેયર મીટ યોજવામાં આવી હતી. આ પ્રેયર મીટ બ્રહ્માકુમારી સિસ્ટર્સે યોજી હતી. બ્રહ્માકુમારી સિસ્ટર શિવાનીએ કહ્યું હતું કે સિદ્ધાર્થના મોત બાદ તેની મમ્મીએ શું કહ્યું હતું.

પારસ છાબરાએ વીડિયો શૅર કર્યો
'બિગ બોસ 13'નો સ્પર્ધક તથા સિદ્ધાર્થનો ખાસ મિત્ર પારસે સો.મીડિયામાં બ્રહ્માકુમારી સિસ્ટર શિવાનીનો વીડિયો સો.મીડિયામાં શૅર કર્યો છે.

સિસ્ટર શિવાની કુમારી.
સિસ્ટર શિવાની કુમારી.

સિદ્ધાર્થના મોત બાદ રીટા શુક્લાએ શું કહ્યું હતું?
બ્રહ્માકુમારી સિસ્ટર શિવાનીએ કહ્યું હતું, 'મેં 2 સપ્ટેમ્બરની સાંજે જ્યારે રીટાબહેન સાથે ફોન પર વાતી કરી તો તેમણે માત્ર એટલું કહ્યું, 'ઓમ શાંતિ.' તે ઓમ શાંતિમાં એટલી સ્થિરતા હતી, એટલી શક્તિ હતી. મેં વિચાર્યું કે માતાના મોંમાંથી બોલાયેલા આ શબ્દોમાં ભગવાન આ કઈ શક્તિ છે.'

વધુમાં સિસ્ટર શિવાનીએ કહ્યું હતું, 'મેં તેમને ફરીવાર કહ્યું હતું કે રીટાબહેન, તમે ઠીક છો ને? તો તેમણે એમ કહ્યું હતું કે મારી પાસે પરમાત્માની શક્તિ છે. શું મહાન આત્મા છે, જેની માતા આટલી મહાન છે. એ સમયે પણ તેમના મનમાં એક જ સંકલ્પ હતો, તેમણે મને કહ્યું, 'તે જ્યાં પણ જાય, બસ ખુશ રહે.'

રીટા શુક્લા દીકરા સાથે.
રીટા શુક્લા દીકરા સાથે.

પારસે સિદ્ધાર્થની માતા અંગે આ વાત કહી
પારસ છાબરાએ વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'રીટા આંટી, તમને શક્તિ મળે. આ સાંભળ્યા બાદ મને પણ થોડી શક્તિ મળી છે. આટલા સારા સત્સંગ માટે આભાર.'

રાહુલ વૈદ્યે પણ રીટા શુક્લાને સ્ટ્રોંગ ગણાવ્યાં હતાં
ઉલ્લેખનીય છે કે આ પહેલાં રાહુલ વૈદ્યે પણ સિદ્ધાર્થની મમ્મીને એકદમ સ્ટ્રોંગ મહિલા ગણાવ્યાં હતાં. તેમણે કહ્યું હતું, 'સિદ્ધાર્થ શા માટે મજબૂત હતો એ હવે ધ્યાનમાં આવ્યું. તે માત્ર ને માત્ર આંટી (રીટા શુક્લા)ને કારણે આટલો સ્ટ્રોંગ હતો.' સિદ્ધાર્થ શુક્લાના મોત બાદ જ્યારે રાહુલ વૈદ્ય તેના ઘરે ગયો ત્યારે રીટા શુક્લાએ તેને કહ્યું હતું, 'જુવાન દીકરાને ગુમાવવો એ સમજી ના શકાય એવી સ્થિતિ છે. મેં સાંભળ્યું હતું કે લોકોએ પોતાના જુવાન દીકરાને ગુમાવ્યો. જોકે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી સાથે પણ આવું કંઈક થશે. હવે હું કોના માટે જીવીશ? હવે બધું જ પૂરું થઈ ગયું.'

દીકરાના અંતિમસંસ્કારમાં રીટા શુક્લા.
દીકરાના અંતિમસંસ્કારમાં રીટા શુક્લા.

કમાલ આર. ખાને કહ્યું, રીટા શુક્લા ઘણાં જ આધ્યાત્મિક છે
કમાલ આર. ખાને સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તેણે કહ્યું હતું, 'સિદ્ધાર્થના એક ગાઢ મિત્રે જ્યારે રીટા શુક્લાને એમ કહ્યું હતું કે તે કૂપર હોસ્પિટલ જાય છે ત્યારે સિદ્ધાર્થની મમ્મીએ એવો જવાબ આપ્યો હતો, 'બેટા, ત્યાં જઈને શું કરીશ. ત્યાં તો કંઈ જ નથી. ત્યાં તો માત્ર સિદ્ધાર્થની બૉડી પડી છે. ત્યાં બીજું કંઈ જ નથી. તે તો જતો રહ્યો છે. તેને જ્યાં જવાનું હતું ત્યાં જતો રહ્યો.' રીટા શુક્લાની આ વાતો સાંભળ્યા બાદ તમે સમજી શકો છો કે તેઓ કેટલાં આધ્યાત્મિક છે. આ વાત વિશે તમામ લોકો કહી રહ્યા છે કે સિદ્ધાર્થની મમ્મી સહેજ પણ રડ્યાં નહોતાં. તેઓ એકદમ શાંત હતાં, કારણ કે તેઓ બહુ જ આધ્યાત્મિક છે. તેમને પૂરો વિશ્વાસ હતો કે આવું જ કંઈક થશે અને આવું જ થયું.'

પારસ છાબરાએ શૅર કરેલો વીડિયો